Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ પૂજ્યશ્રીજી તે સામગ્રીને સુંદર રીતે સજાવી તૈયાર કરી આપવાની જવાબદારી નિભાવતા હતા. દીક્ષા પ્રાપ્ત કર્યો હજુ બે વર્ષ પણ પૂજ્યશ્રીજીને થયા નહોતા, ત્યાં જ તેમને મહેસાણાના જ ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય આત્મારામજી મ.સા. દ્વારાદીક્ષા પ્રાપ્તિની ભાવનાથી આવેલા ઝિંઝુવાડાના દીપચંદભાઈ, દસાડાના વર્ધમાનભાઈ, પાટાગના વાડીલાલભાઈ તથા અમદાવાદના મગનભાઈ આ ચાર જણાને ભાગાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પૂજ્યશ્રીજી આદીક્ષાવાંચ્છુઓને જીવ વિચાર” “નવતત્ત્વાદિપ્રકરણ’ તથા વ્યાકરણ ભણાવતા હતા. એટલે આપણા ચારિત્રનાયકે ખૂબ જ ટૂંકાગાળામાં સ્વયં વિદ્યાર્થી રહેવાની સાથે સાથે એક શિક્ષકની પણ ક્ષમતા કેળવી લીધી હતી એમ માનવું પડે. સમયાંતરે સૌ ગુરુભગવંતો સાથે વિહાર કરતા પૂજ્યશ્રીજી બાલી (રાજસ્થાન) પહોંચ્યા. બાલીના ભાવિકોએ પૂજ્ય આત્મારામજી મ.સા.ને ધર્મ સંબંધી જ્ઞાનની બેવાતો કહેવા વિનંતી કરી. પૂજય આત્મારામજી મ.સા. તો પારખુ ઝવેરી હતા. આપણા ત્યાગી ચારિત્રનાયકમાં તેમને પંજાબના ઉધ્ધારક અનુગામીના લક્ષણ જણાતાં હતાં. એટલે તેમને ધર્મપ્રચાર માટે ઝડપથી સરસ રીતે તૈયાર કરવા ઈચ્છતા હતા. તેમણે આપાણા ચારિત્રનાયકને ઉપસ્થિત ભક્તજનોને નાનકડું વ્યાખ્યાન આપવા આદેશ કર્યો. પૂજ્યશ્રીજીએ બાલીમાં સૌ પ્રથમવાર નાનકડું પ્રભાવી પ્રવચન આપ્યું. તેમની વસ્તૃત્વકલાથી ઉપસ્થિત ભાવિકો તથા પૂજ્ય આત્મારામજી મ.સા. ખુશ થયા. સંજોગોવશાત્ આપણા ચારિત્રનાયકનું તેમના ગુરુદેવશ્રી હર્ષવિજ્યજી સાથે પાલીમાં ચોમાસું થયું. અહીંયા તેમણે ઘણીવાર વ્યાખ્યાન આપવાની જવાબદારી વહન કરી. ધીરે ધીરે તેમની પ્રવચન શૈલીમાં નિખાર આવવા લાગ્યો. પર્યુષાગના પર્વમાં કલ્પસૂત્રનું વાંચન પાગ તેમણે સુંદર રીતે કર્યું. આચાતુર્માસરમ્યાન જ્ઞાની, બાની, પુરુષાર્થ પ્રેમી ગુરુજી શ્રીહર્ષવિજ્યજી મ.સા. પાસેથી આપાણા ચારિત્રનાયકે “આત્મપ્રબોધ' તથા 'કલ્પસૂત્ર'નીસુબોધિકાટીકાનો અભ્યાસ પણ કરી લીધો. ‘ચંદ્રિકા’નો અધૂરો અભ્યાસ પણ અહીં પૂર્ણ કર્યો. પૂજ્યશ્રીજીએ ‘અમરકોશ' પણ કંઠસ્થ કરી લીધો. અહીંયા જ અમરદત્ત નામના જ્યોતિષી પાસેથી જ્યોતિષ શાસ્ત્રની સારી જાણકારી પણ પ્રાપ્ત કરી લીધી. આમ પૂજ્ય ગુરુદેવે જ્ઞાન-ઉપાસનાની દ્રષ્ટિએ ચાર પાંચ વર્ષમાં જ મજબૂત પાયો નાખી દીધો. ત્યારબાદ પણ પોતાની દિનચર્યામાં પૂજયશ્રીજીએ ધાર્મિક અભ્યાસ માટે સમયનું આયોજન કરી, ધીરે ધીરે જૈન ધર્મના પાયાના સઘળા સિદ્ધાંતો ઉપરાંત સનાતનધર્મ, ઇસ્લામ ધર્મ, આર્યસમાજ વિશે તથા અન્ય દર્શનોની તલસ્પર્શી અભ્યાસ કરી લીધો. પૂજ્યશ્રીજીની આજ્ઞાન ઉપાસનાને જ્યારે ચિંતન,મનનના જળ સિંચાયાં, ત્યારે પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વમાં અનોખો નિખાર આવ્યો. તલસ્પર્શી જ્ઞાન એ જમાનામાં ધાર્મિક બાબતો પર વાદ-વિવાદ ખૂબ થતા. આવા વિવાદોથી લોકો ગેરમાર્ગે ન દોરાય તથા ધર્મના સત્ય સિદ્ધાંતોની હાનિ ન થાય એ માટે અનિચ્છાએ પણ ઘણીવાર પૂજ્યશ્રીજીને વાદ-વિવાદમાં ઉતરવું પડતું. પંજાબમાં તે સમયે સ્થાનકવાસી સાધુઓનો પ્રભાવ વધુ હતો. એકવાર ત્યાં સ્થાનકવાસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 172