________________
(આપણો આદર્શ) શ્રી પુણિયા શ્રાવક જેવું સામાયિક, શ્રી ધન્ના અણગાર જેવું તપ, શ્રી અભયકુમાર જેવી ધર્મબુદ્ધિ, શ્રી કયવન્ના શેઠ જેવો સદાચાર, શ્રી ગૌતમસ્વામી જેવી ગુરુભક્તિ, શ્રી મહાવીર પ્રભુ જેવી ક્ષમા, શ્રી સુદર્શન શેઠ જેવું બ્રહ્મચર્ય, શ્રી જગડુશાહ જેવી ઉદારતા, શ્રી તુલસા જેવું સમ્યગ્દર્શન.
નરસિંહ મહેતાજી કહે છે કે, “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;” કર્તવ્યને રૂડી રીતે કરવું. તે તો પોતાના અધિકારમાં છે, પરંતુ તે કર્મ કર્યા બાદ તેમાં સફળતા મળે કે ન મળે તે તમારા અધિકારમાં નથી.આટલું સમજાય તો સાધક સાચો વૈષ્ણવજન બની જાય છે. “પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.”
ભાવના સે સૂર્તવ્ય વડ હૈ. - આ બાબત સત્કર્મની, આચરણ અને ચારિત્રની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા બતાવે છે. શ્રી પુનિત મહારાજ કહે છે, “રહેવું સંસારમાં, મનુષ્ય અવતારમાં,
જળ અને કમળની જેમ રાખો; પાળું નિજ ધર્મને, કરું સત્કર્મને,
ફળ તણી આશથી દૂર રાખો.” આમ, સંતો આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે. મોક્ષમાર્ગને એટલે આત્માની પવિત્રતાને પામવાના અનેકવિધ સાધનોમાં નિષ્કામ કર્મયોગ પણ એક મહત્ત્વનું સાધન છે. નિષ્કામ (અનાસક્ત) કર્મયોગ દ્વારા સાધક પોતાની સત્પાત્રતા વધારતો જાય છે. આવો સત્પાત્રતા પામેલો સાધક જ્યારે સદગુરુનો આશ્રય ગ્રહણ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે ત્યારે ક્રમે ક્રમે કર્મોનો નાશ કરીને આત્મજ્ઞાન, આત્મસમાધિ, નિર્વિકલ્પ સમાધિ અને અંતે નિર્બીજ સમાધિ દ્વારા સર્વ કર્મોનો નાશ કરી પરમાત્મપદની પ્રાપ્તિ કરી લે છે, જે આપણા સૌનું પણ અંતિમ ધ્યેય છે.
|| ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ |.
( સાધનામાર્ગ ) જ્ઞાનદૃષ્ટિને ઉજ્જવળ બનાવવી. મોહના સંતાપને દૂર કરવો. ચિત્તની ચપળતા પર કાબૂ મેળવવો.
ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ કરવી • ઉપશમ અમૃતનું સદા પાન કરવું.
સાધુપુરુષોના ગુણગાન ગાવા. દુર્જનોના કડવા વચન સહન કરવાં. સજ્જનોને સન્માન આપવું. મધુર અને હિતકારી સત્ય વચન બોલવું. સમ્યગદર્શનની તીવ્ર રુચિ જગાડવી. પ્રભુ-ગુરુનું શરણ ગ્રહણ કરવું. સર્વ જીવ સાથે મૈત્રીભાવ રાખવો. ગુણવાન પુરુષો પ્રત્યે પ્રમોદ ધારણ કરવો. દીન-દુ:ખી પ્રત્યે કરુણા રાખવી. પોતાના દુષ્કૃત્યોની નિંદા કરવી. પરનિંદાનો ત્યાગ કરવો. આત્મધ્યાનમાં સ્થિર બનવું.
પ્રેષક : ગુલાબચંદ ધારશી રાંભિયા,
૮ |
દિવ્યધ્વનિ
મે - ૨૦૧૧]