________________
વસ્તુની ક્ષીણતા અને કનિષ્ઠ વસ્તુનો ઉદય હોય છે. પંચમકાળમાં શીલવાન મનુષ્યો ઓછા દેખાય છે. આજે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે લોકોને રસ નથી. લોકોને ગમે તેવું નહિ પણ ભગવાને કહ્યું છે તેવું કહેવું જોઈએ. કોઈપણ ધર્મક્રિયાનું લક્ષ આત્માના પરિણામોની શુદ્ધિ હોવું જોઈએ. આજે વ્યાકુળતા વધારે તેવા સાધનો વધતાં જાય છે. સમાજમાં જેની પાસે પૈસા છે તે મોટા ગણાય છે પરંતુ જે સદગુણવાન છે તે મોટા છે. પંચમકાળનું સ્વરૂપ જાણી સાધકે વિશેષ સાવધાન રહેવું, આત્માને પાપભાવોથી બચાવવો અને સત્ દેવગુરુ-ધર્મનું શરણ લેવું.
આપણી સંસ્થાને સમર્પિત પ્રતિભાસંપન્ન બા.બ્ર.આદ શ્રી સુરેશજીએ ભગવાન મહાવીર તથા ગૌતમસ્વામીના જીવનચરિત્રને તેઓની આગવી સુંદર શૈલીમાં રસાત્મક રીતે પ્રસ્તુત કરેલ. આ જીવનચરિત્રને સાંભળી સૌએ સાત્ત્વિક આનંદનો અનુભવ કર્યો.
રાત્રે મુમુક્ષુઓએ ભગવાન મહાવીરના ભક્તિપદો, સ્તુતિ પ્રસ્તુત કરી સૌને ભક્તિરસમાં તરબોળ કર્યા. આ દિવસે આદ શ્રી ભારતીબેન અરવિંદભાઈ કારાણી (મુંબઈ) તરફથી ભોજનાલયમાં કેરીનો રસ રાખવામાં આવ્યો હતો.
શ્રી આયંબિલ ઓળી તપસી નિર્બરા 7 I તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. સૂર્મક્ષાર્થમ્ તથતિ ત તપઃ | કર્મના ક્ષય અર્થે તપવું તેને તપ કહે છે. આપણી સંસ્થામાં નીચેના તપસ્વી મુમુક્ષુ ભાઈ-બહેનોએ ચૈત્ર માસની આયંબિલની ઓળી કરી હતી :
(૧) પૂજ્ય બહેનશ્રી ડૉ. શર્મિષ્ઠાબેન સોનેજી (નીવી આયંબિલ), (૨) આદ. શ્રી સુધાબેન લાખાણી, (૩) આદ, શ્રી મહેન્દ્રભાઈ ખંધાર, (૪) આદ. શ્રી ચીમનભાઈ કોઠારી, (પ) આદ શ્રી રીટાબેન મહેતા, (૬) આદ, શ્રી હંસાબેન ભાવસાર, (૭) આદ, શ્રી સુરેશભાઈ શાહ (કર્મચારીશ્રી), (૮) આદ. શ્રી સંગીતાબેન ચૌધરી, (૯) આદ. શ્રી નવનીતભાઈ મિશ્રા (૮ આયંબિલ)
આ ઉપરાંત અનેક મુમુક્ષુ ભાઈ-બહેનોએ પોતાની શક્તિ અનુસાર આયંબિલ કર્યા હતા. તપસ્વીઓને આયંબિલ કરાવવાનો લાભ આદ. શ્રી સુધાબેન પ્રફુલભાઈ લાખાણીએ લીધો હતો; જે બદલ તેઓને અનેકશઃ ધન્યવાદ પાઠવીએ છીએ. પૂજ્યશ્રીના વરદ હસ્તે તપસ્વી ભાઈ-બહેનોના પારણા થયા. પારણાના દિવસે આદ શ્રી જયેશભાઈ ચીમનલાલ કોઠારી તરફથી કેરીનો રસ રાખવામાં આવ્યો હતો. સર્વે તપસ્વી ભાઈ-બહેનોને અનેકશઃ ધન્યવાદ પાઠવી તપશ્ચર્યાની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.
શ્રી લક્ષ્મીપુરા (સાબરકાંઠા) મુકામે શ્રી રામનવમીના
મંગલ પ્રસંગે સત્સંગ-ભક્તિનો કાર્યક્રમ સાનંદ સંપન્ન લક્ષ્મીપુરાના મુમુક્ષુઓની ભાવભરી વિનંતીને સ્વીકારી પૂજયશ્રી આત્માનંદજી દર વર્ષની જેમ આ વખતે પણ રામનવમી પ્રસંગે તા. ૧૨-૪-૨૦૧૧ ના રોજ લક્ષ્મીપુરા પધાર્યા હતા. સ્વાધ્યાયમાં પૂજ્યશ્રીએ શ્રી રામ ભગવાનના જીવનની ત્રણ વિશેષતાઓ દર્શાવી હતી. - (૧) એક વચન (૨) એક પત્ની (૩) એક બાણ. પૂજ્યશ્રીના સત્સંગનો સૌને લાભ મળ્યો એટલે સૌને વિશેષ આનંદ થયો હતો. લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા ભાઈ-બહેનોએ સત્સંગનો લાભ લીધો હતો. પૂજ્યશ્રી નરસિંહદાદા, પૂજયશ્રી તુલસીદાસજી મહારાજ, આદ. શ્રી શિવુભાઈ તથા અન્ય મહાનુભાવોનો પણ સૌને બોધ પ્રાપ્ત થયો હતો. | દિવ્યધ્વનિ , મે - ૨૦૧૧
/ ૩૯ ,