Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi Author(s): Kantilal B Shah Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 7
________________ સાર્થક શ્રમને ઉમળકાભર્યો આવકાર જ્ઞાનના ક્ષેત્રે બહુ ઉપયોગી કે અલ્ય ઉપયોગી કોઈપણ પ્રયત્ન થતો હોય તો તે નિતાંત આવકારવાલાયક છે. આમે આ ક્ષેત્રમાં કામ કરનારા વિરલા જ હોય છે. બહુ માથાકૂટિયું, નીરસ અને મોડેમોડે વળતર આપે તેવું આ ક્ષેત્ર ગણાય છે. તેમાંય આ છેલ્લાં વર્ષોમાં જે રીતે માણસજાત અર્થ અને માત્ર અર્થ પૈસો)ની નાગચૂડમાં ફસાતી જાય છે તેમાં તેને એ અર્થલાલસાની પૂર્તિ જ્ઞાનક્ષેત્ર દ્વારા થઈ શકશે તેવું ભાગ્યે જ લાગે. તેથી તે આ ક્ષેત્ર તરફ મીટ પણ માંડ માંડે છે. એવા સમય-સંયોગમાં આ પુસ્તકને આવકારતાં ઉમળકો આવે છે. થયેલા એક નાના જ્ઞાનના ઓચ્છવને અને તે નિમિત્તે, તે પ્રસંગે ઉપસ્થિત વિદ્યારસિક શ્રોતાવર્ગ પાસે જે તે ક્ષેત્રની ઉપયોગી વાતો - અનુભવના રસથી તારવેલી વાતોને પુસ્તકાકારે પ્રકાશિત કરવાથી તે અનેક વિદ્વાનો સુધી પહોંચશે અને તેના દ્વારા તે-તે કાર્યોમાં થતી ક્ષતિઓનું પુનરાવર્તન નહીં પણ નિવર્તન થઈ શકશે. શ્રી જયંતભાઈએ એમની જિંદગીમાં વિદ્યાના ક્ષેત્રમાં સતત કામ કર્યું છે. અનેક રીતે ગુજરાતી ભાષાના સાહિત્યમાં નોંધ લેવી પડે તેવું પ્રદાન કર્યું છે. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જ્યાં સુધી નિસ્બત છે ત્યાં સુધી શ્રી મોહનલાલ દ. દેશાઈ સંપાદિત “જેન ગૂર્જર કવિઓની ગ્રંથમાળાનું સંવર્ધિત સંપાદનનું એમનું કામ ચિરકાળ સુધી યશસ્વી રીતે સ્મરણીય બની રહેશે. તેમની ચીવટ, ચોકસાઈ ને કાળજી તો કહેવતરૂપ બની ગયેલી છે. અહીં પણ વાચકો જોઈ શકશે કે પૃ.૪૫ ઉપરથી શરૂ થતા લેખમાં હસ્તપ્રતોની મુદ્રિત સૂચિઓ પરત્વે તેઓએ કેવું સુંદર માર્ગદર્શન કરાવ્યું છે જેના વડે કોઈકને નવી સૂચિ બનાવવી હોય તો આ દોરવણી ખૂબ જ ઉપયોગી નીવડી શકે. આ સાથે હસ્તપ્રતભંડારો-જ્ઞાનમંદિરોની શ્રી કાન્તિભાઈ બી. શાહ દ્વારા અપાયેલી સૂચિ પણ સંશોધનક્ષેત્રે કામ કરવા માગતા સૌને માટે ઘણી જ ઉપયોગી બની રહેશે. - આ રીતે પરિસંવાદના નિબંધો, વક્તવ્યો પુસ્તકાકારે પ્રકાશિત થતાં રહે તો વર્તમાન અને તે પછીની આ વિદ્યાના ક્ષેત્ર સાથે કામ પાડનાર પેઢીને સ્થિર અજવાળું પાથરનાર દીવડા મળતા રહેશે. અને તેમાં જ આના કથન-સંપાદન અને પ્રકાશનના શ્રમની સાર્થકતા પ્રદ્યુમ્નસૂરિ વિજયાદશમી વિ.સં. ૨૦૫૪ આંબાવાડી, અમદાવાદ ૩૮૦ ૦૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130