Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 34
________________ દાદા ભગવાન ? ૫૭ દાદાશ્રી : જ્ઞાન થયા પછી. પહેલાં તો કેવી રીતે વાત કરું હું ? ‘હું જુદો છું’ એવું ભાન થયું ને પછીથી ! જે પૈણવા બેઠા’તા એય યાદ કરીને અંબાલાલને કહીએ કે, ઓહોહો !, તમે તો કંઈ પૈણવા બેઠા'તા ને ! પછી માથેથી પાઘડી ખસી ગયેલી, ત્યારે પછી રાંડવાનો વિચાર આવેલો તમને એવું હઉ કહું હું. દેખાય પેલું. કેવી પાઘડી ખસી ગયેલી હતી ને કેવું બધું પૈણવામાં માંહ્યરું હતું, તે દેખાય. વિચાર કરતાની સાથે દેખાય. અમે બોલીએ અને અમને આનંદ આવે. આવી વાત કરીએ એટલે એ ખુશ થઈ જાય ! [] પત્ની હીરાબા સાથે એડજસ્ટમેન્ટ ! મતભેદ ટાળવા સાવધાની જ રાખેલી ! પૈણતી વખતે કહે છે, “સમયે વર્તે સાવધાન.’ તે મહારાજે ખરું કહ્યું, જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર, તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢે પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? એ અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછો ! હું તો ત્રીસ વર્ષનો હતો ત્યારથી બધુંય રિપેર કરી નાખેલું. ઘરમાં પછી ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં. બાકી અમારે પહેલાં લોચા પડી ગયેલા. અણસમજણના લોચા. કારણ કે ધણીપણું બજાવવા ગયેલા. પ્રશ્નકર્તા : બધા ધણીપણું બજાવે અને આપ ધણીપણું બજાવો, એમાં ફેર તો ખરો જ ને ? દાદાશ્રી : ફેર ? શેનો ફેર ! ધણીપણું બજાવ્યું એટલે બધું ગાંડપણ ! મેડનેસ કહેવાય !! અંધારાના કેટલા ભેદ હોય ? ૫૮ દાદા ભગવાન ? પ્રશ્નકર્તા તોય આપનું જરા જુદી જાતનું હોયને? આપનું કંઈક નવી જ જાતનું હોયને ! દાદાશ્રી : થોડો ફેર હોય. એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતા ! અને પડ્યો હોય તો વાળી લેતાં અમને આવડે. મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં, પણ તોય એને અવળું પડી જાય પછી એનો ઉપાય શો ? સારું-ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં ! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. અમારા તો બધાય રૂપિયા ચાલે. તમારે તો કેટલીક જગ્યાએ નહીં ચાલતો હોય ને ? પ્રશ્નકર્તા: અહીં દાદા પાસે જ ચાલે, બીજે ક્યાંય ચાલતા નથી. દાદાશ્રી : એમ ? હશે ત્યારે ! આ ઓફિસમાં ચાલે તોય બહુ થઈ ગયું. આ તો નિયાની હેડ ઓફિસ કહેવાય. અમે બ્રહ્માંડના માલિક છીએને ! આવું સાંભળીને તો લોક ખુશ થઈ જાય કે બ્રહ્માંડના માલિક ? આવું તો કોઈ બોલ્યું જ નથી. અને વાતે ય ખરી છે ને ? જેને આ મનવચન-કાયાનું માલિકીપણું છૂટું એ આખા બ્રહ્માંડનો માલિક ગણાય. પત્નીને પ્રોમિસ, માટે. હીરાબાની એક આંખ ૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું. એટલે લોકોના મનમાં એમ કે આ ‘નવો’ વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને. અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, ‘શું છે તમારે ?” ત્યારે એ કહે, “આવું તમારું થયું ?”

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41