Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 35
________________ દાદા ભગવાન ? ૫૯ હવે તે દહાડે ’૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, “કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?” ત્યારે એ કહે, “એક તો હીરાબાની આંખ ગઈ છે. બીજું પ્રજા કશું નથી.’ મેં કહ્યું, ‘પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.’ વળી તેમને મેં કહ્યું, કે ‘હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તો ય હાથ પકડીને હું દોરવીશ.’ એ કહે, ‘તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું ?’ મેં કહ્યું, ‘કૂવામાં નાખવી છે તમારી છોડીને ? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુઃખી થાય કે ના થાય ? મારી આંખ ગઈ ત્યારે આ થયું ને ?” અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, ‘હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ ! કારણ કે મેં પ્રોમિસ આપેલું છે. પ્રોમિસ આપ્યા પછી ફરી ના જવાય. આપણે એક અવતાર એના માટે, એમાં શું બગડી જવાનું હતું ! બીજા બધા બહુ અવતાર મળવાના છે ! લગ્નમાં ચૉરીમાં હાથ આપ્યો હતો, આપણે હાથ આપ્યો તે પ્રોમિસ કર્યું આપણે. અને આ બધાની હાજરીમાં પ્રોમિસ કર્યું છે. એ પ્રોમિસ આપણે ક્ષત્રિય તરીકે એને આપ્યું હોય, તો એ પ્રોમિસ માટે એક અવતાર મૂકી દેવો પડે ! કેવી સમજણ ? કેવું એડજસ્ટમેન્ટ ! અમેય છે તે કઢી ખારી આવેને, તો ઓછી ખાઈએ અગર તો કોઈ ફેરો કઢી ખાધા વગર ચાલે એવું ના હોય તો ધીમે રહીને જરા પાણી કઢીમાં રેડી દઈએ. ખારી થયેલી, તે સહેજ પાણી રેડીએ એટલે તરત ખારાપણું ઓછું થઈ જાય. તે એક દહાડો હીરાબા જોઈ ગયાં, ‘આ શું કર્યું ? આ શું કર્યું ? ઢોળી દો, આ મહીં પાણી રેડ્યું ? ત્યારે મેં કહ્યું FO દાદા ભગવાન ? કે, આ ચૂલા ઉપર પાણી રેડીએ ત્યારે પછી થોડીવારે બે ઊભરા આવે એટલે તમે જાણો છો કે આ પાકી થઈ ગઈ ને આ અહીં જ પાણી રેડ્યું તે કાચી છે એવું તમે માનો છો ? એવું કશું નહીં આ ! પણ તે ના ખાવા દે બળ્યું, ઉપરેય પાણી જ રેડવાનું છે ને ? આ તો મનની માન્યતાઓ છે બધી. મને આમ માન્યું માટે આમ, નહીં તો કહેશે, બગડી ગયું. પણ કશું બગડે જ નહીં ને ! એની એ જ પાંચ તત્ત્વોની જ દરેક ચીજો છે, વાયુ, જલ, તેજ, પૃથ્વી ને આકાશ ! માટે કશું બગડવા કરવાનું હોય નહીં. તિરંતર જાગૃત યજ્ઞ, ફલિત ‘અક્રમ વિજ્ઞાત’ ! પ્રશ્નકર્તા : પણ દાદા, એ જે તમે કર્યું, એ કેટલી જાગૃતિ કે પાણી નાખ્યું. એને નથી કહેવું કે આમાં મીઠું વધારે પડ્યું છે. એ એને દુઃખ થાય માટે પાણી રેડવું. દાદાશ્રી : હા, અરે, ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોયને, તોય અમે બોલ્યા નથી. ત્યારે લોકો કહે છે કે, “આવું કરશોને, તો ઘરમાં બધું બગડી જશે.’ મેં કહ્યું કે, ‘તમે કાલે જોજોને, તે પછી બીજે દહાડે કહે કે કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે કશું કહ્યું નહીં અમને ? મેં કહ્યું કે, મારે કહેવાની શી જરૂર ? તમને ખબર પડશેને ! તમે ના પીતાં હોય તો મારે કહેવાની જરૂર પડે. તમે પીવો છોને, પછી મારે કહેવાની જરૂર શી ? પ્રશ્નકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે ક્ષણે ક્ષણે ! દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસેય કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરૂ થયું હતું. આ જ્ઞાન એમ ને એમ થયું નથી ! અમે આ જે કંઈ બોલીએ છીએને, તે તમે પૂછો એટલે એ જગ્યાનું દર્શન દેખાય. દર્શન એટલે જે બન્યું તે એમ દેખાય. જેવું બન્યું હતું તેવું આમ દેખાય !

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41