Book Title: Dada Bhagvana Kon Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ દાદા ભગવાન ? બગીચાઓ હોય, તો આ બધા છોકરાઓ ફરવા જાય તો બધા છોકરા આટલું આટલું બાંધી લાવે. પણ હું કશું એવું બાંધતો-કરતો નહીં. એટલે લોભની પ્રકૃતિ જ નહીં. માન એટલું બધું કે મારા જેવો કોઈ દુનિયામાં નથી. માન, બહુ જબરજસ્ત માન ! અને એ તો મને એટલું બધું કેવું કે હું જ જાણું છું એ ! પ્રશ્નકર્તા : આપને જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં કેવું હતું ? દાદાશ્રી : મને સમકિત થશે એવું લાગતું હતું. બાકી બધાં પુસ્તકોનાં સ્ટડીમાંથી ખોળી કાઢ્યું કે સરવૈયે ‘વસ્તુ શું છે ?” એવું સમજાયેલું બધું. અને તીર્થકરો, વીતરાગો સાચા પુરુષ છે અને વીતરાગોનો મત સાચો છે, એ વસી ગયેલું ! અનંત કાળનું આરાધન એ ! એટલે બધું એ જ હતું. વ્યવહાર બધો જૈન-વૈષ્ણવનો ભેગો હતો. અમુક બાબતમાં વૈષ્ણવ વ્યવહાર અને અમુક બાબતમાં જૈન વ્યવહાર હતો ! અમે ગરમ પાણી કાયમને માટે પીતા હતા, બીઝનેસ ઉપરેય ગરમ પાણી પીતો હતો. તમેય એવો જૈન વ્યવહાર ના કર્યો હોય ! પણ તે આ જ્ઞાન પ્રગટ થયાનું કારણ નથી. એનું કારણ તો બધા બહુ એવિડન્સ ભેગા થયેલા છે. આ તો આવું બને નહીં ને અક્રમ વિજ્ઞાન ઊભું થાય નહીં ને ? અક્રમ વિજ્ઞાન ચોવીસ તીર્થકરોનું ભેગું વિજ્ઞાન છે. આ ચોવીસ તીર્થકરોના વખતમાં જે સીઝયા નહીં, બુઝયા નહીં, તે બધાને બુઝવાનું આ વિજ્ઞાન છે. | દિલતા સાચાને “સાચું મળ્યું ! પ્રશ્નકર્તા : પણ આપને અક્રમ જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું ? એમ સહજ એની મેળે કે પછી કંઈ ચિંતન કર્યું ? દાદાશ્રી : એની મેળે, ‘બટ નેચરલ’ થયું ! અમે કશું આવું ચિંતન કરેલું નહીં. અમને તો આટલું બધું હોય ક્યાંથી ? અમે તો એવું માનતા હતા કે કંઈક આ બાજુનું ફળ આવે એવું લાગે છે. સાચા દિલના હતા, સાચા દિલથી કરેલું હતું, એટલે એવું કંઈક ફળ આવશે, કંઈક સમકિત દાદા ભગવાન ? જેવું થશે, લાગેલું. કંઈક સમકિતનો આભાસ થશે, એનું અજવાળું થશે. તેને બદલે આ આખું અજવાળું થઈ ગયું ! મોક્ષે જતાં સંસાર તડતો નથી... પ્રશ્નકર્તા : આપે સંન્યાસ કેમ ના લીધો? દાદાશ્રી : સંન્યાસ તો, એવો ઉદય જ નહોતો. એમ નહોતું કે સંન્યાસ ઉપર મને ચીડ છે એવું નહીં પણ એવો ઉદય કોઈ જાતનો મને દેખાયેલો નહીં અને હું એમાં માનવાવાળો હતો કે સંસાર મોક્ષે જતાં નડતો ન હોવો જોઈએ. એ માન્યતા મારી દેઢ હતી. સંસાર નડતો નથી. અજ્ઞાન નડે છે ! હા, ભગવાનને આ ત્યાગ માર્ગનો ઉપદેશ કરવો પડે છે, એ સામાન્ય ભાવે કરવો પડ્યો છે. એ કંઈ વિશેષ ભાવે નથી કર્યો. વિશેષ ભાવ તો એવો છે કે સંસાર નડે એવો નથી, એવું અમે ગેરેન્ટીપૂર્વક કહીએ છીએ. કઈ જગત પુચ્ચાઈએ જ્ઞાન પ્રાગટ્ય આ ! પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન કેટલા અવતારનું સરવૈયું છે ? દાદાશ્રી : અક્રમ જ્ઞાન જે પ્રગટ થયું છે તે ઘણા અવતારનું સરવૈયું બધું ભેગું થઈ એની મેળે, કુદરતી જ આ પ્રગટ થઈ ગયું છે. પ્રશ્નકર્તા: આ તમને ‘બટ નેચરલ’ થયું, પણ એ કેવી રીતે ? દાદાશ્રી : આ કેવી રીતે એટલે કે એના સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થવાથી થયું. આ લોકોને સમજાવવા માટે મારે ‘બટ નેચરલ’ કહેવું પડ્યું. બાકી આમ સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા મળી આવ્યા, તે પ્રગટ થઈ ગયું. પ્રશ્નકર્તા : કયા એવિડન્સો મળ્યા? દાદાશ્રી : બધા બહુ જાતનાં એવિડન્સો મળ્યા ને ! આખા જગતનુંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41