Book Title: Dhyanavichar Author(s): Kundkundacharya Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir View full book textPage 6
________________ જાણવા જેવું પૂજ્યપાદ સમર્થ વિદ્વાન્ (મારા) ગુરૂદેવ શ્રી ઘમંધુરન્ધરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૩૪ ના વૈશાખ વદ ૧૨ ને શુક્રવારના કાળધર્મ પામ્યા પછી તેઓશ્રીના રચેલ પ્રકાશિત અને અપ્રકાશિત જુદા જુદા સ્થાનમાં રહેલા ગ્રંથ-લે આદિ સાહિત્ય એકઠું કરતા આ પ્રસ્તુત “યાન વિચાર” નામનો ગ્રંથ તેમાં એકઠા કરાય-ભેળો થયો. આ ધ્યાન વિચારનું કેટલુંક હસ્તલિખિત ગુજરાતી મેટર વાંચતાં એમ થયું કે આ ગ્રંથમાં દયાન વિષયક માહિતી વિપુલ પ્રમાણમાં છે અને આ ગ્રંથ છપાવવા જેવું છે, આગળ પાછળ કર્તાના નામ અંગે નિરીક્ષણ પણ કર્યું. પરંતુ નામ કયાંય જોવામાં આવ્યું નહિ. આ ધ્યાન વિચાર ગ્રંથના રચયિતા પૂર્વાચાર્યું છે અને ભાષાન્તર કર્તા નવીન કેઈ આચાર્ય ભગવત હોય તેમ લાગે છે. આ પરિસ્થિતિમાં પણ ગ્રંથ છપાવવાને વિચાર ચાલુ રાખ્યો અને અમદાવા નયન પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવ શરૂ કર્યો. આ ગ્રંથ અંગે વિશેષ વિચાર કરતાં એવું છેવટે સમજાયું કે કેટલાક પૂજ્ય પુરૂના ગ્રંશે સંશોધન કરાવવા. પૂ. મારા ગુરૂદેવ પાસે આવતા હતા. તેમને આ ગ્રંથ છે જોઈએ જે આપની સમક્ષ છે. ધ્યાનવિષયક કંઈ પણ લખવા માટે પહેલા બે ધ્યાનમાંથી નીકળવું પરમ આવશયક છે અથવા બેધ્યાનમાંથી નીકળ્યા પછી જ કંઈક ધ્યાન વિષયક લખી શકાય છે. દયાન વિષયક આ ગ્રંથમાં શું લખાયું છે. તેની કેટલીક વિગતે સૌમ્ય અને ગંભીર વિદ્વાન્ પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે સરળ છતાં ઊંચી ભાષામાં સમજાવી છે જે ઘણું આનંદદાયક છે. વિશેષમાં કુંડલિની જાગૃતિ કેવી રીતે થાય છે ? સાડાત્રણ કળાનું રહસ્ય શું? અલ્પ સમયમાં ઘણું સૂત્રો સ્મરણ કરવાની શક્તિ કેવી રીતે પ્રાદુર્ભાવ થાય છે ? કે કરી હતી ? સહુથી શ્રેષ્ઠ પ્રકાશ કયો? અને પ્રતિભા જ્ઞાનનું સ્વરૂપ શું ? આદિ તે આ ગ્રંથ વાંચવાથી જ જીવેને ધ્યાનમાં આવે તેમ છે. અંતમાં આ ગ્રંથ જે કઈ ધ્યાન રૂચિવાળા વાંચશે તેમને ખૂબ જ ધ્યાનમાં સહાયક બનશે અને નવીન આત્માઓને ધ્યાન કરવાની પ્રેરણા પણ આ ગ્રંથમાંથી મળશે. પન્યાસ કુન્દકુન્દવિજ્ય ગોધરા (જી. પંચમહાલ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 116