Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય – એકઝલક * યુગદર્શી, બહુશ્રુત, કાન્નદ્રષ્ટા પૂજ્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાના ફલસ્વરૂપ આજથી લગભગ સાડા આઠ દાયકા પૂર્વે સ્થપાયેલી સંસ્થા. જ ઉચ્ચ શિક્ષણની વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસવાંછુ તેજસ્વી અને જરૂરિયાતમંદ જૈન સમાજના વિદ્યાર્થીઓને લોન-સ્કોલરશિપ દ્વારા આર્થિક સહાય. * મુંબઈ, અંધેરી(મુંબઈ), અમદાવાદ, વડોદરા, વલ્લભવિદ્યાનગર, ભાવનગર, અને પુના એમ સાત શાખાઓમાં સંસ્થાનું ક્રમશઃ વિસ્તરણ. * થોડાંક વર્ષથી અમદાવાદ ખાતે કન્યા છાત્રાલયના શુભારંભ દ્વારા કન્યાકેળવણીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન. વિદ્યાર્થીનું સંસ્કારઘડતર અને ચારિત્રઘડતર થાય એ માટે ધાર્મિક અભ્યાસ, જિનાલય, સમૃદ્ધ પુસ્તકાલય, રમતગમત અને અન્ય - સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સુવિધા. * ઈજનેરી, તબીબી, વાણિજ્ય, સાહિત્ય-શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં તેજસ્વી કારકિર્દી બનાવનાર, વિદ્યાલયમાંથી અભ્યાસ કરીને બહાર આવેલો આશરે દશ હજાર વિદ્યાર્થીઓએ દેશવિદેશમાં પ્રાપ્ત કરેલી નોંધપાત્ર સિદ્ધિ અને પ્રતિષ્ઠા. સંસ્થાની વિકાસયાત્રામાં અનેક શ્રેષ્ઠીઓ, દાનવીરો, કેળવણીકારો અને સેવાભાવી કાર્યકરોનું અમૂલ્ય યોગદાન. * વિદ્યાપ્રસારના કાર્યની સાથે જૈન સાહિત્ય અંગેની મૂલ્યવાન પ્રકાશન-પ્રવૃત્તિ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી અને દર્શનપ્રભાવક શ્રુતસ્થવિર પ્રવર્તક મુનિશ્રી જંબુવિજયજી મહારાજ દ્વારા સંપાદિત જૈન આગમ ગ્રંથમાળાનું પ્રકાશન. * શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત જૈન ગૂર્જર કવિઓની શ્રી જયંત કોઠારી દ્વારા સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના ૧થી ૧૦ ભાગનું પ્રકાશન. * સંસ્થાના જિનાગમ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે યોજાતા જૈન સાહિત્ય સમારોહો, પરિસંવાદો. સંસ્થાની રજત, સુવર્ણ, હીરક અને અમૃત જયંતીના અવસરોએ મૂલ્યવાન સ્મૃતિગ્રંથોનું પ્રકાશન, તે-તે મહોત્સવોની ઉજવણી અને વિવિધ યોજનાઓનું અમલીકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130