________________
દાદા ભગવાન ? એવીય ખબર નહીં ને ! મેં તો જાણ્યું કે આપણો હવે ઉકેલ આવી ગયો !
પ્રશ્નકર્તા : એનો ઉપયોગ મૂકીને શોધવું તો પડશે !
દાદાશ્રી : ના, ના, એ તો એની મેળે તારીખ જડવાની હશે તો જડશે ! આપણે ક્યાં ભાંજગડ કરીએ અત્યારે ?!
પ્રશ્નકર્તા : એ ચોમાસું હતું ? દાદાશ્રી : ના, એ ચોમાસા ને ઉનાળા એ બેની વચ્ચેની સીઝન હતી. પ્રશ્નકર્તા : જુલાઈનો મહિનો હતો ?
દાદાશ્રી : એ જુલાઈ નહીં, જૂન હતો. આપણને તો એવી પડેલીય નથી. આપણે તો જે અજવાળું પડ્યું તે પડેલી !
પ્રશ્નકર્તા : લોક પાછળથી પડાપડી કરશે ને ?
દાદાશ્રી : પડાપડી કરશે ત્યારે નીકળશે ય ખરુંને ! જરૂર પડશે ત્યારે નીકળશે !
દાદા ભગવાન ? દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધાં મને દેખાય છે. હવે તો તે બધાં ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને ‘હે ચંદુભાઈ, મનવચન-કાયાનો યોગ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! ચંદુભાઈના શુદ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું, તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોટું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય.
આ જ્ઞાન પ્રગટ્યા પછી....
આમ કરજો પ્રતિક્રમણ ! અરે, તે વખતે અજ્ઞાન દશામાં અમારો અહંકાર ભારે. ‘ફલાણા આવા, ફલાણાં તેવા’ તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર.... અને કોઈને વખાણેય ખરા. એકને આ બાજુ વખાણે ને એકને આનો તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી ‘એ.એમ.પટેલ'ને કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધા હવે સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધા ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુના કુટુંબીઓ, મામો, કાકો, બધાય જોડે તિરસ્કાર થયેલા હોય, બળ્યા ! તે બધાના ધોઈ નાખ્યા.
પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું, સામે જઈને નહીં ?
આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, સંજોગો ભેગા થયા અને તે સુરતના સ્ટેશને કાળ મળી ગયો. એ કાળે આ જ્ઞાન પ્રગટ થઈ ગયું, કે શાના આધારે જગત ચાલે છે, કઈ રીતે ચાલે છે બધું, આખું વિજ્ઞાન જોવામાં આવ્યું, આંખથી નહીં, અંદરની આંખથી. બસ ત્યારથી અહંકાર બધોય જતો રહ્યો ! હું દેહ છું ને બધુંય ઊડી ગયું !! સંપૂર્ણ જ્ઞાનદશા ત્યારથી જ !!!
હવે જ્ઞાનદશામાં રહેતો હતો, ત્યાં વડોદરામાં ! બીજું બધું ફ્રેન્ડ સર્કલ બધું આવ-જા કરે, મૂળ પેલું કર્મ તો ખરું જ ને ! લોકોને પૂછવાનું કે તમારે શું થયું, શું નહીં એ બધું ખરું જ પાછું. પણ એમાં જે મમતા હતી એ તૂટી ગઈ. પહેલાં માન પોષાય એટલા માટે હું બોલતો હતો. કારણ કે કોઈનું કંઈ કામ મેં મફત નથી કર્યું. એના બદલામાં મારું માન પોષાયેલું છે, એટલું જ ! એટલે એના બદલા વગર તો કોઈ કાર્ય થતું જ નથી. હવે, એ માન પોષાયા સિવાય કાર્ય થવા માંડ્યું.
જ્ઞાન થયા પછી ચાર વર્ષ થયાં. ત્યાં સુધી તો કોઈનેય ખબર પડી