Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 18
________________ હેતુબિન્દુને પરિચય [ ૯૦૧ સ્વાભાવિકપણે જ પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પણ અનેકવિધ પરંપરાઓ ઊભી થતી ગઈ મનુષ્યનું જન્મસિદ્ધ સહજ વલણ શ્રદ્ધાનુસારી હોઈ વારસામાંથી કે પરિસ્થિતિમાંથી જે મળ્યું હોય તેને ચલાવી કે નભાવી લેવામાં જ તે ચરિતાર્થતા અનુભવે છે. આમ છતાં કેટલાક અપવાદભૂત દાખલાઓ એવા પણ બને છે કે તેમાં અમુક પુરુષો વારસામાં મળેલ સંસ્કારેનું ઊંડું પરીક્ષણ કરે છે અને ઘણીવાર એ પરીક્ષાને પરિણામે માત્ર શ્રદ્ધાવી વિચારેની સામે થાય છે ને તેની વિરુદ્ધ ન જ વિચાર મૂકે છે. નવા વિચારની પૃષ્ઠભૂમિકા મુખ્યપણે બુદ્ધિની શુદ્ધિ અને તર્કબળ તેમ જ ચરિત્રબળ હોય છે. જ્યારે શરૂઆતમાં શ્રદ્ધા ઉપર બુદ્ધિ અને તર્ક પ્રહાર કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રદ્ધા જીવી વિચારે બુદ્ધિ અને તર્કવી વિચારેને અવગણે છે; એટલું જ નહિ, પણ નિંદા સુધ કરે છે. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં પહેલાં પણ આ ભૂમિકા પસાર થઈ છે. તેથી જ આપણે બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ બધી પરંપરાએના પ્રાચીન સાહિત્યમાં તર્ક વિદ્યાની નિન્દા સાંભળીએ છીએ. પણ આ ભૂમિકા લાંબે વખત ટકતી નથી. શ્રદ્ધા અને બુદ્ધિ બને છેવટે તો જીવનના અવિભાજ્ય અંગે હેઈ પરસ્પર માંડવાળ કરે છે ને અથડામણ ન થાય તે રીતે પિતાપિતાના વિષષની મર્યાદા આંકે છે. આ જ શ્રદ્ધા અને બુદ્ધિના સમન્વયની ભૂમિકા કહેવાય. એને જ શાસ્ત્રોમાં અહેતુવાદ–હેતુવાદ તરીકે ઓળખાવેલ છે; અને છેવટે બધી પરંપરાઓએ એ બને વાદોને માન્ય રાખી પિોતપોતાની મર્યાદામાં તેના વિષયની સીમા બાંધી છે. આ સમન્વયની ભૂમિકામાં જ્યારે શ્રદ્ધાળવી વિચારકોએ તર્કવિદ્યાની પ્રતિષ્ઠા કરી ત્યારે તેનું પિષણ વધારે થવા લાગ્યું. પછી તે આધ્યાત્મિક કે ભૌતિક બધી જ ધના ક્ષેત્રમાં તર્કવિદ્યાનો પણ અભ્યાસ વચ્ચે અને તેનાં શાસ્ત્રો પણ રચાતાં ચાલ્યાં. કોઈ પરંપરાએ પહેલાં તે કેઈએ પછી, પણ તર્કવિદ્યાના શાસ્ત્રો રચવામાં એવો ફાળો આપે જ છે. પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પ્રાચીન ફાળો મુખ્યપણે ન્યાયપરંપરાના પુરસ્કર્તાઓને જ છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં કે ચરક જેવા શારીરવિજ્ઞાનશાસ્ત્રમાં જે તન્ત્રયુકિતને નામે સંગ્રહ થયો છે તે મૂળમાં મોટે ભાગે ન્યાયપરંપરાને ફાળો છે. પૂર્વમીમાંસક 9. History of Indian Logic, p. 36. ૨. દા. ત. જુઓ સન્મતિ ૩,૪૩-૪૫. ૩. અર્થશાસ્ત્ર ૨૪૧. ( ત્રિવેન્દ્રમ LXXXII) પ્રકરણ ૧૮૦. વિદ્યાભૂષણ : History of Indian Logic, p, 24, ૪. વિમાનસ્થાન, અત્રે ૮. History of Indian Logic p. 28. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34