________________
to
પકવિ પરિચય અને રચનાકાળ :
પ્રસ્તુત ધર્માભ્યદયમહાકાવ્યના કર્તા નાગેન્દ્રગચ્છીય પરમપૂજય આચાર્યભગવંત ઉદયપ્રભસૂરિમહારાજ છે. તેઓ નાગેન્દ્રગચ્છીય પરમપૂજ્ય આચાર્યભગવંત વિજયસેનસૂરિના શિષ્ય હતા. તેમને વસ્તુપાલમંત્રીએ સૂરિપદથી સમલંકૃત કરાવેલ હતા. તેમણે પ્રસ્તુત ધર્માભ્યદયમહાકાવ્ય વસ્તુપાલના યાત્રા પ્રસંગે “લમ્પંક' રચ્યું છે. આ કાવ્યનું બીજું નામ સઘાધિપતિચરિત્ર મહાકાવ્ય છે. પ્રસ્તુત ધર્માભ્યદયમહાકાવ્યની રચના સં. ૧૨૭૭ પછી અને ૧૨૯૦ પહેલાં થઈ છે. પૂ.આ.ઉદયપ્રભસૂરિમહારાજની અન્ય કૃતિઓ :
તેમણે “સુકૃતકલ્લોલિની' નામનું પ્રશસ્તિકાવ્ય રચ્યું છે તેમાં વસ્તુપાલ અને તેજપાલનાં સુકૃત્યો-ધાર્મિક કાર્યો અને યશનો ગુણાનુવાદ બતાવેલ છે. વસ્તુપાલે સં. ૧૨૭૭માં શત્રુંજયની યાત્રા કરી તે પ્રસંગે આ કાવ્ય રચાયું લાગે છે, અને વસ્તુપાલે પોતે બંધાવેલા ઇંદ્રમંડપના એક મોટી શિલાની તકતી ઉપર તે કોતરાવ્યું હતું. આમાં કાવ્યત્વના ઊંચા ગુણો હોવા ઉપરાંત ઐતિહાસિક દષ્ટિએ આપણને ઘણી માહિતી મળે છે. અરિસિંહના સુકૃતસંકીર્તન કાવ્યની માફક આમાં પણ વસ્તુપાલની વંશાવલી આપેલી છે અને ચાપોત્કટ (ચાવડા) અને ચૌલુક્ય વંશના રાજાઓનું વર્ણન આપ્યું છે.
૫. કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિ ઉપરથી જાણવા મળે છે કે તેના કર્તા નાગેન્દ્રગથ્વીય
ઉદયપ્રભસૂરિ હતા. તેમના પહેલાં નાગેન્દ્રગચ્છમાં ક્રમશઃ મહેન્દ્રસૂરિ, શાન્તિસૂરિ, આનન્દસૂરિ, અમરચન્દ્રસૂરિ, હરિભદ્રસૂરિ, વિજયસેનસૂરિ થયા. વિજયસેનસૂરિ જ ઉદયપ્રભસૂરિના અને વસ્તુપાલના ગુરુ હતા. ઉક્ત પ્રશસ્તિમાં ધર્માસ્યુદય રચનાકાળનો ઉલ્લેખ ક્યાંય નથી, પરંતુ તેની જે સૌથી પ્રાચીન પ્રતિ મળી છે તેને સં. ૧૨૯૦માં સ્વયં વસ્તુપાળે પોતાના હાથે લખી છે. તેના અંતે આવો ઉલ્લેખ છે :
सं. १२९० वर्षे चैत्र सु. ११ रवौ स्तम्भतीर्थवेलाकूलमनुपालय महं श्रीवस्तुपालेन श्रीधर्माभ्युदयमहाकाव्यपुस्तकमिदमलेखि।
તેથી નિશ્ચિત છે કે આ કૃતિની રચના સં. ૧૨૯૦ પહેલાં થઈ છે. પ્રબંધચિંતામણિ અનુસાર વસ્તુપાળે સંઘપતિ બનીને પ્રથમ તીર્થયાત્રા સં. ૧૨૭૭માં કરી હતી. તેની પુષ્ટિ ગિરનારનો સં. ૧૨૯૩નો એક શિલાલેખ પણ કરે છે, તેથી ધર્માસ્યુદયમહાકાવ્યની રચના સં. ૧૨૭૭ પછી
અને ૧૨૯૦ પહેલાં ક્યારેક થઈ છે. [જૈ.સા.બુ.ઇ. નવી ગુજરાતી આવૃત્તિ પૃ. ૨૫૯]. ૬. ધર્માભ્યદયમહાકાવ્યનું બીજું નામ સંઘાધિપતિચરિત્ર મહાકાવ્ય છે. તેમાં પ્રથમ તથા છેલ્લા
સર્ગમાં વસ્તુપાલ તથા તેમના ગુરુ અને બીજા જૈનાચાર્યો સંબંધી ઐતિહાસિક વૃત્તાંત છે. બાકીનો ભાગ આદિનાથ અને નેમિનાથ વગેરે તીર્થકરોના ચરિત્રોનો છે. તેને મલધારી નરચંદ્રસૂરિએ સંશોધ્યું. (પા. ભં, તાડપત્ર) [જૈ.સા.સ.ઈ. નવી આવૃત્તિ પેરા ૫૫૩ | પૃ. ૨૫૬].