________________
૫૫
પE.
દાદા ભગવાન ? હિસાબ છે અને એ કેટલો હિસાબ છે કે એક પરમાણુનો પણ હિસાબ છે. બોલો, ત્યાં પોલંપોલ શી રીતે ચાલ્યું જશે ? એવાં ‘વ્યવસ્થિત'ના નિયમ છે, પરમાણુના હિસાબ છે. માટે કશું બગાડ કરશો નહીં.
જગતમાં પોલ ચાલે નહીં ! આ અમારે પાણીનો બગાડ કરવો પડે છે. હું જ્ઞાની પુરુષ છું, તે મને તો, જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ ન સંભવે, તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે. અમારે આ પગે આવું થયેલું તેથી પેલા સંડાસમાં બેસવું પડે. પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ, તે કેટલા બે ડાબડા પાણી જતું હશે ? અને પાણીનો ત્રાસ છે, પાણી કીંમતી છે એથી ? ના, પણ પાણીના જીવો કેટલા આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય ! અને જ્યાં એક-બે ડાબડાથી ચાલે એવું છે, ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય ? જો કે હું તો જ્ઞાની પુરુષ છું, એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી દઈએ, એટલે અમારે કેટલાય મહિનાઓ સુધી ચાલ્યા કરે. પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે. કારણ કે ત્યાં ચાલે નહીં, જ્ઞાનીપુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં. આ પોપાબાઈનું રાજ નથી, તો વીતરાગોનું રાજ છે, ચોવીસ તીર્થકરોનું રાજ છે ! તમને ગમે છે. આ તીર્થંકરોની આવી વાત ?
જાગૃતિ જુદાપણાતી ! મને તાવ કોઈ વખત આવે, તો કોઈ પૂછે કે, ‘તમને તાવ આવ્યો છે ?” ત્યારે હું કહું કે, ‘હા, ભઈ, એ.એમ.પટેલને તાવ આયો છે, તે હું જાણું છું.” “મને તાવ આવ્યો’ એવું કહું તો મને ચોંટી જાય. જેવો કલ્પ એવો થઈ જાય તરત. એટલે હું એવું ના બોલું.
અમારા' અનુભવતી વાત ! હું ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી ના કરું. કારણ કે બીજાં પેસેન્જરો પછી
દાદા ભગવાન ? પાછળ પડે છે. મને વાંકું બોલતાં આવડતું નથી. પૉલીશ કરતાં નથી, આવડતું. એ પૂછે કે આપનું સરનામું શું, તો હું કહી દઉં એટલે એ પાછો ઘેર આવે. એટલે આ તો બધી વળગાડ પાર વગરની. એના કરતાં મારા સગા ભાઈઓ જેવા બધા થર્ડ ક્લાસવાળા પેસેન્જરો સારા છે. એટલે શું જતાં-આવતાં કો'કની ઠોકરો વાગે તો મહીં શું કષાયભાવ ભરેલા છે તે ખબર પડે. કો'કની ઠોકર વાગી હોય, તે શું કચાશો બધી માલમ પડે. એટલે કચાશો બધી એમ કરીને નીકળી જાય.
પછી આ પગ દુઃખેને એટલે શું કહ્યું, “અંબાલાલભાઈ, પગ તમને બહુ દુખ્યા, નહીં ? થાકી ગયા છો. કારણ કે આમ ને આમ અકડાઈને બેઠા હશોને એટલે પગ દુખ્યા છે.’ એટલે પાછો બાથરૂમમાં તેડી જઉં ને ત્યાં જઈને ખભો થાબડું, ‘હું તમારી જોડે છુંને, શું કામ ડરો છો ? અમે શુદ્ધાત્મા ભગવાન છીએ ને, તમારી જોડે.” એટલે પાછા ફર્સ્ટ ક્લાસ થઈ જાય.
મુશ્કેલીમાં આવે ત્યારે ખભો થાબડીને કહેવું. પહેલાં એક હતા, તે હવે બે થયા. પહેલાં તો કોઈનો સહારો જ ન હતો. પોતે જ પોતાની મેળે સહારો ખોળતા રહે. એકના બે થયા. આવું કોઈ ફેરો કર્યું તું કે નહોતું કર્યું?
પ્રશ્નકર્તા : કર્યું છે.
દાદાશ્રી : તે ઘડીએ આપણને જુદી જાતનું લાગેને ? જાણે આખા બ્રહ્માંડના રાજા હોયને એવી રીતે આપણે બોલવાનું હોય. આ બધું મારા અનુભવની વાત તમને બધી દેખાડી દીધી.
હું પટેલ સાથે બહુ વાતો કરતો'તો. મને મઝા આવે એવી વાતો કરવાની. અમે હઉ આવડા મોટા છોત્તેર વર્ષના અંબાલાલભઈને એવું કહીએ ને, “છોંતેર વર્ષોથી કંઈ ડાહ્યા થયા છો ? એ તો ઘડતરથી ડાહ્યા થયા !”
પ્રશ્નકર્તા : તમે ક્યારથી વાતો કરતા'તા ?