Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 24
________________ હેતુબિન્દુના પરિચય [ e કે જે વસ્તુતઃ મહાદ્ધિ જેવા અપાર અને અગાધ છે, તેનું એક બિન્દુમાત્ર હાઈ તેમાં એ વિશે એછામાં ઓછો વિચાર છે. બીજી રીતે કદાચ બિન્દુ’ શબ્દથી ધકીર્તિ પાતાના આકરઅન્ય પ્રમાણવાતિ કગત હેતુવિષયક વિસ્તૃત વિચારના હેતુબિન્દુપ્રકરણમાં અંશમાત્ર છે. એમ પણ સૂચવતો હોય. ગમે તે હા, એટલું તો અસદિગ્ધ છે કે ધમકીતિ એ પ્રસ્તુત પ્રકરણમાં હતુ વિશેના પોતાના મંતવ્યો તદ્દન સ્પષ્ટપણે રજૂ કર્યાં છે, કે જે મન્તવ્યો બૌદ્ધપરંપરાની વિચારસરણી સાથે બધએસતાં હોઈ તેમ જ વધારે તર્કશુદ્ધ હાઈ આગળના બૌદ્ધે તર્કશાસ્ત્રમાં એકસરખી રીતે પ્રતિષ્ઠા પામ્યા છે અને મેટે ભાગે ખીજા વિરાધી વિચારશનું સ્થાન ઔપર પરામાં ધર્મતિ ખાદ રહ્યું જ નથી. ખરી રીતે દિનાગે જે પ્રભાવ તર્કશાસ્ત્રમાં પાડેલા તેનું સ્થિરીકરણ અને વિશદીકરણ ધમકીર્તિએ કર્યું છે, અને બૌદ્ધ તર્કશાસ્ત્રની એક ચાસ વિચારસરણી ધડી છે. તેથી જ આપણે જોઈ એ છીએ કે ન્યાય-વૈશેષિકમીમાંસક જેવી વૈદિક પર પરાના ગ્રન્થોમાં અને જૈન ત ગ્રન્થોમાં દુિનાગ અને ધર્મ કીતિનું પ્રમાણમાં વધારેમાં વધારે ખંડન થયેલું છે—જાણે કે તે એ ઔદ્વેતર દાતાના મહાન પ્રતિસ્પર્ધી હાય ! આ સ્થળે દિનાગકૃત પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ અને હેતુચક્ર સાથે ધર્મ કીતિના સંસ્કૃતમાં ઉપલબ્ધ એવા જ ત્રણ ગ્રન્થોની વિષય અને રૌલીની દૃષ્ટિએ તુલના કરવી યોગ્ય છે. પ્રમાણસમુચ્ચયમાં બધાં જ પ્રમાણેાનો મુખ્યપણે ચર્ચા છે, તે તે વૃત્તિક કારિકાબદ્ધ છે. ન્યાયમુખમાં મુખ્યપણે અનુમાનની ચર્ચા છે; જેમકે સિટ્રુસૈનકૃત ન્યાયાવતારમાં. હેતુચક્રમાં મુખ્યપણે ન્યાયયંગભૂત હતુસ્વરૂપની ચર્ચા છે. ધર્મપ્રીતિનું પ્રમાણુવાર્તિક તો પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હોઇ તેમાં તેને જ વિષય આવે એ સ્વાભાવિક છે, પણ એને પ્રમાણવિનિશ્ચય ગ્રન્થ મુખ્યપણે બધાં જ પ્રમાણાનું નિરૂપણ કરે છે, જ્યારે ન્યાયબિન્દુમાં મુખ્યપણે અનુમાનની જ ચર્ચા છે, અને હેતુબિન્દુમાં હેતુચક્રની પૈઠે મુખ્યપણે હેતુસ્વરૂપની ચર્ચા છે. P હેતુબિન્દુમાં હેતુનું સ્વરૂપ એક જ કારિકામાં નિર્દેશી તે વિશે તેની વ્યાખ્યામાં વિશેષ ઊહાપોહ લખાણથી કરવામાં આવ્યું છે, જ્યારે ન્યાયબિન્દુના ખીજા પરિચ્છેદમાં હેતુના સ્વરૂપ વિશે બૌદ્ધ સિદ્ધાન્તાના સૂત્રરૂપે માત્ર ઉક્તિસંગ્રહ છે, પરંતુ પ્રમાણુવાર્તિકના સ્વાર્થીનુમાન પરિચ્છેદમાં સમગ્ર હેતુબિન્દુમાં લખાણથી ચર્ચાયેલ વિષય પણ ધણા જ લખાણુથી સ્વાપન્નવૃત્તિ સહિત ૩૪૨ કારિકાઓમાં ચર્ચાયેલા છે. હેતુબિન્દુમાં જે ગદ્ય ભાગ છે તે સમગ્ર પ્રમાણવાર્તિકની સ્વાથ્યનુમાનની વૃત્તિમાં આવી જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34