________________
५३
કાર્ય કરવા પ્રયત્ન કરેલ છે આમ છતાં મુદ્રણદોષને કારણ કે દૃષ્ટિદોષથી કે અનાભોગથી રહી ગયેલ ક્ષતિઓનું પરિમાર્જન કરી વાંચકવર્ગ વાંચે એવી ખાસ ભલામણ કરું છું.
ઉપકારસ્મરણ :
ધર્માભ્યુદયમહાકાવ્યમ્ ગ્રંથ અંગેનું સઘળું શ્રેયઃ પૂજ્ય મુ. શ્રીચતુરવિજયજીમહારાજ અને પૂજ્ય મુ.શ્રી પુણ્યવિજયજીમહારાજના ફાળે જાય છે. એ શ્રુતોપાસક ગુરુ-શિલ્પની જોડીએ ત્રણ-ત્રણ તાડપત્રીય પ્રતો અને એક કાગળની હસ્તપ્રત ઉપરથી આ ગ્રંથનું સંપાદન કાર્ય કરીને જિનવિજયજી પ્રત્યેના પરમસ્નેહાત્મક વાત્સલ્યભાવને પ્રદર્શિત કરવા આ ગ્રંથ સિંઘી જૈન ગ્રંથમાલાને પ્રકાશિત કરવા માટે અર્પણ કર્યો અને સિંઘી જૈન ગ્રંથમાલાથી આ ગ્રંથ પ્રકાશિત થયેલો તેના આધારે આ ગ્રંથનું નવીનસંસ્કરણ તૈયાર કરેલ છે, તેથી આ ગ્રંથનું નવીનસંસ્કરણ સુમન પૂ. આગમપ્રભાકર મુ.શ્રી પુણ્યવિજયમહારાજને અર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું.
આ ગ્રંથના નવીનસંસ્કરણને પ્રકાશિત કરવા માટે પ્રેરણા કરનાર પૂ.પંન્યાસશ્રી વજ્રસેનવિજયજીમહારાજ તથા આ ગ્રંથના નવીનસંસ્કરણને પ્રકાશિત કરવા માટે આર્થિક સહયોગની પ્રેરણા કરનાર પૂ. ગણિવર્યશ્રી નયભદ્રવિજયમહારાજ આ બંને ઉપકારી પૂજ્યોનું આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે સ્મરણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમ જ મારી સંયમસાધના અને શ્રુતસાધનામાં સહાયક બનનાર સૌ કોઈનું કૃતજ્ઞભાવે સ્મરણ કરી કૃતાર્થતા વ્યક્ત કરું છું.
પ્રાંતે અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે પૂર્વે થઈ ગયેલા આવા ઉત્તમ કે મહાપુરુષોના ચરિત્રોના વાંચન દ્વારા તેમનામાં રહેલાં ગુણોથી ભાવિત બની ઉત્તમકક્ષાના ગુણોને જીવનમાં આત્મસાત્ કરીને તત્ત્વત્રયી અને રત્નત્રયીને આરાધીને અસંગદશાને પામીને ક્ષપકશ્રેણિ માંડીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને સર્વકર્મનો ક્ષય કરીને સાદિ અનતંકાળ સુધી આત્મસ્વરૂપમાં રમમાણ બનીએ એ જ શુભકામના...!!
शिवमस्तु सर्वजगतः
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ ચૈત્ર વદ-૧૩, વિ.સં. ૨૦૬૬, સોમવાર, તા. ૧૨-૪-૨૦૧૦,
...
-
· સાધ્વી ચંદનબાલાશ્રી