Book Title: Deshi Ramato Author(s): Shamjibhai K Jamod Publisher: Sastu Sahitya Vardhak Karyalay View full book textPage 4
________________ નિવેદન આ દેશી રમતો' પુસ્તકની પુનર્મુદ્રણરૂપે ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. બાળકો તેમ જ યુવાનો માટે રમતો અને કસરતનું મહત્ત્વ વિશેષ છે; પરંતુ હાલમાં ઘર અને શાળાઓમાં તે સંબંધી પૂરતું ધ્યાન અપાતું જોવામાં આવતું નથી. આ સ્થિતિમાં આપણા દેશની રમતે વિષેની ઉપયોગી અને વિગતપૂર્ણ માહિતી મળી શકે એવાં પુસ્તકો તૈયાર થાય એ ખૂબ જરૂરી છે. બાર વર્ષનાં બાળકો માટેનું “બાળ રમતો- નામનું આ જ લેખકનું પુસ્તક આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. અને હાલ તે મળે પણ છે. તેરથી મોટી ઉંમરનાં બાળકો માટેના આ પુસ્તકમાં નાની મોટી ૧૨૧ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને તે રમતો રમવા માટેની માહિતી આપતાં ૩૫ ચિત્રો પણ આપવામાં આવ્યાં છે. આ પુસ્તકને બાળકો, શિક્ષકો અને વાલીઓએ જે ઉમળકાભેર અપનાવ્યું છે તેમ આ નવી આવૃત્તિને પણ અપનાવશે એવી આશા છે. વલ્લભવિદ્યાનગર, ] “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. ૫-૪-૧૭૦ ઈ એચ. એમ. પટેલ (પ્રમુખ) [૩]Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130