________________
હ૦૦]
દર્શન અને ચિંતન જે જે વ્યક્તિએ એક કે બીજી બાબતમાં પિતાને કાંઈ પણ ન ફાળે આપે તેવી પ્રતીતિકાર શોધ કરતી તે વ્યક્તિઓની આસપાસ શિષ્યમંડળ અને અનુયાયીમંડળ જામતું અને તેમાંથી તેની પરંપરા સ્થિર થતી. ઘણીવાર એક જ બાબત પર જુદા જુદા બે કે તેથી વધારે ધકેની શેધ પરસ્પર જુદી પડતી અને પરસ્પર અથડાતી પણ ખરી. મૂળ શોધક પિતાની શોધને જ યથાર્થરૂપે પ્રતીતિકર થાય તે રીતે રજુ કરતે, જ્યારે એનું શિષ્યમંડળ એ જ વસ્તુને વધારે તર્કપુરસ્સર સ્થાપિત કરવા અને તેને પ્રચાર કરવા મથતું.
અનુયાયીમંડળ મુખ્ય શોધક અને તેના શિષ્ય પરિવારમાં શ્રદ્ધા કેળવીને જ મુખ્યપણે તે શોધને પોષતું. આમ શોધ, પછી તે મુખ્યપણે પ્રમેય વસ્તુને લગતી હોય કે ચરિત્રને લગતી હોય, તેનું રક્ષણ, સંવર્ધન અને પહેલવન થતું. આવી પ્રવૃત્તિ જ્યાં એક જ પ્રદેશમાં અનેકવિધ ચાલતી હોય ત્યાં શોધકોના વિચારે વચ્ચે અથડામણી થાય એ સ્વાભાવિક છે. આવી અથડામણ મુખ્યપણે બે પ્રકારની જોવામાં આવે છે. એક પરંપરા પૂરતી અને બીજી અન્ય પરંપરાઓ સાથે. જ્યારે જ્યારે પરંપરા પૂરતી શોધને લગતી બાબતમાં ગુરુશિષ્ય વચ્ચે કે બ્રહ્મચારી શિષ્ય વચ્ચે ચર્ચા થતી ત્યારે ત્યારે તે ચય જય કે પરાજયમાં ન પરિણમતાં માત્ર તત્વજિજ્ઞાસાની તૃતિમાં જ પરિણમતી, પણ જ્યારે જ્યારે બીજી પરંપરાઓ સાથે આવી ચર્ચા થતી ત્યારે ત્યારે ઘણીવાર તે જય-પરાજયમાં જ પરિણામ પામતી, અને તે તત્ત્વબુભુત્યુની કશા મટી વિજિગીષની કથા બનતી. જે
કથા ગમે તે હોય, પણ તે જે અમુક નિયમોથી સીમિત હેય તે જ ફળદાયી નીવડે, એટલે સત્યશોધના ઉમેદવારની ચર્ચામાંથી આપોઆપ તેમ જ બુદ્ધિપૂર્વક કેટલાક નિયમે નક્કી થયા; તેમ જ કયું જ્ઞાન પ્રમાણે, કયું અપ્રમાણ, એવાં કયાં અને કેટલા પ્રમાણે માનવાં અને ક્યાં ન માનવાં ઈત્યાદિ વિચાર પણ થવા લાગે. આને પરિણામે એક બાજુથી પ્રમાણુવિદ્યા સ્થિર થતી ગઈ અને બીજી બાજુથી તેની જ અંગભૂત ન્યાય, તર્ક કે આશિકી વિદ્યા સ્થિર થતી ચાલી. આ બન્ને વિદ્યાઓને ઉપગ આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેમ જ ભૌતિક કહેવાતા બધા જ વ્યાવહારિક શાસ્ત્રોમાં થતો રહ્યો. એક તે શોધને વિષયે જ ઘણું, બીજું એક એક વિષય પર જુદી પડતી માન્યતાઓ ઘણી અને એક એક શોધ તેમ જ તેના વિષયનું અમુક અંશે જુદું જુદું નિરૂપણ કરનાર પરંપરાઓ પણ ઘણી. તેથી કરીને
૧. વિશેષ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાષાટિપણે, પૃ. ૧૦૮-૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org