Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 25
________________ દર્શન અને ચિંતન ૨. હેતુબિદ્દીકા અર્ચત હેતુબિન્દુથી પણ ગઘાત્મક જ છે. એમાં અર્યટના પિતાનાં થોડાંક પદ્ય છે ખરાં; જેમ કે શરૂઆતના ચાર પદ્યો સુરતની સ્તુતિ અને ધમકીતિની કૃતિનું ગૌરવ તેમ જ પિતાની લઘુતા વિશેનાં છે, અંતમાં એક પદ્ય ઉપસંહારસૂચક છે અને વચ્ચે જ્યાં સ્વાદાદનું ખંડન આવે છે ત્યાં તે સ્વરચિત ૪પ પ (પૃ. ૧૦૪) મૂકે છે. આ પદ્ય તેણે હેતુબિંદુટીકા રચતી વખતે જ રહ્યાં છે કે કોઈ પિતાના બીજા ગ્રન્થમાંથી ઉદ્ધત કર્યો છે એ નક્કી થઈ શકતું નથી, પણ તેના વ્યાખ્યાકાર દુકના સ્પષ્ટ કથન (પૃ. ૩૪૪ ) ઉપરથી એ નક્કી થાય છે કે તે પદ્યો તેના પિતાનાં જ છે. આ સિવાય અચંટે અનેક સ્થળે અન્યકૃત પદ્યો ઉહત કર્યા છે. તેમાં દિનાગ, ભર્તુહરિ, કુમારિલ અને ધર્મકીર્તિ મુખ્ય છે. (જુઓ પરિશિષ્ટ ન. ૩) - અચંટ હેતુબિન્દુ મૂળના પ્રત્યેક પદને અર્થ કરે છે. એટલે સુધી કે તે કેટલીક વાર ર અને તું જેવાં અવ્યય પદોના પ્રવેગનું પણ તાત્પર્ય દર્શાવે છે. તે પદના શબ્દાર્થને જ દર્શાવવામાં કૃતાર્થતા ન માનતાં તેના રહસ્યનું પૂર્ણપણે વિસ્તૃત વિવરણ કરે છે. તે પિતે શરૂઆતમાં કહે છે તેમ તેણે ધમકીર્તિની સમગ્ર ઉકિતઓનું ચર્વિતચર્વણ તો કર્યું જ છે, પણ તે ઉપરાંત ધમકીર્તિએ પિતે જે જે બૌદ્ધ ને બૌદ્ધતર વાલ્મય પચાવ્યું છે તે પણ તેણે યથાવત્ અવગાહ્યું છે. આ વસ્તુની પૂર્ણ પ્રતીતિ તેનું વિવરણ કરાવે છે. જ્યાં જ્યાં ધમકીર્તિએ વિશેષ નામ સિવાય જ તિ, મજે, અવરે જેવાં સર્વનામો વાપરી તાતને નિર્દેશ કરી સમાલોચના કરી છે ત્યાં અચંટ એ મતાન્તરો જેના ના હોય તેનો નામપૂર્વક નિર્દેશ પણ કરે છે અને એ મતાન્તરવાળાં સ્થળે પણ સૂચવે છે. દાર્શનિક અને તાર્કિક વિચારધારાઓનું વિશાળ અને ઊંડું અવગાહન અચંટને એટલું બધું છે કે તે જ્યારે કોઈ પણ મુદ્દાની ચર્ચામાં પૂર્વપક્ષ રચે છે અને તેને બૌદ્ધ તેમ જ ધમકીર્તિની દષ્ટિએ જવાબ આપે છે ત્યારે આપણી સામે સર્વતંત્રસ્વતંત્ર વાચસ્વતિ મિશનું લખાણ ઉપસ્થિત હેય એમ ઘડીભર લાગે છે. ધમકીર્તિના સમય સુધીના દાર્શનિક વાડ્મય ઉપરાંત તેણે પિતાના અને ધમકીર્તિને ગાળા દરમિયાન રચાયેલ પ્રસિદ્ધ પ્રસિદ્ધ તાર્કિક વાડ્મય પણ અવગાડ્યું હોય એમ લાગે છે. ખાસ કરીને ધમકીર્તિના ભાથી વિરુદ્ધ જતું હોય એવું ધમકીર્તિના ઉત્તરવર્તી પ્રસિદ્ધ વિદ્વાનનું કોઈ લખાણ હોય તે તેની સમાલોચના તે કરે છે અને ધર્મ કીતિના મંતવ્યને દઢ કરે છે. દાખલા તરીકે ધમકીતિ પછી જૈન આચાર્ય સમતભદ્ર એક વસ્તુનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34