Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 37
________________ દાદા ભગવાન ? ૬૩ તમે તો ભોળા છો ! આ તો ‘મારા’ ભાઈને ત્યાં તમે ઓછું આપો છો એ વિચારો એમના મનમાં પેસતા હતા, તેને બદલે એમણે એમ કહ્યું કે આટલા બધા ના અપાય ! તા ચલણી તાણું, ભગવાત ચરણે ! ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું, જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! નાચલણી નાણું હોય તેને શું કરવાનું ? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાય ને ? આપણે તો હવે ‘સમભાવે નિકાલ’ કરવાનો. ઘરમાં ‘વાઇફ’ જોડે ‘ફ્રેન્ડ’ તરીકે રહેવાનું . એ તમારા ‘ફ્રેન્ડ’ ને તમે એમના ‘ફ્રેન્ડ' ! અને અહીં કોઇ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલીટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હું ય એડજસ્ટ ના થાત. આ તો કોઇ બાપોય નોંધ કરતું નથી ! અમે વડોદરા જઈએ તો ઘરમાં હીરાબાના ગેસ્ટની પેઠ રહીએ. ઘરમાં કૂતરું પેસી ગયું તો હીરાબાને ભાંજગડ થાય, ગેસ્ટને શી ભાંજગડ ? કૂતરું પેસી ગયું ને ઘી બગાડ્યું તો જે માલિક હોય એને ચિંતા થાય. ગેસ્ટને શું ? ગેસ્ટ તો આમ જોયા કરે. પૂછે કે શું થઈ ગયું ? ત્યારે કહેશે, થી બગાડી ગયું. ત્યારે ગેસ્ટ કહેશે, અરે, બહુ ખોટું થયું. એવું મોઢે બોલે પણ નાટકીય. પાછું બોલવું તો પડે કે બહુ ખોટું થયું. નહીં તો આપણે કહીએ કે સારું થયું તો આપણને કાઢી મૂકે. આપણને ગેસ્ટ તરીકે રહેવા જ ના દે. તમારા વગર ગમતું તથી !!! આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર ૬૪ દાદા ભગવાન ? હું બહારગામ જઉં છું, તે મનેય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે, ‘હું હઉ તમને સાંભરું ?” મેં કહ્યું, ‘સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?’ અને ખરેખર સાંભરેય ખરાં, ન સાંભરે એવું નહીં ! ત્યારે કેવા સાચવ્યા હશે ? મારે અમારા ઘરમાં વાઈફ જો પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડેલો નથી. એય મર્યાદાપૂર્વકની વાત કરે, તો હુંય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો’ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયાં છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે, પણ મતભેદ ના પડવા દઉં. એમને એમ ના લાગે કે એક મિનિટેય મને દુઃખ દીધું છે. અમનેય એમ ના લાગે કે એમણે દુ:ખ દીધું છે. એક જણે મને પૂછ્યું કે, “અત્યારે તમારે વાઈફ જોડે તમારો વ્યવહાર કેવો છે ? લ્યો-લાવો કહો છો ?’ મેં કહ્યું, ‘ના. હીરાબા કહું છું. એ આવડા છોતેર વર્ષનાં ને હું અયોતેર વર્ષનો તો લ્યો-લાવો કહેવાતું હશે ? હું ‘હીરાબા' કહું છું.” પછી એ મને કહે છે, ‘તમારા તરફ પૂજ્યભાવ ખરો કે ?’ મેં કહ્યું, ‘હું જ્યારે જઉં છુંને વડોદરા, ત્યારે એ વિધિ કરીને પછી બેસવાનાં. અહીં ચરણે કપાળ અડાડીને વિધિ કરવાનાં. તે રોજેય વિધિ કરવાનાં. આ બધાએ જોયેલું હોય, તો અમે કેવાં સાચવ્યાં હશે કે એ વિધિ કરે ?” કોઈ જ્ઞાનીની સ્ત્રીએ એમની વિધિ કરેલી નહીં. ત્યારે અમે કેવાં સાચવ્યાં હશે ? એ પરથી તમને સમજાયું બધું ? વિષય છૂટયા બાદ, સંબોધ્યાં ‘બા' !!! જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે, (૩૫ વર્ષની ઉંમરે અખંડ બ્રહ્મચર્યમાં આવી ગયા હતા) ત્યારથી હું ‘હીરાબા’ કહું છું

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41