________________
_ ૪૯
૫૦.
દાદા ભગવાન ? થયા કરે, ઈચ્છાઓ થયા કરે કે “એ ક્યારે આપશે, ક્યારે આપશે ?” તો આનો ક્યારે પાર આવે ?
અમારેય એવું બનેલું ને ! પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા કરતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરા. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા, આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય કે ચિઠ્ઠીમાંય સહી કશું ના હોય ને ! તે પછી એને વર્ષ-દોઢ વર્ષ થયું હશે. મનેય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, ‘જો તમારે હવે છૂટ થઈ હોય તો મારા પાંચસો રૂપિયા લીધેલા તે મોકલી આપજો.” ત્યારે એ કહે છે કે, “શેના પાંચસો ?” કહ્યું કે, ‘તમે મારી પાસેથી લઈ ગયા હતા ને તે.” ત્યારે એ કહે કે, ‘તમે મને ક્યાં ધીરેલા ? તમને રૂપિયા તો મેં ધીરેલા એ તમે ભૂલી ગયા છો ?” ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, ‘હા, મને યાદ કરવા દો.” થોડીવાર આમતેમ વિચાર કરીને મેં કહ્યું કે, ‘હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.” પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં આવીને ચોંટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો ? આવા બનેલા દાખલાઓ છે !
એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય ? આપણે કોઈને રૂપિયા આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરીએ બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડે એને ચા-પાણી પાવા કે, “ભાઈ, તમારો ઋણ માનવો પડે કે તમે રૂપિયા પાછા આવીને આપી ગયા, નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.’ એ કહે કે, “વ્યાજ નહીં મળે.' તો કહીએ, “મૂડી લાવ્યો એ જ ઘણું છે ને !” સમજાય છે ? આવું જગત છે ! લાવ્યો છે તેને પાછા આપવાનું દુઃખ છે, ધીરે છે તેને પાછા લેવાનું દુઃખ છે. હવે, આમાં કોણ
દાદા ભગવાન ? સુખી ? અને છે ‘વ્યવસ્થિત' ! નથી આપતો તેય ‘વ્યવસ્થિત’ છે અને મેં ડબલ આપ્યા તેય ‘વ્યવસ્થિત’ છે.
પ્રશ્નકર્તા : આપે બીજા પાંચસો રૂપિયા પાછા કેમ આપ્યા ?
દાદાશ્રી : ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા.
છેતરાયા, પણ કષાય ત થવા માટે ! અમારા ભાગીદારે એક ફેરો મને કહ્યું કે, ‘તમારા ભોળપણનો લોકો લાભ ઉઠાવી જાય છે.” ત્યારે મેં કહ્યું કે, ‘તમે મને ભોળા કહો છો, માટે તમે જ ભોળા છો, હું સમજીને છેતરાઉં છું'. ત્યારે એમણે કહ્યું કે, ‘હવે હું આવું ફરી નહીં બોલું.’ હું જાણું કે આ બિચારાની મતિ આવી છે, એની દાનત આવી છે, માટે એને જવા દો, લેટ ગો કરોને ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ. આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ. એટલે ફરી હલે છેતરાઈએ. સમજીને છેતરાવામાં મઝા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછા હોય ને ?
પ્રશ્નકર્તા : હોય જ નહીં.
દાદાશ્રી : નાનપણથી મારો ‘પ્રિન્સિપલ’ એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી. આ સમજીને છેતરાવાથી શું થયું ? બ્રેઈન ટોપ ઉપર પહોંચી ગયું, મોટા મોટા જજોનું બ્રેઈન કામ ના કરે એવું કામ કરતું થઈ ગયું. જજ હોય છે એ પણ આમ તો સમજીને છેતરાયેલા. અને સમજીને છેતરાવાથી બ્રેઈન ટોપ ઉપર પહોંચી જાય. પણ જોજે, તું આવો પ્રયોગ ના કરીશ. આપણે તો જ્ઞાન લીધું છે ને ? આ તો જ્ઞાન ના લીધું હોય ત્યારે આવો પ્રયોગ કરવાનો.
એટલે સમજીને છેતરાવાનું છે, પણ એ કોની જોડે સમજીને