Book Title: Gyandhara 04 Author(s): Gunvant Barvalia Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 8
________________ – ડો. અભય દોશી (ડો. અભયભાઈએ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય એ વિષચમાં પીએચ.ડી કરેલ છે. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પીએચ.ડી.ના ગાઈડ તરીકે સેવા આપે છે. અનેક સેમિનાર જેના સાહિત્ય જ્ઞાનસત્ર અને સંમેલનોમાં ભાગ લે છે.) શાનવિમલસૂરિકૃત દશવિધ યતિધર્મ સઝાયઃ સાધુ-શ્રાવકજીવન અજવાળવાની અપૂર્વ માર્ગદર્શિકા જન કવિની પ્રિય તત્ત્વસભર રચનાની વાત આવે ત્યારે મારા ચિત્તમાં આનંદઘનજીની પદાવલીનાં મધુર અને ગૂઢ પદો તો મનોવિશ્વમાં સતત રમે છે. કવિ કહે છે: “અંજલીજલ ક્યું આયુ ઘટત છે, ક્યું જાને હું કર લે ભલાઈ. ઇસ તન મન ધનકી કૌન વડાઈ.” ઉપાધ્યાય યશોવિજયજી મ.ની જીવનપથ અજવાળતી, પ્રેમલજ્યોતિનો પ્રકાશ પાથરતી રચના “ચેતન જ્ઞાન અજુવાળીયે” પણ ચિત્તના ઓરડાને અજવાળે છે. પરંતુ આજે મારા ચિત્તમાં આ પ્રમાણમાં પ્રસિદ્ધ રચનાઓને પ્રેમપૂર્વક હૃદયમાં સ્મરી જ્ઞાનવિમલસૂરિની દશવિધ યતિધર્મ સજઝાયમાં રહેલી અનોખી તત્ત્વસભરતાની વાત કરવી છે. દશવિધ યતિધર્મ એ જૈન સાધુની સાધુજીવનની સાધનાનો અગત્યનો ભાગ છે. જ્યારે મુમુક્ષ દીક્ષા ધારણ કરે ત્યારે પંચમહાવ્રતનો સ્વીકાર કરે છે, તે તેની સંસારથી નિવૃત્તિને દર્શાવનાર છે, એટલે કે સંસાર છોડવારૂપ Negative સાધના છે. તો એ મુમુક્ષેએ એની સાથે જ દશવિધ યતિધર્મની સાધના કરી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિરૂપ Positive સાધના કર્યા વગર કેવળ જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪ શાળવારાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218