Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 17
________________ થિી મળવાની છે તે સિપન્ન બની बबधा-अपायापगमातिशयः ज्ञानातिशयः पूजातिशयो वागतिशयश्च। तत्र वीतरागमित्यनेनापायापगमातिशयमाह, सर्वज्ञमित्यनेन ज्ञानातिशयम, त्रिदशपूजितमित्यनेन पूजातिशयम् यथाज्ञातवस्तुवादिनमित्यनेन तु वागतिशयम, अचिन्त्यशक्तिमित्यनेन पुनः स्वम्पावधारणमिति। नन्वेषामतिशयानामित्थमुपन्यासे किञ्चिदस्ति प्रयोजनमुत यथाकथञ्चिदेष प्रवृत इति, मस्तीति बूमः, किं तदिति चेत् ?, उच्यत-एवमेव भावः, बबाहि-नावीतरागः सर्वज्ञो भवति, न चासर्वज्ञस्य सतस्त्रिदशास्तथा पूजां कुर्वन्ति, नच तत्कृतपूजोपचाराभावे भगवान् धर्ममाचष्टे इति। एते चान्येषामपि देहसौगन्ध्यादीनामतिशयानामुपलक्षणम्, ततश्चतुस्त्रिंशदतिशयसम्पत्समन्वितं भगवन्तं नत्वेत्युक्तं द्रष्टव्यम्। — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — ——- - ------ અર્થાત્ qલીસમુદઘાતવગેરે શક્તિઓથી સંપન્ન ભગવાન મહાવીરને નમસ્કાર કરી એવો અન્વય કરવો. પૂર્વપક્ષ :- વીતરાગ વગેરે વિરોષણપદેથી જ સચિત થાય છે કે આ વિશેષણોથી વિશિષ્ટ વ્યક્તિ અચિજ્યશક્તિથી સંપન્ન જ હોય. આ બાબતમાં કોઈ વ્યભિચાર નથી. અર્થાત વીતરાગ આદિ વિશેષણોથી યુક્ત વ્યક્તિ અચિંત્ય શક્તિથી યુક્ત ન હોય તેવું ઝી બનતું નથી. જેમકે હંસ હોય અને ઉજજવળ ન હોય તેમ બનતું નથી. તેથી જેમ આ હંસ ઉજજવળવાનો છે એમ •ઉજજવળવર્ણ વિશેષણ હંસ માટે નિરર્થક છે તેમ વીતરાગવગેરે વિશેષણોથી વિશિષ્ટ વ્યક્તિ માટે તે વ્યક્તિ અચિજ્યશક્તિસંપન્ન છે એમ અચિજ્યશક્તિસંપન્ન વિશેષણ વ્યર્થ છે. શંકા :- તો પછી વિશેષણ ક્યારે સાર્થક બને ? સમાધાન :- જ્યારે વિશેષણ વિના વિશેષમાં વ્યભિચાર સંભવતો હોય, ત્યારે વિરોષણપદ આવશ્યક બને છે. જેમકે ભૂરા કમળમાટે માત્ર કમળ"પદનો પ્રયોગ કરવામાં આવે તો કમળ તો લાલ પણ લેય છે. તેથી લાલ કમળનું પણ ગ્રહણ થઈ જવાનો પ્રસંગ આવે. તેથી ત્યાં કમળ માટે “ભૂવિશેષણ આવશ્યક અને સાર્થક છે કેમકે “ભૂપદ કમળ રૂપ વિરોષમાંથી “ક્તત્વ વગેરેનો વ્યવચ્છેદ કરે છે અને ભૂરા કમળને બોધમાં વ્યભિચારને રોકે છે. તેથી જ છે કે વ્યભિચાર સંભવતો હોય ત્યારે વિશેષણ સાર્થક બને છે જેમકે “નીલકમળ' વ્યભિચારના અભાવમાં વિશેષણનો પ્રયોગ માત્ર પ્રયાસરૂપ છે, જેમકે “કાળો ભમરો”, “સફેદ બગલાઓ ઈત્યાદિ. માટે “અચિન્જરોક્ત વિશેષણ નિરર્થક છે. ઉત્તરપલ :- એમ નથી. જેમ વ્યભિચારના સંભવમાં વિશેષણ સાર્થક છે તેમ ક્યારેક વિશેષ્યના સ્વરૂપનું જ્ઞાન શ્રોતાને ન ોય ત્યારે પણ વિરોષના સ્વરૂપનો બોધ કરાવવા વિશેષણ આવશ્યક બને છે. દરેક શ્રોતા કંઈ એટલા ચતુર નથી હોતા કે વિરોષના ઉલ્લેખમાત્રથી કે વિરોષના એક બે વિરોષણના જ્ઞાનથી વિરોષના