Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 23
________________ દર્શન અને ચિંતન ઉપલબ્ધ નથી, માત્ર અચંટની વ્યાખ્યામાં તેની પ્રતીકે લેવામાં આવી છે કે જે પ્રતીક રચનાના ક્રમથી ઘણીવાર વિપરીત કમે પણ લેવાયેલી છે, અને તે પ્રતીકે પણ મૂળને અંશમાત્ર સૂચવે છે. એટલે એ પ્રતીકે ઉપરથી ધર્મ કીર્તિરચિત અખંડ સંસ્કૃત ગદ્યમય વિવરણને ખ્યાલ પૂર્ણપણે આવી નથી શકતે. અલબત્ત, ટિબેટન અનુવાદ ઉપરથી એને ખ્યાલ કાંઈક આવી શકે. શ્રી. રાહુલજીએ ટિબેટન અનુવાદ ઉપરથી પ્રતિસંસ્કૃત કરી આપ્યું છે, પણ એ પ્રતિસંસ્કૃત અને અચંટે લીધેલી પ્રતીકે એ બન્નેને મેળવતાં પણ અમને એમ લાગે છે કે ધમકીર્તિ રચિત ગદ્યમય સંસ્કૃત વિવરણ જેમનું તેમ તૈયાર થતું નથી. એટલે પ્રસ્તુત સંસ્કરણમાં ધર્મકીર્તિના અવિકલ સંસ્કૃત ગદ્ય વિવરણ પૂરતી ત્રુટિ રહી જ જાય છે એમ કબૂલ કરવું જોઈએ. ધર્મકીર્તિએ હેતુબિન્દુના ગદ્યવિવરણમાં દિનાગ સિવાય બીજા કોઈ આચાર્યને નામપૂર્વક નિર્દેશ કર્યો લાગતું નથી. એણે પિતાના ગ્રન્થ પૈકી પ્રમાણુવિનિશ્ચયન જ નામપૂર્વક ઉલ્લેખ કર્યો છે. હેતુબિંદુમાં ચર્ચાયેલ વિષય મુખ્યપણે સ્વાર્થનુમાન સાથે સંબંધ ધરાવે છે, એટલે હેતુબિંદુપ્રકરણને સ્વાર્થનુમાનનું એક પ્રકરણ કહી શકાય. ધર્મકીર્તિએ ન્યાયબિંદુમાં સ્વાર્થનુમાન અને પરાથનુમાન બન્નેનું નિરૂપણ કર્યું છે. પ્રમાણુવાર્તિકમાં પણ બન્નેનું નિરૂપણ છે. એ કહેવું કઠણ છે કે તેણે આ ત્રણ પૈકી કયા ગ્રંથની રચના પ્રથમ કરી, પણ વધારે સંભવ એ છે કે પહેલાં પ્રકરણો રચ્યાં હોય અને પછી તે બધાંનું સંકલન કરી અને બીજા નવા વિષયે તેમ જ વિચારો ઉમેરી પ્રમાણુવાર્તિક જે આકર ગ્રંથ રચ્યો હોય. ધર્મકીર્તિએ પિતાના ઉપયુક્ત ત્રણ ગ્રંથમાં હેતુના પ્રકાશને વર્ણનક્રમ એકસરખો રાખ્યો નથી. ન્યાયબિંદુમાં અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એ ક્રમ છે; પ્રમાણુવાર્તિકમાં કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ એ ક્રમ છે, જ્યારે હેતુબિંદુમાં સ્વભાવ, કાર્ય અને અનુપલબ્ધિ એ ક્રમ છે. તેથી એકંદર હતુબિંદુપ્રકરણના મુખ્ય વિષયની દષ્ટિએ ચાર ભાગ પડે છે. એ ચારેય ભાગમાં બીજા અનેક વિષે અને અનેક દાર્શનિક-તાર્કિક પરિભાષાઓની ચર્ચા છે, જેને ખ્યાલ વાચક વિષયાનુક્રમ ઉપરથી કરી શકશે. ' હેતુ” શબ્દ પ્રાચીન ગ્રંથોમાં સામાન્ય પ્રમાણુના અર્થમાં પણ આવે છે અને ધણીવાર ન્યાયના પર્યાય તરીકે પણ વપરાય છે, જેમકે હેતુવિદ્યા=ન્યાયવિદ્યા, તર્કવિદ્યા, આનીક્ષિકી. પણ પ્રસ્તુત ગ્રન્થના નામમાં વપરાયેલ હતું' શબ્દ અનુમાનના અન્યતમ અંગભૂત સાધનને જ બાધક છે. તેની સાથે સમાસ પામેલ બિન્દુ’ શબ્દ સૂચવે છે કે પ્રસ્તુત પ્રકરણ એ તે હેતુવિષયક વિચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34