Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ દાદા ભગવાન? [૧] આવું જ્ઞાન ક્યારે, કેવી રીતે થયું ? અક્રમની આ લબ્ધિ “અમને' વરી ! પ્રશ્નકર્તા આપશ્રીને જે જ્ઞાન પ્રાપ્ત થયું, એ કઈ રીતે પ્રાપ્ત થયું ? દાદાશ્રી : આ અમને પ્રાપ્ત થયું નથી, આ અમને લબ્ધિ છે. પ્રશ્નકર્તા : નૈસર્ગિક રીતે ? આ નેચરલ પ્રાપ્ત થયું છે ? દાદાશ્રી : હા, ધીસ ઈઝ બટ નેચરલ ! પ્રશ્નકર્તા: જે કંઈ આપની ઉપલબ્ધિ છે, એ પણ સુરતના સ્ટેશને આવી, તે કંઈ દરેકને નથી આવી, આપને આવી, કારણ કે આપે પણ ક્રમિક માર્ગે કંઈક ધીરે ધીરે કર્યું હશે ? દાદાશ્રી : ઘણું, એ ક્રમિક માર્ગનું જ છે આ બધું કરેલું. પણ ઉદય આવ્યો અક્રમનો. કારણ કે નાપાસ થયા ને ! કેવળજ્ઞાનમાં નાપાસ થયા ને ! એટલે આ ઉદયમાં અક્રમ આવીને ઊભું રહ્યું. ‘ક્રમ-અક્રમ’નો ભેદ ! પ્રશ્નકર્તા : ‘અક્રમ વિજ્ઞાન’ શું છે ? એ પહેલું જાણવું છે. દાદાશ્રી : અહંકારનો ‘ફૂલ સ્ટોપ', એનું નામ “અક્રમ વિજ્ઞાન’ અને અહંકારનો ‘કૉમ', એનું નામ ‘ક્રમિક વિજ્ઞાન'. આ આંતર વિજ્ઞાન કહેવાય છે, જે પોતાને સનાતન સુખ તરફ લઈ જાય છે. એટલે પોતાનું દાદા ભગવાન ? સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મ વિજ્ઞાન કહેવાય અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટવાળું સુખ કરે, એ આ બધું બાહ્ય વિજ્ઞાન કહેવાય. બાહ્ય વિજ્ઞાન તો છેવટે વિનાશી છે ને વિનાશ કરનારું છે અને ‘આ’ સનાતન છે અને સનાતન કરનારું છે ! જ્ઞાતાતિથી પાપો ભસ્મીભૂત ! પ્રશ્નકર્તા ઃ એ પ્રક્રિયા શું છે કે એક કલાકમાં માણસને ચિંતામુક્ત કરાવી શકે ? એમાં કોઈ ચમત્કાર છે ? કોઈ વિધિ છે ? દાદાશ્રી : કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ સર્વ પાપોને ભસ્મીભૂત કરી શકે છે, જ્ઞાનાગ્નિથી ! એ જ્ઞાનાગ્નિથી પાપો અમે ભસ્મીભૂત કરીએ અને પછી એ ચિંતારહિત થઈ જાય છે. તથી કો' ફેર પ્રકાશમાં ક્યાંય ! પ્રશ્નકર્તા : આપ ભગવદ્ ગીતાની થિયરીમાં માનો છો ? દાદાશ્રી : બધી જ થિયરીમાં માનું છું ! કેમ ના માનું ? એ ભગવત્ થિયરી એક જ છે ને ! આ તો આમાં ડિફરન્સ ના હોય. આ થિયરીમાં ને એમાં ડિફરન્સ ના હોય. પ્રકાશમાં ફેર નથી, રીતમાં ફેર છે આ ! જ્ઞાનનો પ્રકાશ તો એક જ પ્રકારનો છે. આ બીજા માર્ગે અને આ માર્ગનો, સનાતન માર્ગનો જ્ઞાનનો જે પ્રકાશ, તો એક જ પ્રકારનો. પણ એની રીત જુદી છે આ ! આ અલૌકિક રીત છે, એક કલાકમાં માણસ સ્વતંત્ર થઈ જાય છે. ‘વિધિન વન અવર’ ચિંતારહિત થઈ જાય ! સાધતા સનાતન તત્વતી જ ! પ્રશ્નકર્તા : આપે પહેલાં ઉપાસના કે સાધના કરેલી ? દાદાશ્રી : સાધનાઓ તો બધી જાતજાતની કરેલી. પણ હું સાધના એવી નહોતો કરતો કે એ સાધનાથી કંઈ વસ્તુ પ્રાપ્ત થાય. કારણ કે મારે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41