________________
હતુબિન્દુને પરિચય થયેલી હોય એમ લાગે છે. પ્રમાણવાર્તિક તે દિદ્ભાગના પ્રમાણસમુચ્ચયની કારિકાબદ્ધ આકરવ્યાખ્યા છે, પણ ન્યાયબિન્દુ અને હેતુબિન્દુ જેવાં પ્રકરણોનું સ્વરૂપ જુદું છે. ન્યાયબિન્દુ ગદ્યમાં છે, જ્યારે હેતુબિન્દુ વાદન્યાયની જેમ પ્રારંભિક એક કારિકાનું વિસ્તૃત ગદ્ય વિવરણ છે. જેમ ન્યાયપ્રવેશમાં પ્રારંભિક સંગ્રહકારિકા આગળના બધા વક્તવ્યને સંક્ષિપ્ત સંગ્રહ છે, તેમ જ હતુબિન્દુની પ્રથમ કારિકા આગળના સમગ્ર વક્તવ્યને અતિસંક્ષિપ્ત સંગ્રહ છે. પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હોવાથી ધમકીર્તિ પિતાના આકર ગ્રન્થનું પ્રમાણુવાર્તિક એવું નામ રાખે તે તો સમજી શકાય, પણ પિતાનાં લઘુપ્રકરણોનાં ન્યાયબિન્દુ, હેતુબિન્દુ, વાદન્યાય આદિ જેવા જે નામ રાખ્યાં છે તેમાં પણ વિચાર અને સાહિત્યની પૂર્વ પરંપરાનું પ્રતિબિમ્બ સ્પષ્ટપણે દેખાય છે. દિદ્ભાગે પિતાના પ્રકરણોમાં ન્યાયમુખ (ન્યાયકાર), હેતુમુખ, હેતુચક્ર જેવાં નામે રાખેલાં, શંકરસ્વામીએ ન્યાયપ્રવેશ એવું નામ પસંદ કરેલું; જ્યારે ધમકીતિ તેવા જ વિષયના પ્રકરણ માટે ન્યાયબિન્દુ, હેતુબિન્દુ જેવાં નામે પસંદ કરે છે. માત્ર નામકરણ અને રચનામાં જ પૂર્વ પરંપરાને વારસો નથી સમાતો, પણ ધમકીતિએ જે જે વિઘયો ચર્ચો છે તે બધામાં પોતાના સમય સુધીની બૌદ્ધ કે બહેતર વિચારપરંપરાઓ અને પરિભાષાઓનો વારસે પૂર્ણપણે સમાવેલ છે. વારસામાં મળેલ વિચારો તેમ જ પરિભાષાઓને ધર્મકીર્તિ પોતાની પરીક્ષક કસોટીએ કસે છે અને જ્યાં ગ્ય લાગે ત્યાં તે પ્રાચીન વિચાર અને પરિભાષાઓનું નિયપણે ખંડન પણ કરે છે. તે એટલે સુધી કે તેના કહેવાતા ગુરુ ઈશ્વરસેન સુધ્ધાને તે છોડતો નથી. પિતાના પૂર્વવતી બૌદ્ધ આચાર્યોએ જે બહેતર પરંપરાઓના મંતવ્યનું નિરસન કર્યું છે તે ઉપરાંત પણ આગળ વધી ધમકીતિ બીજા અનેક બહેતર દર્શનેનાં મન્તનું નિરસન કરે છે. તેથી જ ધર્મ કીર્તિને ગ્રન્થમાં ભર્તુહરિ, ઉદ્યોતકર, કુમારિલ જેવા અનેક વૈદિક દાર્શનિકના મન્તવ્યોની સમાલોચના મળે છે.
મૂળ હેતુબિન્દુ મંગળ સિવાય જ પ્રારંભિક એક ઉત્થાનવાક્ય સાથેની એક કારિકાથી શરૂ થાય છે, જે કારિકા પ્રમાણુવાર્તિકના મનોરથનંદિનીના ક્રમ પ્રમાણે ત્રીજા પરિચછેદની પ્રથમ કારિકા અને કહ્યુંગામીના ક્રમ પ્રમાણે
પત્તવૃત્તિવાળા પ્રથમ પરિચ્છેદની ત્રીજી કારિકા છે. એ કારિકામાં મુખ્યપણે હેતુનું લક્ષણ અને હેતુના પ્રકારનું કથન છે. હેવાભાસનું સ્વરૂપ અને તેના પ્રકારે હેતુના લક્ષણ અને પ્રકારે ઉપરથી જ સચિત કરાયેલાં છે. કારિકામાં જે વસ્તુ બીજરૂપે સંક્ષેપમાં કહી છે તેનું જ આખા ગ્રન્થમાં ગદ્યરૂપે ધમકીર્તિએ વિવરણ કર્યું છે. આપણી સામે અત્યારે એ ગદ્ય જેમનું તેમ અવિકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org