________________
દાદા ભગવાન ?
‘દાદા ભગવાત’તું સ્વરૂપ શું ?
પ્રશ્નકર્તા : દાદા ભગવાનનું સ્વરૂપ શું છે ?
દાદાશ્રી : દાદા ભગવાનનું સ્વરૂપ કયું ? ભગવાન, બીજું શું ? જેને આ વર્લ્ડમાં કોઈ પણ જાતની મમતા નથી, જેને અહંકાર નથી, જેનામાં બુદ્ધિ નથી, એ દાદા સ્વરૂપ !!
આત્મજ્ઞાતથી ઉપર તે કેવળજ્ઞાતથી તીચે !
જ્ઞાની પુરુષને કેવળ જ્ઞાન ચાર ડિગ્રીએ અટક્યું છે અને આત્મજ્ઞાનની ઉપર ગયું, આત્મજ્ઞાનની ઉપર ગયું અને કેવળજ્ઞાનના સ્ટેશને પહોંચ્યું નહીં. ત્યારે એમાં વચલા ગાળામાં આ જે શેયો છે ને, તે જગતને ખબર ન હોય. આમાં આ અમે જે બોલીએને, તે એક વાક્ય ખબર ન હોય, ભાનેય ના હોય. એમ બોલ્યા પછી બુદ્ધિથી પાછું સમજાય એને, ના સમજાય એવું નથી. બુદ્ધિ એ પ્રકાશ છે, તે પ્રકાશથી સામાનું બોલેલું સમજાય કે વાત કરેક્ટ છે. પણ ફરી પાછું એને યાદ ન આવે, ફક્ત જ્ઞાની પુરુષનું વાક્ય છે એટલે એનામાં વચનબળ હોવાથી અમુક ટાઈમ હાજર થાય. જ્યારે ખરો ટાઈમ આવેને, ત્યારે એ વાક્ય હાજ૨ થાય, એ વચનબળ કહેવાય.
જગત જોયું પણ જાણ્યું નહીં પૂર્ણ !
અમે કેવળજ્ઞાનમાં નાપાસ થયેલા માણસ છીએ. પ્રશ્નકર્તા : ચાર અંશ એ કયા ચાર અંશ ?
દાદાશ્રી : આ જે દેખાય છે, આ ચારિત્રમોહ જે દેખાય છે તમને, તે ભલે મને એની મૂર્છા ના હોય, છતાં સામાને દેખાય છે માટે એટલા અંશ બાદ થઈ જાય છે. અને બીજું મને જગત સમજાય છે ખરું, પણ જાણ્યામાં નથી આવ્યું હજુ. કેવળજ્ઞાન એટલે જાણ્યામાં આવવું જોઈએ.
૧૦
આ તો સમજવામાં આવી ગયું છે.
તે ?
દાદા ભગવાન ?
પ્રશ્નકર્તા ઃ એનો ભેદ કેવી રીતે કરવો, જાણવામાં ના આવ્યું હોય
દાદાશ્રી : સમજવામાં આવ્યું છે, જાણ્યામાં નથી આવ્યું. જાણ્યામાં આવ્યું હોત તો કેવળજ્ઞાન કહેવાત. સમજવામાં આવ્યું એટલે કેવળદર્શન કહેવાય છે.
પ્રશ્નકર્તા : આ જાણ્યું નથી, પણ સમજમાં આવ્યું છે, એ જરા સમજાયું નહીં.
દાદાશ્રી : સમજમાં એટલે આ જગત શું છે, કેવી રીતે ઉત્પન્ન થયું, મન શું છે, મનના ફાધર-મધર કોણ છે, આ બુદ્ધિ શું છે, આ ચિત્ત શું છે, અહંકાર શું છે, માણસનો જન્મ શાથી થાય છે, ફલાણાનો જન્મ કેમ થાય છે, આ બધું કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, ભગવાન ચલાવે છે કે બીજું કોઈ ચલાવે છે, હું કોણ છું, તમે કોણ છો, એ બધી જ વાત અમારી સમજમાં આવી ગયેલી હોય. અને દિવ્યચક્ષુથી આત્મા બધે જ દેખાતો હોય, દરેક જીવમાત્રમાં દેખાતો હોય. એટલે બધું સમજમાં આવી ગયેલું હોય, એટલે એને કેવળદર્શન કહીએ છીએ.
બોલે છે તે છે ટેપરે !
દાદાશ્રી : આ કોણ બોલે છે ? આપની સાથે કોણ વાત કરે છે ? પ્રશ્નકર્તા : એ જ્ઞાન તો મને નથી ખબર !
દાદાશ્રી : એટલે આ ‘હું’ તમારી જોડે વાત નથી કરતો. ‘હું’ તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું. ‘હું’ મારા ક્ષેત્રમાં જ રહું છું. આ તમારી જોડે વાત કરે છે એ તો રેકર્ડ વાત કરે છે, કમ્પ્લીટ રેકર્ડ છે. એટલે બીજી રેકર્ડ ઊતરી શકે છે. આય મિકેનિકલ રેકર્ડ છે બિલકુલ.