બીજા સ્વરૂપને સમજી જાય. નહિતર તો નાના બાળકને કાગડાનું જ્ઞાન થવા માત્રથી બધા કાગડા કાળા હોય તેવું જ્ઞાન થઈ જવાની આપત્તિ આવે. તેથી કેટલીક્વાર સ્વરૂપબોધવિશેષણ પણ અર્થસભર બને છે. પ્રસ્તુતમાં પણ વીતરાગાદિ વિરોષણથી યુક્ત વ્યક્તિ અવશ્ય અચિજ્યશક્તિથી યુક્ત જ હોય, તેવો નિયમ કરવાદ્વારા “અચિજ્યશક્તિ વિરોષણપદ સાર્થક બને છે. માટે કઈ છેષ નથી. વળી એવો એકાંત નિયમ નથી કે વ્યભિચારના સંભવમાં જ વિશેષણપદ ઉપાદેય છે. કેમકે શિષ્ટપુરુષોના વચનમાં ત્રણ સ્થાને વિશેષણનો પ્રયોગ દેખાય છે (૧) ઉભયપદ વ્યભિચારમાં (૨) એકપદ વ્યભિચારમાં (૩) સ્વરૂપનો બોધ રાવવામાં. ' (૧) ઉભયપદ વ્યભિચાર :- જ્યાં વિશેષણપદ અને વિશેષપદ આ બન્ને પરસ્પરના અભાવમાં પણ ઉપલબ્ધ થતા હોય ત્યાં ઉભયપદવ્યભિચાર કહેવાય છે. જેમકે નીલોત્પળ અહીં નીલપદ ભૂરા કપડા વગેરેનું પણ વિશેષણ બની શકે. તે જ પ્રમાણે ઉત્પળ કમળ પણ નીલભિન્ન ક્તલાલવગેરે વર્ણનું પણ હોય છે. તેથી નીલકમળની જેમ “રક્તકમળ વગેરે પ્રયોગ પણ થઈ શકે છે. આમ “નીલ”પદ અને કમળ પદ બને એબીજાના અભાવમાં પણ ઉપલબ્ધ થાય છે તેથી અહીં ઉભયપદવ્યભિચાર છે. (૨) એકપદ વ્યભિચાર - જ્યાં બે પદમાંથી એક પદ(વિશેષણ)નો અર્થ બીજ પદના અર્થવિરોષ) છેડી અન્યત્ર ઉપલબ્ધ થતો ન હોય, અર્થાત બીજ પદના અર્થને વ્યભિચારી ન હોય. જ્યારે બીજા પદનો અર્થ પ્રથમ પદના અર્થને છોડીને પણ ઉપલબ્ધ થતો હોય–અર્થાત્ વ્યભિચારી હોય ત્યાં એકપદવ્યભિચાર કહેવાય. જેમકે “પાણી દ્રવ્ય છે.' પૃથ્વી દ્રવ્ય છે.' ઈત્યાદિ સ્થળે જળત્વ (પાણીપણું) કે પૃથ્વીત્વ ભવ્યત્વને છેડી અન્યત્ર ન મળે. અર્થાત્ પાણી કે પૃથ્વી દ્રવ્યરૂપ જ છે. ગુણવગેરે રૂપ નથી. પરંતુ વ્યત્વ તો જળત્વ કે પૃથ્વીત્વ વગેરેના અભાવમાં પણ ઉપલબ્ધ થાય છે. અર્થાત્ દવ્ય પાણીરૂપ જ હોય કે પૃથ્વીરૂપ જ હોય, તેવું નથી. કેમકે પાણી કે પૃથ્વીરૂપ નહિ તેવા અનિવગેરે પણ દવ્ય જ છે. તેથી “પાણી દવ્ય છે વગેરે સ્થળે પાણીરૂપ વિરોષણ એકપદવ્યભિચાર સ્થળ છે. (ઉભયપદવ્યભિચારસ્થળે બને પદ પરસ્પરનો અન્યત્રથી વ્યવદ દે છે. એકપદવ્યભિચાસ્થળે અન્યત્રપ્રસન્ન વિરોષને અન્યત્રથી વચ્છેદ કરવાતા વિશેષણપદ સાર્થક બને છે). (૩) સ્વરૂપજ્ઞાપન :- જ્યાં વિશેષપદ વિશેષણપદને વ્યભિચારી ન હોય તેવા સ્થળે વિરોષણપદનું ઉત્પાદન માત્ર સ્વરૂપના બોધમાટે જ થાય છે, જેમકે પરમાણુ અપ્રદેશ( પ્રદેશ વિનાનો) છે. અહીં “પરમાણુ-વિરોષપદ છે. “અપ્રદેશ વિરોષણપદ છે. બધા જ પરમાણુઓ અપ્રદેશ જ હોય, તેથી “અદેશ' વિશેષણ પરમાણુના માત્ર સ્વરૂપનો જ બોધ કરાવે છે વ્યવચ્છેદક બનતું નથી. આમ સ્વરૂપનો બોધ રાવવા પણ વિરોષણનો પ્રયોગ થાય છે. માટે “અચિજ્યશક્તિ વિશેષણ ધર્મસાહણિ ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 292