Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 19
________________ હ૦૨] દર્શન અને ચિંતન કે ઉત્તરમીમાંસક, સાંખ્ય કે એ, બૌદ્ધ કે જૈન એ એક પરંપરાના પ્રાચીનતમ ગ્રન્થમાં પિતપોતાનું આગવું હોય તેવું ન્યાયવિદ્યાનું બંધારણ ઘડાયેલું મળતું નથી, જેવું કે એ પરંપરાઓના પાછળનાં શાસ્ત્રોમાં મળે છે. ન્યાયવિદ્યાના તે કાળ સુધીમાં ઘડાયેલા નિયમ–પ્રતિનિયમો અને ન્યાયના અંગ–પ્રત્યંગને પિતાની પરંપરામાં જેમના તેમ અગર થોડા ફેરફાર સાથે અપનાવનાર પરંપરાઓમાં સૌથી મોખરે બૌદ્ધપરંપરા આવે છે. અલબત્ત, કદાચ આયુર્વેદ અને અર્થશાસ્ત્ર આદિ અન્ય વિજ્ઞાને એ બૌદ્ધ પરંપરા પહેલાં પણ ન્યાયવિદ્યાના નિયમ-પ્રતિનિયમ અને અંગ-પ્રત્યંગને પિતામાં સમાવ્યાં હય, પણ બૌદ્ધપરંપરાની વિશેષતા એ છે કે તેણે પિતાની પરંપરામાં ન્યાયવિદ્યાને સ્થાન આપ્યું તે માત્ર સંગ્રહપૂરતું અને ભાપૂરતું જ નહિ, પણ એમાં સંશોધન કરવાની દૃષ્ટિ સુધ્ધાં હતી, જ્યારે ચાણક્ય કે ચરક આદિને સંગ્રહથી આગળ વધવું ઈષ્ટ ન હતું. એ જ સબબ છે કે ઉત્તર કાળમાં બૌદ્ધપરંપરામાં જેવું એક ન્યાયશાસ્ત્ર સ્વતંત્ર નિર્માણ થયું તેવું અર્થશાસ્ત્રની પરંપરા કે આયુર્વેદની પરંપરામાં કશું બન્યું નહિ. બૌદ્ધપરંપરાએ જે કામ પહેલાં શરૂ કર્યું તે જેનપરંપરાએ પાછળથી શરૂ કર્યું. ઉપલબ્ધ સાહિત્યને આધારે તે એમ પણ કહી શકાય કે મીમાંસક અને વેદાંત પરંપરાએ પિતાનું પ્રમાણ તેમ જ ન્યાયશાસ્ત્ર તેથીયે પાછળથી વ્યવસ્થિત કર્યું. ઉપાયહૃદય નામને ગ્રન્થ ચાઈનીઝ પરંપરામાં નાગાર્જુનને નામે ચડેલ છે. તે તેને ન હોય, તો પણ તેના વિગ્રહવ્યાવતિની અને મધ્યમકકારિકા જોતાં એમ ચોક્કસપણે કહી શકાય કે તેણે બૌદ્ધપરંપરામાં કદાચ સૌથી પહેલાં પ્રમાણ અને ન્યાયવિદ્યા વિશે ભૌલિક ચિંતન શરૂ કર્યું. મયનાથે ગચયભૂમિશાસ્ત્રમાં અને તેના શિષ્ય અસંગે અભિધર્મસંગીતિમાં તેમ જ અસંગના શિષ્ય સ્થિરમતિએ અભિધમં સંયુક્ત સંગીતિમાં જે પ્રમાણુવિદ્યા તેમ જ ન્યાયવિદ્યાનો સંગ્રહ કર્યો છે તે કઈ મૌલિક નથી. ન્યાયપરંપરાની જુદી જુદી શાખાઓમાં થયેલા વિચારે જેમ એક અથવા બીજી રીતે અર્થશાસ્ત્ર, ચરક આદિમાં સંગ્રહીત થયા તેમ જ મૈત્રેય, અસંગ આદિએ પણ સંગ્રહ કર્યો. અલબત્ત, એના સંગ્રહમાં સુધારક દૃષ્ટિબિન્દુ અવશ્ય હતું. તેથી જ તેમાં ન્યાયપરંપરાના પાંચ કે દશ અવયના સ્થાનમાં ત્રણ અવયવને સુધારે તેઓ કરે છે, અગર બીજા કેઈને સુધારે 4. Tucci: Pre-Dinnaga Buddhist Texts-Introduction, p.XI. 3. On Some Aspects of the Maitraya [natha ] and Asanga. Also JRAS 1929 Hial Pre--Dignaga Buddhist Logic, - -- —** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34