Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad
View full book text
________________
સ્વામીજીને એકવાર જીવન સંદેશ આપતા કહ્યું હતું, ‘એક ક્ષણ માટે પણ પ્રમાદન સેવશો. આ પાવન સંદેશનું પાલન પૂજ્યશ્રીજીએ પોતાના જીવનમાં સાંગોપાંગ કરી બતાવ્યું હતું. જીવનની પ્રત્યેક પળ કોઈરચનાત્મક કાર્યમાં અથવા આરાધનામાં વ્યતીત કરનાર પૂજ્યશ્રીજીનો જીવનક્રમ કેવો હતો? રક ઉરહિનચય
પૂજ્ય ગુરુદેવ પ્રાતઃ કાળે ચાર વાગે ઊઠી જતા. જાગીને તેઓ નવકારમંત્રના જાપ, તીર્થકર દેવોનું સ્મરણ, પ્રતિક્રમણ, લેખન, વર્ધમાન વિધા, સૂરિમંત્રના જાપ, નવસ્મરણ પાઠ તથાદેવદર્શન કરતા હતા. પચખાણ પાર કરીઅલ્પાહાર કરતા, ત્યાર પછી શિષ્યો સાથે આવશ્યક વાતચીત કરતા. વંદનાર્થે આવતા ભક્તો સાથે પરિવાર, સમાજ, દેશ તથા ધર્મસંબંધી વાર્તાલાપ કરીને વ્યાખ્યાન આપતા. ત્યારપછી આહારપાગી કરી થોડો આરામ કરતા પછી સાધુઓને વાચના આપતા.
પ્રશ્નોના ઉત્તર આપતા, આવેલા પત્રોની વિગતો જાણી તેના પ્રત્યુત્તર લખાવતા. ધાર્મિક તથા સામાજિક કાર્યો વિષે ચર્ચા-વિચારણા કરતા.
સંધ્યાટાણે આહારપાણી ગ્રહણ કરતા.દેવસી પ્રતિક્રમણ કરતા અને આગંતુકોને ઉપદેશ આપતા અથવા તેમના પ્રશ્નોના ઉત્તર આપતા. રાત્રિનો એક પ્રહર વીત્યા પછી સંથારા પોરસી કરતા.
આહારમાં પૂજ્યશ્રીજી દવા સહિત માત્ર દસ પદાર્થો જ ગ્રહણ કરતા. ક્યારેક પાંચ પદાર્થોથીજચલાવી લેતા. આઠમ તથા ચૌદશનારોજ ઉપવાસ કરતા. પૂર્ણિમા તથા અમાવસ્યા ઉપરાંત બીજ, પાંચમ અને અગિયારસના દિવસે એકાસણું કરતા. શારીરિક કારણ સિવાય હંમેશાં પોરસી કરતા. એક કાર્યનો આરંભ કર્યા પછી તેને પૂર્ણ કરીને જ બીજું કાર્ય ઉપાડતા. ક્ષેત્રનો વિચાર કરીને જ પોતાની પ્રવૃત્તિનો વિકાસ કરતા. સતત કાર્યશીલ રહેવાના કારણે જ તેઓ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા હતા.
નિયમિતતા, શિસ્તપાલન, ધર્મધ્યાન, ઉપાસના તથા સમયની કદર કરી પોતાના જીવનની પ્રત્યેક પળનો સદુપયોગ કરી પૂજ્યશ્રીજી મહાનકર્મયોગી બન્યા હતા. એક અસામાન્ય અદ્વિતીય યોગદાન તેમણે જૈન ધર્મ તથા સમાજના ઉત્કર્ષમાં આપ્યું છે. પૂજ્યશ્રીજી જેવા મહાનકર્મયોગીની જીવન ચર્યા સૌ ભકતો માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે. કોક દ્રઢ મનોબળ
જેવ્યક્તિનું મનોબળ અડગ હિમાલય જેવું સુઢ અને મજબૂત હોય છે, જેનો આત્મા પોલાદ જેવું સામર્થ્ય ધરાવે છે, તેવી વ્યક્તિ શારીરિક નિર્બળતાકે વૃદ્ધાવસ્થા જેવા પરિબળો સામે શરણાગતિ સ્વીકારતી નથી. પૂજ્ય ગુરુદેવે ઈ.સ. ૧૯૫૦માં જ્યારે પાલનપુરમાં ચાતુર્માસ કરેલો, ત્યારે તેમની આંખનાંમોતિયાનું ઓપરેશન થયું હતું. તે સમયે વૈજ્ઞાનિક ઉપકરણો તથા દવાઓની સીમિતતાના કારણે પૂજ્યશ્રીજીની આંખોની રોશની નહીંવત થઈગઈહતી. ઉપરાંત તેમની ઉંમર પણ ૮૦ વર્ષની થઈ ચૂકી હતી, પરંતુ દૃઢાગ્રહી, મક્કમ મનોબળ ધરાવતા પૂજ્ય ગુરુદેવની ભાવના હતી કે પાલિતાણાની યાત્રા કરવી છે!અને એ દ્દઢ સંકલ્પ તેમણે પૂર્ણ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 172