________________
'બr ]
દર્શન અને ચિંતન ત્રણ હેત્વાભાસની જૂની પરંપરા ચાલી આવતી. એ જ પરંપરાનું દિáાગે સમર્થન કર્યું અને ધમકીર્તિએ પ્રમાણુવાર્તિક તેમ જ ન્યાયબિંદુમાં અતિવિસ્તારથી તે તે એક, બે કે ત્રણ સ્વરૂપને અભાવે કેવી કેવી રીતે હેવાભાસ બને છે તે બતાવ્યું, અને હેત્વાભાસ પણ ત્રણ જ છે એમ સ્થાપ્યું. હતુ. બિંદુમાં પ્રમાણુવાર્તિક કે ન્યાયબિંદુની પેઠે આ બાબતનું વિશદીકરણ નથી, માત્ર હેવાભાસની સૂચના છે.
ઉપર્યુક્ત મુખ્ય વિષય ઉપરાંત હેતુબિંદુમાં અનેક એવા વિષયે સ્પષ્ટપણે ચર્ચા છે, જે બૌદ્ધપરંપરાની ખાસ વિશેષતા લેખાય છે; જેમ કે, જતિ કે સામાન્યવાદનું નિરસન, અપહરૂપ સામાન્યનું સ્થાપન, વિશેષમાત્રની અર્થાત્ ક્ષણિકત્વની સિદ્ધિ અને પરિણામે નિહેતુકવિનાશવાદ, નિર્વિકલ્પક પ્રત્યક્ષમાત્રનું પ્રામાણ્ય અને તેમ છતાં સવિકલ્પક અનુમાનમાં પારંપરિક પ્રામાણ્યનું ઉપપાદન, કાર્યકારણભાવ તેમ જ સામગ્રીજન્ય એકસ્વભાવત્વનું સમર્થન, સહકારિત્વનું સ્વરૂપ અને અભાવનું સ્વરૂપ.
આ બધા વિષયો એવા છે કે એકનું સમર્થન કરવા જતાં બીજાઓનું સમર્થન અનિવાર્ય બની જાય છે. આ વિષયમાં ક્ષણિકત્વ જ કેન્દ્રસ્થાને છે. એને સિદ્ધ કરતાં બીજા વિષયેનું સમર્થન આવશ્યક બની જાય છે. ધર્મ કીતિ પહેલાં ઘણુ લાંબા વખતથી આ વિષયેનું સમર્થન બૌદ્ધ દૃષ્ટિએ થતું આવેલું. દા. ત. નિર્દેતુકવિનાશવાદ જેવા વિષયોની ચર્ચા મિત્રેયનાથના યોગચર્યાભૂમિશાસ્ત્ર જેટલી તો જાની છે જ (જુઓ દર્શનદિગ્દર્શન પૃ. ૭૧૮, યેગચર્યાભૂમિ-ચિંતામયીભૂમિ ૧૧). તે બધી ચર્ચાઓનું સંકલન તેમ જ વિશદી કરણ ધમકીર્તિના પ્રમાણુવાતિક જેવા ગ્રંથોમાં દેખાય છે. હેતુબિંદુમાં પણ ધર્મકીર્તિએ આ વિષયે અતિસ્પષ્ટપણે ચર્ચા છે, અને તેમ કરતાં જે જે વિધી વાદ સામે આવતા ગયા તે બધાનું નિર્દય અને છતાં સપરિહાસ (દા. ત. પૃ. ૬૭) નિરસન કર્યું છે.
ધમકીતિએ હેતુબિંદુમાં સ્પષ્ટ ચર્ચાઓ કરી છે ખરી, પણ ચર્ચિત વિષયે એટલા બધા સૂક્ષ્મ અને ગંભીર છે કે જિજ્ઞાસુ માત્ર તેટલા વિવેચનથી પૂર્ણપણે સંતોષાત નથીએટલે એવા વિસ્તૃતરુચિ જિજ્ઞાસુઓની દષ્ટિએ અર્ચ. પિતાની ટીકામાં મૂળ ચર્ચિત બધા જ વિષયોને તેના યથાર્થ રૂપમાં વિસ્તારથી ચર્ચા છે. એટલે તેની ટીકા એક એક વિષય પરત્વે બૌદ્ધ વિચારસરણીનું ચિત્ર રજૂ કરે છે અને ધર્મકીર્તિનાં કેટલાંક મમળાં વાક્યોનું હાઈ તલસ્પર્શી પણે પ્રગટ કરે છે. આ ઉપરાંત અર્ચન્ટે એવા પણ છેડા વિષય ચર્ચા છે કે મૂળમાં જેનું કાઈ સૂચન નથી; દા. ત. આદિવાક્ય વિશેની ચર્ચા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org