Book Title: Dharmbindu Prakaran Author(s): Rajshekharsuri Publisher: Sarvoday Parshwanath Charitable Trust View full book textPage 4
________________ ધર્મબિંદુપ્રકરણ આવનારા ભાગ્યશાળીઓ દરરોજ નિયમિત જિનપૂજા વગેરે કરતા થઈ ગયા. પર્વશિરોમણિ શ્રી પર્યુષણ મહાપર્વની પધરામણી થતાં પર્વના વ્યાખ્યાનો સાંભળવા ઘણા ભવ્યાત્માઓ નિયમિત આવવા લાગ્યા. શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યો વગેરેને પૂજ્યશ્રીએ સુંદર રીતે સમજાવ્યા. તેમાં દેવદ્રવ્યની વૃદ્ધિ રૂપે ઉપધાનતપ વગેરે અનુષ્ઠાનો કરાવવા જોઈએ એવી વાત સાંભળતાં અમારા શ્રી સંઘમાં ઉપધાન તપ થાય એવી પૂજ્યશ્રીને વિનંતી કરી અને એક જ વ્યાખ્યાનમાં લગભગ દશેક મિનિટમાં ઘણું ભંડોળ એકઠું થઈ ગયું. ઉપધાન કરાવનારા ચાર પુણ્યાત્માઓ પણ તૈયાર થઈ ગયા. (૧) શ્રી સોમચંદ જેઠાભાઈ બીદ (૨) શ્રી હીરાબેન જયંતિલાલ વોરા, (૩) શ્રી અમૃતલાલ વીરચંદ પારેખ (૪) નીર્મળાબેન સરદારમલજી જૈન વગેરેના શ્રેષ્ઠ સહકારથી ઉપધાન તપ કરાવવાની નોબત વાગવા માંડી. ચાતુર્માસ પરિવર્તનની અનેક ભાગ્યશાળીઓની વિનંતિ હોવાથી શ્રી હસમુખભાઈ ગાંધી પરિવારને લાભ મળતાં તેમના તરફથી તે દિવસે સકળ શ્રી સંઘની નવકારશી રાખવામાં આવી હતી. ઉપધાન તપની જાહેરાત થતાં ચારે બાજુથી આરાધકોના નામ આવવા લાગ્યા. પરંતુ વિશાળ જગ્યાના અભાવે મર્યાદિત આરાધકોનો સમાવેશ કરવો પડ્યો. વિ. સં. ૨૦૪૯ના માગસર સુદ-૫ ના પાવન દિવસે પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂ. મ., પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂ. મ., પ. પૂ. મુનિરાજ શ્રી જિનસેન વિ. મ. તથા પ. પૂ. મુનિરાજ શ્રી રત્નસેન વિ. મ. આદિ પૂજ્યો તથા પૂ. સા. શ્રી પિયૂષપૂણશ્રિીજી મ. આદિ અને પૂ. સા. શ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજી મ. આદિની શુભનિશ્રામાં ઉપધાન તપનો પ્રારંભ થયો. ૨૪૧ આરાધકો જોડાયા, જેમાં માળ પહેરનારા ૧૬૫ જેટલા ભાગ્યશાળીઓ હતા. ઉપધાન તપમાં આરાધકોને આરાધના કરવા માટે નાહર એટરપ્રાઈઝના પુણ્યાત્માઓએ પોતાના વિશાલ હૃદય જેવી વિશાલ બિલ્ડીંગો સોંપી દીધી. | માળારોપણ પ્રસંગે આઠ દિવસનો ભવ્ય જિનભક્તિ મહોત્સવ ગોઠવાયો. માળની ઉછામણી પણ સુંદર થઈ. છેલ્લા બે દિવસ તો સર્વોદયનગરની વિશાળ ભૂમિ પણ સાંકડી પડવા માંડી. વરધોડાના દિવસે લગભગ ૨૫ હજાર અને માળના દિવસે લગભગ ૩૮ હજાર પુણ્યાત્માઓએ વિવિધ સ્થળેથી પધારી સર્વોદય પાર્શ્વનગરીને પાવન કરી. આ ઉપધાનતપને સફળ બનાવવા માટે શ્રી ચંપાલાલજી, શ્રી બાબુલાલજી, શ્રી મહાસુખભાઈ શાહ, શ્રી હીરજીભાઈ, શ્રી વિજયભાઈ પારેખ, કિશોર માલદે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 450