Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના ગુજરાતમાં જ નહિં પશુ દેશભરમાં ભાષા-સાહિત્યના અભ્યુદય અર્થે પ્રાંતીય ભાષા સાહિત્યની સંસ્થા એ સ્થપાએલી છે, તેમાં “ગુજરાત વનાક્યુલર સાસાઇટી,” જે કે અપ્રસ્થને નહિ તેાપણ સાથી પુરાણી છે, અને તેનો કાર્ય પ્રદેશ પણ કઈક વિશિષ્ટતા ધરાવે છે. સાસાઈટી એકલું સાહિત્ય પ્રકાશનનું કાર્ય કરતી નથી; પણ સાથે સાથે કેળવણી અને જ્ઞાનપ્રચારનું કાય કરે છે, એટલું જ નહિ, પણ શહેરની ઘણીખરી સાનિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન થઈ પડે છે. વળી તેના લવાજમના પ્રમાણમાં આજીવન સભાસદોને એવેશ માટે લાભ અપાય છે કે એથી સા કોઇ કિત થાય છે; અને તેને પ્રજા તરફથી ળવણી અને વિદ્યાવૃદ્વિની સંસ્થાએના નિભાવ, કેળવણીના ઉત્તેજત સારૂં ઇનામ, સ્કોલરશીપે! વગેરે સ્થાપવા અને પુસ્તક પ્રકાશન અર્થે ૧૬૨ ટ્રસ્ટ કુંડા આશરે સાડા છ લાખ રૂપિયાનાં સુપ્રત થયેલાં છે, એ તેની પ્રતિષ્ઠાની તેમ લોકવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. ગુજરાતની ઘણીખરી જાણીતી અને આગેવાન વ્યક્તિ તેના કા કો તરીકે કે આધ્વન સભાસદ તરીકે સોસાઈટી સાથે સબંધ ધરાવે છે અને શિક્ષિત તથ! લેખક વર્ગમાંથી એટલી મ્હોટી સ ંખ્યા મળી આવશે કે જેમણે એક વા અન્ય પ્રકારે સાસાટીના પ્રકાશન અને પ્રચારકામાં કંઈ તે કઈ હિસ્સા કે મદદ આપેલી માલમ પડશે. નામદાર સરકારે પણ પ્રસંગેાપાત્ જેમકે હિમાભાઈ ઈન્સ્ટીટયુટ માટે જમીન, મહેસુલ ક્રી અને સાસાઈટીના હાલન! મકાન માટે સરિયામ રસ્તાપરની મેાખરાની જમીન, નામના ભાડે, આપવા મેહેરબાની કરી હતી તેમ બીજી રીતે પણ ઉત્તેજન આપ્યું હતું, તેની વિગત પ્રસ્તુત ઇતિહાસમાંથી મળશે અને સન ૧૯૧૦ થી તા તેના સાર્વજનિક અને સાહિત્યના કાને ઉત્તેજન તરીકે સાસાટીને વાર્ષિક રૂ. ૫૦૦/ ની ગ્રાન્ટ આપવા ઉદારતા બતાવી છે. સોસાઇટીને વૃત્તાંત જાણવા સારૂ વખતોવખત પૃષ્ઠપરછ થયા કરતી હતી, અને નવી પ્રજામાંના ઘણા યુવકોને તેના બંધારણ, કાં અને પાછãા ઇતિહાસ વિષે પુરતી માહિતી નથી, તેમ સાસાઇટીના ઇતિહાસ લખાય એવી એના કેટલાક શુભેચ્છકે!ના અંતરમાં લાંબા સમયથી ઈચ્છા થયા કરતી હતી. તે પરથી કારાષ્ઠારી કમિટીએ ગયે વર્ષે સાસાઈટીને ઇતિહાસ લખવાનું કાય મને સોંપ્યું હતું.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 300