Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 19
________________ प्रत्यक्षीभूतस्य तीर्थस्य पूर्वव्यावर्णितशब्दार्थस्य । ननु प्रेक्षावतां प्रवृत्तिः फलवत्तया જ્વાલા, अन्यथा प्रेक्षावत्ताक्षतिप्रसङ्गात् फलं चेदसौ तीर्थकरणादपेक्षते व्यक्तमवीतरागत्वप्रसङ्ग इत्यारेकानिराकरणार्थमिदमाचष्टे" अणुवयियपरहियरय"अनुपकृतपरहितरतम्, योऽनुपकृत एव सन् परस्मै यत् हित तस्मिन् कर्त्तव्यतया रतः- आसक्तः सकलतिर्यङ्नरामरगणसाधारण्या वाण्या तदुपायप्रदर्शनेन, सोऽनुपकृतपरहितरतस्तम् नत्वेति योगः । अनुपकृतत्वाविशेषाच्च सर्वेष्वपि जन्तुष्यविशेषेण परहितकरणे भगवतः प्रवृत्तिरिति न पूर्वोक्तदोषावकाशः । ननु च यद्यसावुपकार्यैरनुपकृतः स्वयं चाशेषरागादिदोषविप्रमोषापेतस्ततः कथं परहितसम्पादनार्थमेव प्रवर्त्तते?, प्रयोजनाभावादित्याशङ्काशेषमपाचिकीर्षुरिदमाह-'सुहभावज्जियतित्थयरनामकम्मस्स सुहविवागाउत्ति' अर्हदादिवात्सल्यप्रभृतिलक्षणेन शुभेन भावेन - अध्यवसायेन यत् अर्जितं तीर्थकरनामकर्म्म तस्य यः शुभो विपाकः उदयदानाभिमुख्य तस्मादनुपकृतपरहितरतम् । एतदुक्तं भवति- अर्हद्वात्सल्यादिनिमित्ततीर्थकरनामकर्म्मोदयसामर्थ्यात्तत्स्वभावतया सवितेव प्रकाशमुपकार्यकृतोपकारानपेक्षः शास्त्रार्थमातनोति, ततो न यथोक्तदोषप्रसङ्ग इति । સમાધાન :- સંસાર ઘણી બાબતમાં સાગરને મળતો આવે છે. જૂઓ (૧) સાગરમાં જેમ અખૂટ પાણીનો જથ્થો હોય છે તેમ સંસાર પણ અનંત જન્મ, જરા, અને મરણોથી ભરેલો છે. (સ્વયંભુમણસમુદ્રમાં પાણીના જેટલા બુંદ છે તેનાથી પણ અનંતગુણ જન્મ-મરણો દરેક જીવે સંસારમાં કર્યા છે.) (૨)વળી સમુદ્ર ગંભીર છેઊંડી છે. તેમ સંસાર પણ મિથ્યાત્વ અને અવિરતિને કારણે ઊંડી–ગંભીર બન્યો છે. જીવ મિથ્યાત્વ અને અવિરતિના કારણે જ આપિ તળવિનાના અનાદિ સંસારમાં રહ્યો છે. (૩) વળી જેમ સમુદ્ર પવનથી ખળભળાટ પામે છે. તેમ આ સંસાર પણ રાગદ્વેષરૂપ પવનથી ખળભળેલો છે. (જો રાગદ્વેષરૂપ પવનના તોફાન ન હોત તો આ સંસારમાં શાંત સમુદ્રની જેમ કોઈપણ જાતના સંક્લેશ, વિશ્વાસઘાત, પ્રપંચ વગેરૂપ ખળભળાટ=અશાંતિ ન હોત.) તથા (૪) જેમ સમુદ્ર તરંગોથી સભર હોય છે તેમ સંસાર પણ અનેક પ્રકારના અનિષ્ટસંયોગ ઇષ્ટવિયોગ વગેરે તરંગોના સમુદાયથી સભર છે. (૫) અથવા જેમ દુઃખે કરીને અવગાહન કરી શકાય તેવા આવોવમળો સમુદ્રમાં હોય છે. તેમ સંસાર પણ જેને દુખે કરીને પાર કરી શકાય તેવા મોહના ભેદી વમળોથી ભયંકર બન્યો છે. (૬) તથા જેમ સમુદ્ર મગરવગેરે હિંસક જીવોથી યુક્ત હોય છે. તેમ આ સંસાર પણ અનેકપ્રકારના શારીરિક અને માનસિક દુ:ખોની શશિરૂપ દુષ્ટ હિંસક પ્રાણીઓથી યુક્ત છે. (૭) જેમ સમુદ્ર પાતાલયુક્ત હોય છે. તેમ આ સંસાર