Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ ૪૮ દાદા ભગવાન ? ૪૩ નહીં કે આમને કંઈ પ્રાપ્ત થયું છે. પછી બધું ટોળું જામતું ગયું. [૪] ભાગીદારીમાં ધંધો કરતાં... તોકરી જેટલું જ ઘરખર્ચ માટે ! અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી, છતાં સંજોગોવશાત્ પેસી જાય તો તેને ધંધામાં રહેવા દેવી, ઘરમાં ના પેસવા દેવી. તે આજે છાસઠ વરસ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા દીધી નથી ને ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયો નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખો રૂપિયા કમાય, પણ આ પટેલ સવિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસોસાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય, બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઈન્કમટેક્ષવાળાનો કાગળ આવે તે આપણે કહેવું કે ‘પેલી રકમ હતી તે ભરી દો.' ક્યારે કયો ‘એટેક” થાય તેનું કશું ઠેકાણું નહીં અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં ઈન્કમટેક્ષવાળાનો ‘એટેક આવ્યો, તે આપણે અહીં પેલો “એટેક’ આવે ! બધે ‘એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે. દાદા ભગવાન ? ભરાવો ના થાય એટલે બહુ થઈ ગયું ! ઉઘરાણી કરીએ તો ઉપાધિ આવે છે ? પછી એ જે મિત્ર સર્કલમાં વાતચીત કરી, મઝા કરી, પછી રૂપિયાની આલમેલ થઈ. તે રૂપિયા આપ્યા પછી કોઈ ઘેર રૂપિયા પાછા આપવા આવ્યું નહીં, એ બેતાળીસની સાલમાં. પહેલાં તો કોઈને આપીએ પછી કોઈ બસ્સો-પાંચસો ના આપે તો ઠીક છે. પણ આ તે બધા ભાઈબંધોને મારી પાસે હતું તે મેં હેલ્પ કરી, તે કોઈ પણ આપવા આવ્યા નહીં. એટલે મહીંથી અવાજ નીકળ્યો કે, ‘આ સારું થયું છે. જો રૂપિયા પાછા ઉઘરાણી કરશો તો ફરી પાછા લેવા આવશે.” ઉઘરાણી કરીએ એટલે કકડે કકડ કરીને પાંચ હજાર આપે ખરા, પણ પાછો દશ હજાર લેવા આવે. એટલે લેવા આવવા બંધ કરવા હોય તો આ રસ્તો સરસ છે ! આપણે અહીંથી જ બંધ કરી દો, તાળાં મારી દો. ઉઘરાણી કરીએ તો આવેને ફરી ! અને એ લોકોએ શું જાણ્યું કે, “ઉઘરાણી નથી કરતા, ઈંડોને ફાવ્યા આપણે !' એટલે પછી એ લોકોએ મોટું દેખાડવાનું જ બંધ કરી દીધું. અને મારે એ જોઈતું હતુંને ! એટલે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.” એટલે આ કળા જડી તે ઘડીએ ! અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઇ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઇ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, ‘તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ, તને છૂટ છે.’ આ પૈસા જતા કરીને જો વેર ભંગાતું હોય તો ભાંગો. ધીરેલા, તેતે જ ચૂકવ્યા ! કેવી ફસામણ ?! એવું છે ને, કે આપણે કો'કના લીધા હોય, દીધા હોય, લેવા-દેવાનું તો જગતમાં કરવું જ પડે ને ! એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે કો'કના પાછાં ના આવે તો એના માટે મનમાં કકળાટ લક્ષ્મીની ભીડ નહીં, ભરાવો નહીં ! મારે કોઈ દહાડો (લક્ષ્મીની) ભીડ પડી નથી ને ભરાવો થયો નથી. લાખ આવતાં પહેલાં તો કોઈને કંઈ બોમ્બ આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડોય અને ભીડ પણ પડી નથી, બાકી કશું દબાવ્યું કર્યું નથી. કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાવાય ને ? એવું અવળું નાણું જ ના આવે તો દબાવે શી રીતે ? અને એવું આપણે જોઈતું પણ નથી. આપણે તો ભીડ ન પડે અને

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41