Book Title: Granth Ane Granthkar Pustak 05
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના ગુજરાતી ભાષાના કેાશે। વિષે બને તેટલી સંપૂર્ણ હકીકત એકઠી કરી . એક વિસ્તૃત લેખ, એ કાર્ટીમાં, જેમનું જીવન ઘણુંખરૂં વ્યતીત થયલું છે, તે, ઈંગ્રેજી ગુજરાતી સ્ટાન્ડર્ડ ડિક્ષનેરીના પ્રયેાજક શ્રીયુત વિઠ્ઠલરાય ગેાવનપ્રસાદ વ્યાસે, લખી આપ્યા છે તે માટે તેમને હું અત્યંત આભારી છું. મારા ઉદ્દેશ તે ગુજરાતી કોશનું સ`પાદન કાર્ય કેમ થવું ઘટે, તેની રચનામાં આવશ્યક સાધને ક્યાં ક્યાં છે ? તેમાં શી શી અડચણા નડે છે, તે માટે કેવી તૈયારી હાવી જોઇએ ? અગાઉ જુના કાળમાં કાશ લખાતા તેનું ધેારણ શું હતું અર્વાચીન કાશ જીની પદ્ધતિથી ક્યાં જુટ્ઠા પડે છે ? અને એક આદર્શો કાશ કેવા હેાય, એ સઘળા મુદ્દાએ ચા લેખ તૈયાર કરાવવાના હતા અને એક મિત્રને તે કાર્ય સાંપ્યું પણ હતું. તેની ભૂમિકા તરીકે પ્રસ્તુત લેખ ઘણા ઉપયેાગી થશે. છેલ્લાં સે સવાસે વર્ષમાં ગુજરાતી ભાષામાં હારા પુસ્તકો પ્રગટ થયલાં છે, તેમાંથી જે મહત્વનાં અને કિંમતી લાગ્યાં તેની સાલવારી આપવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. એ સાલવારી સાહિત્યના અભ્યાસીને કેટલીક રીતે ઉપકારક થઈ પડશે. શ્રીયુત બચુભાઈ રાવત તે ગ્રંથ અને ગ્રંથકાર ” કુમાર કાર્યાંલયનું એક પ્રકાશન હોય એવી મમતાથી તેમાં હમેશાં સહાયતા આપતા રહ્યા છે; તેમજ તે માટે જે લેખ હર વખતે લખી આપે છે, તે થાડા મૂલ્યવાન હેાતા નથી. શ્રીયુત દેશળજી પરમાર નવા કવિએમાં આગળ પડતા છે; અને એમની કાવ્યમીમાંસા હંમેશ ગંભીર અને મનનીય માલુમ પડે છે. વર્ષની ઉત્તમ કવિતાની એમની પસંદગી, એટલી જ કાળજીથી અને વિવેકપૂર્ણાંક થયલી જોવામાં આવશે. લેડી વિદ્યાબહેન, આ પ્રકાશનમાં સક્રિય રસ લઈ રહ્યાં છે, એ એમના દરેક ગ્રંથના પરિચયના લેખ પરથી લક્ષમાં આવશે. હું ઇચ્છું છું કે આવા સહૃદયી સહાયકાના સહકાર આ ગ્રંથના સંપાદનમાં મતે વધુને વધુ મળતા રહે ! ગુ. વ. સાસાટી, અમદાવાદ, તા. ૨૧-૯-૧૯૩૪ હીરાલાલ ત્રિ. પારેખ સંપાદક

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 326