Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 20
________________ હેતુબિન્દુના પરિચય [ ૯૦૩ સ્વીકારે છે. અસગના લઘુભ્રાતા અને શિષ્ય વસુબધુ આગળ વધે છે અને તે પોતાના વાદવિધિ આદિ ગ્રન્થામાં ત્રણ અવયવાના પૂર્વ સુધારાને કાયમ રાખી હેતુના ન્યાયપર પરાસંમત પાંચ રૂપના સ્થાનમાં ત્રરૂપ્સના સુધારા કરે છે. તર્ક શાસ્ત્ર વસુખ ક ક હોય કે અન્ય કતું કે, પણ તે દિઙનાગ પહેલાના કાઇ બૌદ્ધ તાર્કિકની કૃતિ છે એટલું તે નક્કી જ. એ તર્કશાસ્ત્રમાં પાંચ અવવા વધુ વેલ છે, પણ ન્યાયપર પરાસમત જાતિ અને નિગ્રહસ્થાનામાં સુધારા વધારે કર્યાં છે. આવો સુધારે ખીજી રીતે ઉપાયવ્યમાં પણ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ મૈત્રેય અને અસંગની પેઠે સ્વીકાર્યો છતાં વસુખ એની વ્યાખ્યામાં સુધારા કરે છે; એટલું જ નહિ, પણ તે તથાગત યુદ્ધની દૃષ્ટિને બંધબેસતું થાય તે રીતે આગમ પ્રમાણનું સ્થાન ગોઠવે છે અને કહે છે કે આગમ એ પ્રમાણુ છે ખરું, પણ તે પ્રત્યક્ષ ને અનુમાનની ઉપર અવલ ંબિત હોઈ તે બન્ને કરતાં ગૌણ છે. આ સ્થળે વસુબંધુ સ્પષ્ટપણે ન્યાયપર પરાના દૃષ્ટિબિન્દુથી આગમ પ્રામાણ્યના મહત્ત્વની બાબતમાં બુધે પડે છે, કેમકે ન્યાયપરંપરા આગમને ઇશ્વરપ્રણીત માનતી હોવાથી તે અનુસારે લૌકિક પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ કરતાં અલૌકિક આગમનું સ્થાન ચડિયાતું છે. વસુબના શિષ્ય દિનાગ તો પાતાના પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, હેતુચક્ર આદિ ગ્રન્થામાં અનેકવિધ સુધારાએ કરે છે અને બૌદ્ધપર પરામાં સર્વમાન્ય થાય તેવી ન્યાયવિદ્યાની સ્થાપના કરે છે. જોકે વસુખ અને દફ્નાગના સમય પછી પણ બૌદ્ધ પરંપરામાં એવા અનેક પ્રકારના વિચારવહેણા હતાં જેઓ વસુખ અને દિનાગને ન અનુસરતા, પણ પ્રાચીન મૈત્રેયનાથ આદિના ગ્રન્થોમાં સંગૃહીત થયેલા મન્ત વ્યાને અક્ષરશઃ માનતા કે જે મન્તવ્યને વસુક્ષ્મ અને દિાગ આદિએ સુધાર્યો અને પરિવર્તિત કર્યાં હતાં. તેમ છતાં એકંદર આગળ જતાં વસુબધું અને તેના કરતાંય વિશેષ દિનાગનું સ્થાન ખૌદ્રુપરંપરામાં વધારે પ્રતિષ્ઠિત થયું છે, ને તેથી જ તેમના ગ્રન્થો અને વિચારાનુ અનુકરણ, ભાષાન્તર ને તેના ઉપર સાધન ઉત્તરાત્તર વધારે અને વધારે થયું છે. આ કાર્ય માત્ર ભારતમાં જ નહિ, પણ ભારતની બહાર મધ્ય એશિયા, ચીન, બેટ દિ દેશામાં પણ પુષ્કળ પ્રમાણમાં થયુ છે. પ્રમાણ તેમ જ ન્યાયવિદ્યાને લગતુ સ ંસ્કૃત બૌદ્ધવાહમય ભારતની સીમા બહાર ગયું અને નવાં નવાં સ્વરૂપે માં વિકસતું તેમ જ ફેલાતું ગયું, તે પહેલાં પણ બૌદ્ધ પિટકાનું પાલિવાઙમય ભારતની સીમા ઓળંગી ગયુ હતુ. ધર્માંસાત્ ૧. Pre-Dinnaga Buddhist texts-Intro. p. IX Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34