Book Title: Divya Dhvani 2011 05
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 39
________________ 8 સમાજ-સંસ્થા દર્શન B ВВВВВВВВВВВВВВВВВВВВВВВВВ આપણી સંસ્થામાં “શ્રી રાજમંદિર'ના ભૂમિપૂજન તથા શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ સાનંદ સંપન્ન તા. ૨૭-૪-૨૦૧૧ના રોજ સવારે પૂજ્યશ્રી આત્માનંદજીની નિશ્રામાં પૂજયશ્રી ડૉ. રાકેશભાઈ ઝવેરીના શુભહસ્તે સંસ્થાના પ્રાંગણમાં ‘શ્રી રાજમંદિર’ના ભૂમિપૂજનનો કાર્યક્રમ ખૂબ ઉલ્લાસપૂર્ણ ભક્તિસભર વાતાવરણમાં ઉજવાઈ ગયો. પૂજ્યશ્રી રાકેશભાઈએ તેમના ઉબોધનમાં જણાવ્યું કે સૌ સંસારી જીવો મોહનિદ્રામાં સૂતા છે. એટલે બેહોશીમાં તેમને પરિભ્રમણના દુઃખનો ખ્યાલ આવતો નથી. સદ્દગુરુ અત્યંત કરુણા કરી સૌને જગાડે છે – પ્રોત્સાહિત કરે છે. જો આપણા હૃદયમંદિરમાં શ્રી પ્રભુ-ગુરુની સ્થાપના થઈ જાય તો ભીતરમાં જ મોક્ષમાર્ગનો શિલાન્યાસ થઈ જાય. અંતમાં ‘શ્રી રાજમંદિરનું નિર્માણ જલ્દીથી પૂર્ણ થાય એવી શુભભાવના વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રી આત્માનંદજીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આપણે પરમકૃપાળુદેવને હૃદયથી ઓળખવા જોઈએ. તેમના હૃદયમાં શુદ્ધાત્મા પ્રગટી ગયો હતો તેથી તેઓ સ્વમુખે જણાવે છે. “તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.” - આવા મહાપુરુષ ગુજરાતમાં જન્મ્યા અને તેઓએ ગુજરાતી ભાષામાં આપણને બોધ આપ્યો. આપણે તેમના દિવ્ય જીવન તથા દિવ્ય વચનામૃતનો પૂરેપૂરો લાભ લઈને તેમનો બોધ હૃદયમાં ઉતારીએ. તેમના વચનામૃતનો મર્મ ઉકેલવા સત્સંગની ઉપાસના કરવી. તેમના વચનોના અવલંબન દ્વારા આપણે આપણું સ્વરૂપ સમજીએ, શ્રદ્ધા કરીએ અને અનુભવ કરી આ ભવભ્રમણનો અંત લાવીએ એ જ શ્રી પ્રભુ-ગુરુને પ્રાર્થના. બહેનશ્રી મેઘલબેન, બહેનશ્રી વિધિબહેન, ભાઈશ્રી સંદિપભાઈ તથ સમસ્ત ભક્તિવૃંદે ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરી સૌના ભાવ ઉલ્લસિત કર્યા. પૂજા-વિધિ પછી બન્ને સંતોનું ભાવભર્યું મિલન થયું. “શ્રી રાજમંદિરના નિર્માણમાં સૌથી વધુ સહયોગ આપનાર દાનવીર મુમુક્ષુ આદ શ્રી કુમુદભાઈ મહેતા તથા બહેનશ્રી સુધાબેન મહેતાના દાનની અનુમોદના કરી બહુમાન કરવામાં આવ્યું. શિલાન્યાસ વિધિ પ્રતિષ્ઠાચાર્ય શ્રી પ્રદીપકુમારજીએ ખૂબ ભક્તિભાવપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી કરાવી હતી, આદ શ્રી કાશીભાઈ પટેલે પણ આપણી વિનંતીને સ્વીકારી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવ કાદવમાં (સંસારમાં) કમળની જેમ રહેતા હતા. આપણે તેઓને સાચી રીતે ઓળખવા જોઈએ. કાર્યક્રમનું સમસ્ત સંચાલન આદ, મુમુક્ષુ ભાઈશ્રી શરદભાઈ ડેલીવાળાએ ખૂબ સુંદર રીતે કર્યું હતું. આપણી સંસ્થામાં પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ વાર્ષિકોત્સવની ઉજવણીનું આયોજન આપણી સંસ્થામાં આદિગુરુ ગૌતમસ્વામી તથા આચાર્યપ્રવર શ્રી કુંદકુંદસ્વામીની મંદિરજીમાં પ્રતિષ્ઠાને | દિવ્યધ્વનિ મે - ૨૦૧૧ . ૩૦

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44