પણ ક્યાયરૂપ પાતાલથી યુક્ત છે. (જેમ સમુદ્ર પાતાલના આધારે છે તેમ સંચારનું મૂળક્યાય છે. માટે (મહાભયંકર) ક્યાય એ સંસારનું પાતાલ છે) તથા (૭) વળી જેમ સમુદ્ર વેલાકુલાટપ્રદેશથી (અથવા ભસ્તીથી) યુક્ત હોય છે. તેમ આ સંસારસમુદ્ર પણ પ્રબળમનોરથોરૂપ વિશાળ તટપ્રદેશ અથવા ભસ્તીથી યુક્ત છે. આ પ્રમાણે ઘણો વિશાળ સંસાર સમુદ્ર છે. (તીર્થનું સ્વરૂપ) આ સંસારસમુદ્રને તરી જઈ મોક્ષનગરમાં પહોંચવા માટે જે પ્રબળ સાધન છે તેને તીર્થ કહે છે. આ તીર્થ તરીકેની યોગ્યતા જૈનપ્રવચન જ પામી શકે છે. કેમકે આ પ્રવચન (૧) જીવ, અજીવવગેરે સઘળાય પદાર્થો-તત્ત્વોના સમુદાયનું યથાર્થ નિરૂપક છે. (જીવાજીવાદિના યથાર્થજ્ઞાન વિના મોક્ષમાટેની સમ્યગ પ્રવૃત્તિ થઈ શક્તી નથી. તેથી સત્યજ્ઞાનરૂપ પ્રકાશથી દિગ્દર્શનરૂપ સહાય આપવાદ્વારા આ પ્રવચન સંસાર તરવાનું સાધન બને છે.) વળી (૨) આ પ્રવચન ત્રણે લોક્માં રહેલા શ્રેષ્ઠ કોટિના ઔદાર્યઆદિ ધર્મરૂપ સંપત્તિથી યુક્ત મહાસત્ત્વશાળી જીવોનું આશ્રયસ્થાન છે. તથા આ પ્રવચન (૩) અત્યંત નિષ્પાપ તથા અન્યતીર્થિકોએ ક્યારેય સ્વપ્નમાં પણ નહિ સ્પેલી ચરણકરણિયાઓ (ચરણ=મૂળગુણિયાઓ કરણ-ઉત્તરગુણ ક્યાઓ)નું આધારસ્થાન છે. અર્થાત્ જૈનપ્રવચનમાં જ અત્યંત અનવદ્ય નિર્દોષ ચરણકરણયિાઓ સૂચવાયેલી છે. વળી આ પ્રવચન (૪) અચિન્યશક્તિસંપન્ન છે. તથા (૫) આ પ્રવચન અવિસંવાદિ છે. અર્થાત્ સમર્થપ્રવૃત્તિજનક છે. (આ પ્રવચનથી પ્રાપ્ત થયેલું જ્ઞાન એવી પ્રવૃત્તિનું જનક બને છે કે જે પ્રવૃત્તિ અવશ્યમેવ સુયોગ્ય ફ્ળ આપનારી જ બને,) આવા પ્રકારનું જિનપ્રવચન જ વાસ્તવિક તીર્થ છે. આવું પ્રવચન નિરાધાર રહી શકે નહિ. તેથી આ પ્રવચનને વહન કરનારે ચતુર્વિધ સંઘ પણ તીર્થ જ છે. આ પ્રવચન કે પ્રવચનના આધારભૂત સંઘને કરવાના=સ્થાપવાના સ્વભાવ અને પ્રવૃત્તિવાળા પરમાત્મા તીર્થંકર. કહેવાય છે. અહીં હેતુતીલાનુલોમેવશબ્દ ઇત્યાદિસૂત્રથી ” પ્રત્યય લાગ્યો છે. (આ સૂત્ર ટીકાકાર શ્રીમલયગિસિરિચિત વ્યાકરણનું લાગે છે. આ વ્યાકરણ હાલ પ્રાય: ઉપલબ્ધ નથી.) આ તીર્થંકરને નમીને.. શંકા :– ભગવાન ક્યા તીર્થના કર્તા છે ? સમાધાન :- ભગવાન આ—વર્તમાનકાળના લોકોપર સાક્ષાત્ ઉપકાર કસ્તું હોવાથી પ્રત્યક્ષ ઉપલબ્ધ થતાં અને પૂર્વે દર્શાવી ગયેલા શબ્દાર્થથી યુક્ત તીર્થના કર્તા છે. (પરમાત્મા અનુપતપરહિતસ્ત) શંકા :– પ્રેક્ષાવાન પુરૂષોની પ્રવૃત્તિ ળવત્તાથી વ્યાપ્ત હોય છે. અર્થાત્ જ હોય છે. અને ફળની અપેક્ષાથી જ પ્રેક્ષાવાન પુરૂષો પ્રવૃત્તિ સ્તા હોય છે. જો પ્રેક્ષાવાન પુરૂષોની પ્રત્યેક પ્રવૃત્તિ ળવાળી ફળની અપેક્ષા વિનાની અથવા ફળ ધર્મસંશતણિ ભાગની ૮

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 292