Book Title: Hetubinduno Parichaya Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ હેતબિન્દુને પરિચય [ ૧૭ ] [૧] પ્રતિપરિચય ૧. s પ્રતિ: આ હેતુબિટીકાની પ્રતિ Catalogue of Manuscripts at Pattan Vol. I (G. O. S. Vol. LXXVI ALL પૃ. ૧૭૭ માં સૂચવવ્યા પ્રમાણે સંધવી પાડાના ત્રાડપત્રીય ભંડારની નં ૩૦૨ વાળી છે, જેના તાડપત્રની લંબાઈ ૧૨ ઈએ અને પહોળાઈ ૧ એ છે અને પત્ર ૨૧૬ છે. આખી પ્રતિ જીણું છે. તેના પત્ર નં ૬, ૨૧, ૨૭, ૫૨, ૧૧૭ અને ૧૭૮ પત્ર તદ્દન નાશ પામ્યા છે. શરૂઆતના લગભગ ૨૦ પત્રમાં પત્રસંખ્યા ત્રુટિત છે. ખૂણાને ભાગ ગયેલ હોવાથી તેની સાથે ઘણે સ્થળે ડુંક લખાણ પણ નાશ પામ્યું છે. જ્યાં જ્યાં ડું કે ઘણું લખાણ પાનું તૂટી જવાથી નાશ પામ્યું છે ત્યાં ત્યાં લગભગ બધે સ્થળે અમે તૂટતા પાઠની પુરવણી [ ] આવા કેઠકમાં કરી છે. આ સિવાય પ્રતિમાં વચ્ચે કવચિત અક્ષર ગયેલા છે, તે પણ બન્યું ત્યાં એવા જ કાષ્ઠકમાં અમારા તરફથી જેડવામાં આવ્યા છે. જે પાઠ અમે અમારા તરફથી શુદ્ધ કર્યા છે તે મૂળપાઠ કાયમ રાખી ( ) આવા કોષ્ઠકમાં આપ્યો છે. પ્રસ્તુત પ્રતિના માર્જિનમાં ક્યાંક ક્યાંઈક ટિપ્પણે છે, તે અમે યથાસ્થાન પાદનોંધમાં લીધાં છે. એક પત્ર કોઈ બીજી જ હેતુબિન્દુટીકાની પ્રતિનું પ્રસ્તુત પ્રતિમાં આવી ગયેલું છે, જેમાં પ્રસ્તુત પ્રતિના ૨૦૭માં પત્રનું લખાણ છે. એ વધારાના પત્રમાંને પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ સાથે ક્યાંઈક જૂદે પડે છે. અમે એ બન્ને પાઠે સરખાવી એમાંથી જે વધારે શુદ્ધ લાગે તેને મૂળમાં રાખે છે અને બીજા પાઠને પાઠાંતર તરીકે રાખ્યો છે. વધારાના પત્રને સંકેત નવીન રાખ્યો છે, અને પ્રસ્તુત પ્રતિના એ પત્રને સંકેત ગુ=પુરાતન રાખેલ છે. એ વધારાના પત્રવાળી પ્રતિ પ્રસ્તુત પ્રતિને આદર્શ કે તેની નકલ નથી લાગતી. એનાં બે કારણો છે: પહેલું તે એ કે જે એ પ્રસ્તુત પ્રતિને આદર્શ અગર નકલ હોય તો તેની સાથે એક વધારાના * ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં પ્રકાશિત હેતુબિકની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 34