Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ હેતુબિન્દુને પરિચય [ ૮૮૦ એમ સમજાતું કે આ પ્રતિગત ભાષાતર મૂળ લેખનું યથાર્થ પ્રતિબિમ્બ છે ત્યારે ઘણે સ્થળે એમ પણ સમજાતું હતું કે $ પ્રતિની પાઠપરંપરા માં ગત પાઠ કરતાં મૂળ લેખની વધારે નજીક છે. એ જુદું કહેવાની જરૂર નથી કે ટિબેટન ભાષાન્તરકારે એટલી બધી ચોકસાઈથી પોતાનું કામ કરતા કે તેમના ભાષાન્તરમાં નવી ભૂલ ન ઉમેરાતી, જે મૂળમાં ભૂલ હોય તે તે ભાષાતરમાં આવતી જ. એટલે ભાષાન્તરકારે અર્થ હોય તે કરતાં ભાષાજ્ઞ વધારે હતા. જો એ ભાષાન્તરકારે પૂર્ણપણે વિષયના જ્ઞાતા હતા તે દેખીતી રીતે ભૂલભરેલા આદર્શગત પાઠનું યથાર્થ ભાષાન્તર કરી તેમાં આદર્શ પાઠની ભૂલ ન આણુત. ૩. N પ્રતિ : આ પ્રતિ હેતુ બદ્રીકાની “આલોક સંજ્ઞક અનુટીકાની છે. એની પૂરી નકલ નેપાળના રાજગુરુ પં. શ્રી હેમરાજ પાસેથી ત્રિપિટકાચાર્ય શ્રી. રાહુલ સાંકૃત્યાયન દ્વારા પ્રાપ્ત થયેલી. તે પ્રતિ સાવ ત્રુટિત પ્રતિ ઉપરથી થયેલી નકલ છે. તે પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેનાં પાત્રોની પહોળાઈ ૪ ઈંચ, લંબાઈ ૧૯ ઇંચ અને પત્રસંખ્યા ૮૧ છે. પત્રો બધાં જ અસ્તવ્યસ્ત હતાં. જે આગળ જતાં P પ્રતિની મદદ મળી ન હોત તો આ પ્રતિનો કશો જ ઉપયોગ કરી શકાતી નહિ, અને પત્રસંખ્યા, જે અમે પાછળથી વ્યવસ્થિત કરી તે પણ અત્યંત મુશ્કેલ હતું. આ પ્રતિ સાવ ત્રુટિત અને અશુદ્ધ હોવા છતાં તેણે P પ્રતિ વાંચવામાં એટલી બધી મદદ કરી છે કે તેને લીધે તેનું ગુટિતપણું જરાય સાલતું નથી. અહીં એ પણ કહેવું જોઈએ કે જે આ પ્રતિ ન હોત તો અમારે માટે પ્રતિનો ઉપયોગ કરવાનું કામ પણ કદાચ જતું કરવું પડત અને અત્યારે જે રૂપમાં આદર્શ અનુટીકા છપાઈ છે તે રૂપમાં કદી સુલભ ન થાત. ૪. P પ્રતિ : આ પટણામાંની બિહાર એન્ડ ઓરિસા રિચર્સ ઈન્સ્ટિટયૂટના સંગ્રહમાં રહેલા તિબેટથી મૂળ સંસ્કૃત ગ્રન્થના લાવવામાં આવેલા ફોટાઓમાં રહેલ હેતુબિન્દુતીકાલેકના ફેટા ઉપરથી ફરી લીધેલ ફેટા છે. ઈન્સ્ટિટ્યૂટમાંના મૂળ ફોટાને પરિચય શ્રી. રાહુલજીએ ન્યાયબિન્દુ-અનુરીકા તરીકે ભૂલથી આપ્યું છે, પણ વસ્તુતઃ તે હેતુબિન્દુકાકાની અનુકકા “આલોક ટિબેટના ભંડારમાં રહેલ મૂળ સંસ્કૃત પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે. તેનાં પત્રો ૭૦ છે, જે ૨૦ ફેટપ્લેટમાં સમાવી લેવામાં આવ્યા છે. ફેટાના અક્ષરે બહુ જ બારીક અને કેટલેક સ્થળે સાવ અસ્પષ્ટ છે. લિપિ પ્રાચીન નેપાળી છે. આ પ્રાચીન લિપિ ઉકેલવામાં અને બારીક તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34