Book Title: Deshna Mahima Darshan Author(s): Anandsagarsuri Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti View full book textPage 5
________________ સ્થાપના થઈ અને પ્રભાવતીબેન છગનલાલ સરકારે સંસ્થાના સ્થંભ બનવાનું સ્વીકારીને સંસ્થાને અને ઉલ્લાસ ને ઉત્સાહ આપ્યો અને અનેક સંઘ, સંસ્થાઓ તેમજ ભાવિકેને આર્થિક સહકાર પ્રાપ્ત થયે. શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી તથા શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકશીના સતત પ્રયત્નથી તેમજ અનેક પ્રતિકૂળતા હોવા છતાં શ્રી લાલચંદભાઈ કે. શાહે (વણેદવાળા) મુદ્રણ વગેરેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી, તેથી અલ્પ સમયમાં જ પર્વ મહિમા દશન” નામનું પ્રથમ દળદાર પુસ્તક સમાજને ચરણે ધર્યું અને આ દ્વિતીય પુસ્તક “દેશના મહિમા દર્શાન” પણ અતિ અલ્પ સમયમાં જ સમાજને ચરણે ધરતાં અમે અતિ આનંદ અનુભવીએ છીએ. તેમજ “આનંદ પ્રવચન દન” તથા પોશાક પ્રકરણ દર્શન અલ્પ સમયમાં સમાજને ચરણે ધરવા શક્તિમાન થઈશું. પ્રસ્તુત પ્રકાશન-દેશના સંગ્રહ ભા-૧ (વેજલપુર) તથા આગામે દ્વારકા દેશના સંગ્રહ (પૂના)-આ બન્ને પુસ્તકનું નવું સંસ્કરણ દેશના મહિમા દર્શન” છે. પ્રસ્તુત પ્રકાશન તથા મુદ્રણમાં પ્રેરણા આપનાર પૂ. આચાર્ય ભગવંત તથા તેઓશ્રીના શિષ્યોને હાર્દિક આભાર માનીએ છીએ તથા આર્થિક સહાય આપનાર સંઘે તથા સદ્દગૃહસ્થ તેમજ કેઈપણ રીતે સહગ આપનાર મહાનુભાવે પ્રત્યે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેટલી ઓછી છે. અત્યંત કાળજી રાખવા છતાં મુદ્રણદોષ કે દષ્ટિદેષથી રહી ગયેલ અશુદ્ધિનું સંશોધન કરી સુધારી વાંચવા વિનવું છું. ૭૭ એ, વાલકેશ્વર રેડ, મુંબઈ-૬ ફોન-ર૭૦૭૧૨, (ઓફિસ), નં. ૮૧૬૮૬૮ (ઘર) સંઘ સેવક અમરચંદ રતનચંદ ઝવેરીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 548