Book Title: Gyanthi Gyannu Bhedgyan
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates નહીં કરે. ગણધર ભગવાનનું બાર અંગનું જ્ઞાન પણ અપૂર્વ નથી. બંધનું કારણ છે. મોક્ષનું કારણ નથી. તે જ્ઞેયનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નથી. જેમ જીવને પરિણામ ન હોય, અકર્તાને કર્મ ન હોય, તે દૃષ્ટિનો વિષય છે. જેમ જગતમાં કોઇ નિમિત્ત નથી, તેમ આ જ્ઞાયકને જગતમાં કોઇ શૈય નથી. સમયસાર ૩૧ ગાથામાં દ્રવ્યઇન્દ્રિયો, ભાવઇન્દ્રિયો અને તેનાં વિષયો ત્રણેયને જ્ઞેય કહ્યા છે. વળી ૪૯ ગાથામાં કહ્યું છે કે: ‘આત્માને ક્ષાયોપશમિક ભાવનો અભાવ હોવાથી ' નિયમસારમાં કહ્યું છે કે, “પરાશ્રિતો વ્યવહાર સ્વાશ્રિતો નિશ્ચય. સઘળોય વ્યવહા૨ અભૂતાર્થ છે. તે નિષેધ કરવા માટે દર્શાવ્યો છે, તેનો તું નિષેધ કરજે. કારણકે તેનું ફળ સંસાર છે. જ્ઞાનનું લક્ષ ૫૨ ઉપર ન હોય; કારણકે તે આત્માશ્રિત છે. ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ આત્મા ઉપર ન હોય; કારણ કે તે જ્ઞેયાશ્રિત છે. માટે તો સમયસાર ૧૪૪ ગાથામાં કહ્યું કે, ૫૨ને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન અને છઠ્ઠુંમન તેને મર્યાદામાં લાવ. (૪) ભેદજ્ઞાન ક્યાં કરવું. અને કેવી રીતે કરવું તે વિધિ દર્શાવનાર પૂ. ભાઈ શ્રી...! "" અનાદિથી વિશેષ અપેક્ષાએ જીવ સમયે-સમયે અજ્ઞાની કેવી રીતે થાય છે? અથવા જ્ઞેયોનો જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિભાસ થાય છે; ત્યારે અજ્ઞાની શું માને છે? સૌ પ્રથમ તો જ્ઞાયક સ્વરૂપ જીવ છે. તેનું લક્ષણ ઉપયોગ બધાને પ્રગટ થાય છે. અને તેમાં સ્વપરની જ્ઞપ્તિ થાય છે. (પ્રતિભાસ થાય છે.) તે જ્ઞાન સ્વચ્છ છે પણ સમ્યક્ નથી અને મિથ્યા પણ નથી. હવે આ શૈયાકાર જ્ઞાનના વિષયભેદે ભેદ પડી જાય છે. જો સ્વને વિષય કરે તો સમ્યજ્ઞાન. ૫૨ને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. પરંતુ આ સ્વ પર પ્રતિભાસ વાળી પર્યાય પ્રમાણજ્ઞાનરૂપ હોવાથી તેમાં અસ્તિ-નાસ્તિ અનેકાંત પ્રજ્ઞા વડે; વિધિ-નિષેધ કરી, નિશ્ચય કાઢવું જોઇએ. અને તો જ તે જિનવચનમાં કુશળ છે. આજ વાત પંચાધ્યાયી ૫૫૮ ગાથા, પ્રવચન સાર ૧૨૪ ગાથા, સમયસાર ૨ ગાથામાં કરી છે. શબ્દનો પ્રતિભાસ બેનો અને લક્ષ એકનું, આ મોહના નાશ માટેનું મંગળસૂત્ર છે. હવે અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે? ૫૨૫દાર્થોનો પ્રતિભાસ દેખીને, તેનું લક્ષ કરી લ્યે છે, તેથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે પોતાની યોગ્યતા અને ગુરુગમે તેને ખ્યાલ આવે છે કે, મને ‘ જાણનારો જણાય છે; ને ખરેખર ૫૨ જણાતું નથી'. આમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. જ્ઞાન પરથી થતું નથી તેમાં પરનું લક્ષ છૂટી જાય છે. અને જ્ઞાન જ્ઞાયકથી પણ થતું નથી તેમાં જ્ઞાયકનું લક્ષ થઈ જાય છે. જે પંચાધ્યાયી કર્તાએ કહ્યું કે જ્ઞાન સ્વ પર પ્રકાશ છે તે અસત્ લક્ષણ છે. ’ (૫ ) જિનાગમની વિશાળતા દર્શાવનાર પૂ. ભાઈશ્રી...! વસ્તુદર્શન ! જૈનદર્શન ! તે વિશાળ છે. શબ્દ તો મર્યાદિત છે. માટે જૈનદર્શનમાં ‘જાણવું’ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 309