Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ૮૯૮ ] દર્શન અને ચિંતન આ પાંચ પૈકી ધર્મોત્તરપ્રદીપ, જે ન્યાયબિન્દુની અનુકકા છે, તેની કેટપ્રતિ પટને રિચર્સ સેસાયટીમાંના સંગ્રહમાં છે. આ પાંચે ગ્રન્થોના નામ નીચે મુજબ છે – ૧. ધર્મોત્તરપ્રદી૫ (પૃ. ર૫૯, ૩૦૮, ૩૩૭) ૨. સ્વયુવ્યવિચાર (પૃ. ૩૩૭) ૩. વિશેષાખ્યાન (પૃ. ૩૪૦, ૩૬૫, ૩૭૦, ૩૭૩) ૪. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૩૭૦, ૩૭ર) ૫. ચતુદશતી (પૃ. ૩૭૦, ૩૭ર). એમ લાગે છે કે દુર્વેક મિએ જિતારિના સંનિધાનમાં રહી વિક્રમશિલા વિદ્યાપીઠમાં કામ કરતાં કરતાં બૌદ્ધ દર્શન સાહિત્યને સમૃદ્ધ કરવાનું જ એકમાત્ર મુખ્ય કામ કર્યું હોય. તેની મિશ્ર ઉપાધિ જોતાં અને તે સમયમાં મિથિલાની વિદ્યા સમૃદ્ધિ તેમ જ વિક્રમશિલાનું સાંનિધ્ય જોતાં એમ લાગે છે કે તે મથિલ બ્રાહ્મણ હશે. આ વસ્તુસ્થિતિ એક બાબત ઉપર બહુ પ્રકાશ ફેંકે છે. તે એ કે ધર્મ અને જાતિની દષ્ટિએ બ્રાહ્મણ-શ્રમણનો નિત્ય વિષેધ હોવા છતાં વિદ્યા અને તત્વચિંતનના પ્રદેશમાં ઘણીવાર બન્નેને વિરોધ શમી જાય છે અને એક નવી જ સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થાય છે. દક મિશ્રને ગળે ઉપલબ્ધ થયા ન હોત તે તેનું નામ કાલમાં જ ભૂંસાઈ જાત, કેમકે તેને નામનિર્દેશ નથી ટિબેટન લેખકોના ગ્રંથમાં કે નથી ભારતીય લેખકોના ગ્રન્થમાં. અચંટને તે જૈન વિદ્વાનો નામપૂર્વક નિર્દેશ છે, જ્યારે બ્રાહ્મણ દુક માત્ર એના પિતાના જ ગ્રન્થમાં સમાઈ જાય છે. જૈન વિદ્વાન વાદી દેવસૂરિ જેવા દુર્વેક વિશે અજાણ્યા હોય એમ લાગે છે. જેસલમેરના ભંડારમાંથી જે થોડાંક ન્યાયબિન્દુ-અનુટીકાનાં પત્રો મળ્યાં છે? તે ઘણું કરી દુર્વેક મિશન હોવાં જોઈએ. જો તેમ કરે છે એમ માનવું જોઈએ કે ગમે ત્યારે કોઈ ને કોઈ જૈન વિદ્વાને દુર્વેકના લખાણને ભારતમાં સંધરવા ને તેને ઉપયોગ કરવા પ્રયત્ન કરેલ. - દુર્વેકનું પાંડિત્ય એક દાર્શનિક મૈથિલ બ્રાહ્મણને શોભા આપે એવું છે. તે બહુશ્રત છે અને વૈયાકરણ પણ. આની પ્રતીતિ તેની વ્યાખ્યામાં પદે પદે થાય છે. તેની વ્યાખ્યા અચંટની વિકૃતિને અનુરૂપ જ છે. તે જ્યારે જ્યારે અચંટની પ્રતીકે લઈ તેનું વ્યાખ્યાન કરે છે ત્યારે બહુધા પૂર્વ પક્ષ રૂપે કે ૧. એ પાનાં મુનિશ્રી જિનવિજયજી પાસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34