Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ કૃપાથી મને પરમ આત્મસંતોષ થયો” વિ.સં. ૧૯૫૩માં પૂજ્યશ્રીજીનો મેળાપ એકતવાદી, વાદ-વિવાદમાં નિપાગ ગાગાતા ૫૫ખાના નામના ગામના શિક્ષક સાથે થયો. આશિક્ષક બંધુએ ઘાગા સાધુઓને વાદ-વિવાદમાં પરાજિત કર્યા હતા, પરંતુ પૂજ્યશ્રીજી કંઈઅધૂરા જ્ઞાનથી છલકાતા કાચા ગઢા નહોતા. શિક્ષક મહોદયના જાત ભાતના પ્રશ્નોના ઉત્તર તેમણે પ્રમાણ સાથે આપ્યા. તેમની શંકાઓનું નિરાકરાગ કર્યું અને શિક્ષકબંધુતેમના તલસ્પર્શી જ્ઞાન સમક્ષ મૂકી ગયા. - પંજાબના એક ગામના વતની બાબુ ગૌરીશંકર નાસ્તિકતાના રંગે રંગાઈ ચૂક્યા હતા. તેમને જ્યારે પૂજ્ય ગુરુદેવ સાથે સત્સંગની તક સાંપડી, ત્યારે તેમની નાસ્તિકતા દૂર થઈ ગઇ. પાલનપુરમાં પણ એક એવા જૈન ભાઈ હતા, જે કદીપણ દેવદર્શન જતા. વ્યાખ્યાનમાં ન જતાકે નતો એમને ધર્મમાં શ્રદ્ધા હતી. એ ભાઈપણ પૂજ્યશ્રીજીના પરિચયમાં આવતા પરમ આસ્તિક થઈ ગયા હતા. પૂજ્યશ્રીજીના જીવનમાં આવા ઘણા પ્રસંગો છે. પૂજ્યશ્રીજી જૈન દર્શન ઉપરાંત હિંદુ ધર્મ, ઇસ્લામ તથા અન્ય ધર્મોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા. વિ.સં. ૧૯૯૭ના સિયાલકોટના ચાતુર્માસ દરમ્યાન તેમના ભક્તોને માન આપી, જન્માષ્ટમીના તહેવાર પર પૂજ્યશ્રીજીએ હિંદુ મંદિરમાં જઈયોગેશ્વર શ્રીકૃષ્ણ વિષે મનનીય પ્રવચન આપ્યું હતું. એકવાર ગુરુદ્વારાના રોકાણ દરમ્યાન શીખ ભક્તોને તેમાગે ગુરુનાનકના સિદ્ધાંતો સમજાવ્યા હતા. ઘણીવાર તેમણે માનવધર્મ, અહિંસા, વ્યસનમુક્તિ તથા રાષ્ટ્રભાવના પરચોટદાર હૃદયસ્પર્શી વ્યાખ્યાનો આપ્યાહતા. કેવળ પ્રભાવી વકતૃત્વકલા જ્ઞાનના ઊંડાણ વિના, તલસ્પર્શી અભ્યાસ, મનન ચિંતન વિના પાંગળીને અલ્પજીવી નીવડે છે. પૂજ્ય ગુરુદેવ અગાધ તલસ્પર્શી જ્ઞાનના સ્વામી હતા. મૌલિક ચિંતનમનન દ્વારા જ્ઞાનમાં તેજસ્વિતા પ્રગટી હતી. તેમની વાતમાં સંવેદનાને પ્રભાવ રહેતા. અને એટલે જ એમનાં પ્રવચનો હૃદયસ્પર્શી પ્રભાવશાળી પરિણામજનક સિદ્ધ થતાં હતાં. કર્મવાદના સિદ્ધાંતને પ્રાધાન્ય આપતા જૈન ધર્મના સાધુ ભગવંતોની જીવનશૈલી તથા દિનચર્યા અત્યંત કઠિન દુષ્કર હોય છે. સામાન્યતઃ પઢને પ્રાતઃકાળના સમયે મોટાભાગના લોકોમીડી નિદ્રામાં પોઢીમસ્તીમાણતા હોય છે, જ્યારે જૈન સાધુ ભગવંતોકડકડતી શિયાળાની ઠંડીમાં પણ એવા સમયે વહેલા ઊઠી ખુલ્લા પગે પાદવિહાર કરતા હોય છે. આ તો તેમની તિતિક્ષાનું એક ઉદાહરાગ છે. દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીની સહનશીલતાની કલ્પના આવે છે, કે જેમણે લગાતાર બાર વર્ષ સુધી સતત ટાઢ તડકો તથા વરસાદનું કષ્ટ વેઠીને ધ્યાન અવસ્થામાં તપ કર્યું હતું? સાધુ ભગવંતોની લોચની ક્રિયા પણ ધીરજની આકરી કસોટી લેનારી હોય છે. બહુમુખી પ્રતિભાના સ્વામી પૂજ્યશ્રીજીનાસાગોના ઉત્કૃષ્ટ વિકાસ પાછળ તેમની અત્યંત વ્યસ્ત તથા કઠિન દિનચર્યા જવાબદાર હતી. એક આદર્શ શ્રમણનું જીવન કેવું હોવું જોઈએ, તેણે સમયની ક્ષણ ક્ષણનો ઉપયોગ શી રીતે કરવો જોઈએ તેની પ્રેરણા પૂજ્ય ગુરુદેવની દિનચર્યામાંથી પ્રાપ્ત થાય છે. શાસન શિરોમણિ સર્વજ્ઞ, સર્વવ્યાપી પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીએ ગણધર ગૌતમ ( ૫ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 172