________________
પ૪
દાદા ભગવાન ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો એને એ વખતે કયો લાભ થયો ?
દાદાશ્રી : એને તો સાંસારિક, પૈસા બાબતમાં બધો લાભ થાય ને ! એ તો છોકરાઓને કહેતા ગયા હતા કે આ દાદાની હાજરી એ શ્રીમંતાઈ છે. મારે પૈસા ખૂટ્યા નથી કોઈ દહાડોય.
[૫] જીવનમાં નિયમો
દાદા ભગવાન ?, જોડેય મતભેદ નહીં. માકણેય બિચારા સમજી ગયેલા કે આ મતભેદ વગરના માણસ છે, આપણે આપણો ક્વોટા લઈને ચાલતા થવાનું.
પ્રશ્નકર્તા : પણ તમે જે આપી દેતા હતા, એ પૂર્વનું સેટલમેન્ટ થતું હશે કે નહીં થતું હોય, એની શી ખાતરી ?
દાદાશ્રી : સેટલમેન્ટ જ ! એ કંઈ નવું નથી આ ! પણ સેટલમેન્ટનો સવાલ નથી. અત્યારે નવો ભાવ ના બગાડવો જોઈએને ! પેલું તો સેટલમેન્ટ છે, ઈફેક્ટ છે. પણ અત્યારે નવો ભાવ ન બગડે. નવો ભાવ અમારો મજબૂત થાય કે આ કરેક્ટ જ છે. કંઈ ગમ્યું તમને કે થોડો કંટાળો આવ્યો ?
પ્રશ્નકર્તા : પણ ક્લેશમાંથી મુક્તિ રહે.
દાદાશ્રી : હા, સહન કરવામાં ક્લેશમાંથી મુક્તિ રહે અને ક્લેશમાંથી મુક્તિ એકલી નહીં, સામો માણસ, ભાગીદાર અને એમનું કુટુંબ આખુંય ઉર્ધ્વગતિએ જાય. અમારું આવું જોઈને એમનું મન પણ મોટું થઈ જાય. સંકુચિત મન મોટાં થઈ જાય. ભાગીદારેય રાત-દહાડો જોડે રહ્યા તોય છેવટે એમ જ કહેતા હતા કે ‘દાદા ભગવાન આવો. તમે તો ભગવાન જ છો.” જો ભાગીદારને મારી ઉપર પ્રેમ ઉત્પન્ન થયો ને ! જોડે રહ્યા, મતભેદ ના પડ્યો ને પ્રેમ ઉત્પન્ન થયો ! ત્યારે કેટલું બધું કામ કાઢી જાય એ ?
મારે પોતાને માટે મેં કશું નથી કર્યું. એ ધંધો તો એની મેળે ચાલતો'તો. અમારા ભાગીદાર એટલું કહેતા હતા કે, ‘તમે જે આ કરો છો એ કરો, આત્માનું અને બે-ત્રણ મહિને તમે એક ફેરો કામ દેખાડી જજો કે આમ છે. બસ, એટલું જ કામ લેતા હતા, મારી પાસે.
પ્રશ્નકર્તા: પણ તો એનીય ગણતરી તો હોય ને ભાગીદારની ? કંઈક મેળવવાની ? ભાગીદાર બનાવે તો પોતાને લાભ થતો હોય તો જ ભાગીદાર બનાવે ને ?
ટેસ્ટેડ કરી પોતાની જાતને ! ૧૯૬૧-૬૨માં એક ફેરો મેં કહ્યું હતું કે ‘એક ધોલ મારી જાય, તેને પાંચસો રૂપિયા આપું.” તો કોઈ ધોલ જ મારવા ના આવે. મેં કહ્યું,
અલ્યા, ભીડ હોય તો મારને !' ત્યારે કહે, “ના, બા. મારું શું થાય ?” કોણ મારે ! એવું કોણ કરે આવું ! એ તો મફતમાં આવે છે, તે દહાડે મોટું પુણ્ય ગણવું જોઈએ કે આ આવું મોટું ઈનામ આપ્યું. આ તો બહુ મોટું ઈનામ ! તેય પહેલાં આપણેય આપવામાં બાકી નથી રાખેલું ને, તેનું પાછું આવ્યું છે આ બધું.
હું શું કહેવા માંગું છું કે આ દુનિયાનો ક્રમ કેવો છે કે તમારે ૧૯૯૫માં જે ખમીસ મળવાનાં છે, તે આજે તમે વધારે વાપરી ખાશો તો ૧૯૯૫માં ખમીસ વગર રહી જશો, એવું હું કહેવા માંગું છું. માટે તમે એવી રીતે એને પદ્ધતિસર વાપરો. અને ઘસારો પડ્યા વગર આમ કોઈ ચીજ કાઢી ના નાખશો અને એ ચીજ કાઢી નાખો તો અમુક જગ્યાએ ઘસારો હોવો જોઈએ ને પછી કાઢી નાખો. આવો મારો કાયદો છે. તેથી હું કહું કે આટલો ઘસારો હજી નથી પડ્યો, માટે આ ચીજને કાઢી નાખશો નહીં. કારણ કે એ આટલો જ ખરાબ થયેલો છે, હજુ ચાલે એવો છે, એને ગમે ત્યારે કાઢી નાખો તો એ મીનિંગલેસ થયું ને ! એટલે આ બધી ચીજો તમે વાપરો છો એનો હિસાબ હશે કે નહીં હોય ? એ