Book Title: Granth Ane Granthkar Pustak 05
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 11
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ નાના ડાયરા જામી રસાકસીભરી સાહિત્ય ચર્ચા થતી તેના ઉદાહરણરૂપ લાગણી શબ્દ કેવી રીતે પસંદ કરવામાં આવ્યે તેને વૃત્તાંત આપ્યા હતા. કવિએ એમનું આભ ચરિત્ર થા ુક-લખી રાખીને એ ઉણપ કાંઈક અંશે પૂરી પાડેલી છે; અને આ શતાબ્દીના વર્ષમાં એ આત્મવૃત્તાંતનું પુસ્તક, સટીક અને ઉપયુક્ત પરિશિષ્ટ સહિત, જાણીતા “ગુજરાતી” સાપ્તાહિકના તંત્રી, નટવરલાલે પ્રસિદ્ધ કરી, એ પત્રે કવિ નર્મદનું ઘણુંખરૂં લખાણ પૂર્વ ઉપલબ્ધ કરી આપ્યું છે, તેમાં અપૂર્વ ઉમેરા કર્યો છે, એમ કહેવું પડશે. સન ૧૯૩૩માં કવિ નદને જન્મ થયે સેા વર્ષ પૂરાં થતાં હતાં; અને આપણા એ યુનિર્માતાની શતાબ્દી ગુજરાતી પ્રજાએ યેાગ્ય રીતે અને કૃતજ્ઞતાપૂર્વક ઉજવવી જોઈ એ, એવા સંકલ્પ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ અને આપણા એક પ્રતિભાશાળી અને આગેવાન લેખક શ્રીયુત કનૈયાલાલ મુનશીએ જેલમાં રહે રહે કરી, તે સારૂ એક સુંદર કાર્યક્રમ યેાજ્યા હતા; શ્રી કનૈયાલાલ મુનશીનેા સંકલ્પ એટલે રા. ચંદ્રેશ કરના શબ્દોમાં કહીએ તેા કાર્ય સિદ્ધિ, અને જે પ્રમાણે એ ઉત્સવ ગુજરાતમાં સ્થળે સ્થળે ઉજવાયા તે જોઇને આપણે કહી શકીએ કે તે એના પ્રયે!જકની કાર્ય કુશળતાની સાક્ષીરૂપ છે. એ નિમિત્તે જે સાહિત્ય પ્રકટ થયું છે, તે પણ એ પ્રસંગને શેાભતું, વિધવિધ દૃષ્ટિવાળુ અને માહિતીપૂર્ણ જણાયું છે, નર્મદ શતાબ્દી સમિતિએ પ્રસિદ્ધ કરેલ નદ શતાબ્દી સ્મારક ગ્રંથ અને નદ ચિત્રાવળી, અને ગુજરાત સાહિત્ય સભાએ, શ્રીયુત વિશ્વનાથ મગનલાલ ભટ્ટ પાસે લખાવેલું ‘વીર નર્મી'નું પુસ્તકં, કવિ જીવનપર સારા પ્રકાશ પાડે છે અને કવિની કીર્તિને ઉજ્જવળ કરતાં એ પ્રકાશને એ મહાન પુરુષને ઉચિત અને ભાવભરી અંજલિ અર્પે છે. એ અવસર સારૂ શ્રીયુત મુનશીએ એક લેખ લખવા માંડયા પણુ એમની મનની સ્થિતિ એટલી ઉત્કટ લાગણીવાળી, કવિના વિચારામાં તલ્લીન બની રહી હતી, કે એ લાગણીના પ્રવાહમાં ખેચાઈ, એમાંથી અનાયાસ એક પુસ્તક તૈયાર થઇ ગયું; અને એ પુસ્તકમાંથી થોડીક વાનગી આપણને પ્રાપ્ત થયલી છે. સદરહુ પુસ્તક બહાર પડે કવિ નદ અને નદ યુગ વિષે તે મનનીય થઇ પડશે, એ વિષે અમને શંકા નથી. કરસનદાસ મૂળજી જાતના કપાળ વિણક હતા; ન્હાનપણમાં અનાથ થઈ પડયા હતા; પણ સ્વાશ્રયથી આગળ વધી સારી પ્રતિષ્ઠા અને આબરૂ ર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 326