Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 20
________________ ૩૦ દાદા ભગવાન ? ૨૯ ‘પધારજો' એમ કહેવાનું અને ગેસ્ટ જોડે આ શી ભાંજગડ ?'' ત્યારે કહે છે એ “ગેસ્ટ કહેવાય ? એ તો છોકરો છે ને !” મેં કહ્યું કે, છોકરો તમારી પાસે રાખજો, મારે છોકરો નથી જોઈતો. અને નથી જોઈતો એવુંય નથી. જે હોય એ ભલે હો. પણ મારે આ ગેસ્ટ છે ! પછી બેબીના વખતેય આવું ને આવું જ થયેલું. બધા ભૂલી ગયા ને પેંડા ખાધા. બેબી મરી ગઈ ત્યારેય બધાએ પેંડા ખાધા. આપણા લોકો તો ભૂલી જાય પાછા. આમને ભૂલતાં કેટલી વાર લાગે ? આ લોકોને ભૂલતાં શું વાર લાગે ? વાર લાગે ખરી ? મૂછિત અવસ્થા ખરીને ! મૂર્શિત અવસ્થા એટલે શું કે ભૂલતાં વાર જ નહીં ને ! છતાં મિત્રોએ નવાજ્યા, સુપર હુમત ! પ્રશ્નકર્તા : તે આ તમે જે સત્સંગ શરૂ કર્યો એ કંઈ ઉંમરે ? અગર તો પેલા બગીચામાં બધાને પેંડા ખવડાવ્યા, એ સત્સંગ કહેવાય ? દાદાશ્રી : ના, એ સત્સંગ ના કહેવાય. એ તો મારું દર્શન છે. એક જાતની સૂઝ છે મારી ! સત્સંગ એ લગભગ બેતાળીસથી શરુ થયો. બેતાળીસ એટલે એને આજ એકતાળીસ વર્ષ થયા. મૂળ શરૂઆત સત્સંગની, બેતાળીસથી શરૂ થયો ને આઠમાં મારો જન્મ, એટલે ચોત્રીસ વર્ષની ઉંમર આવે, પણ લગભગ બત્રીસ વર્ષની ઉંમરથી શરૂ થયેલો. તે પહેલાં થોડાં થોડાં વાક્યો લોકોને મળતાં ગયેલાં ખરાં. મેં એટલે મિત્રોને કહી દીધેલું બાવીસ વર્ષની ઉંમરે કે, ‘ભાઈ, તમે અમારું કોઈ કામ ક્યારેય પણ કરશો નહીં.” અહંકાર તો પૂરો હતો જ. એટલે કહ્યું કે, “અને તમારું કામ તમારે રાત્રે પણ કરાવી જવું.” પછી મિત્રો એમ કહેવા માંડ્યા કે, “આવું શા માટે કહો છો ? તમારે–અમારે કરવાની જરૂર નહીં.” એવું બનેલું, એક જણને ત્યાં હું રાત્રે બાર વાગે ગયો. રાત્રે સિનેમા છૂટે, તે રાત્રે બાર વાગે ગયો. એટલે પેલા ભાઈના મનમાં એમ થયું કે દાદા ભગવાન ? કોઈ દહાડો આ રાત્રે બાર વાગે આવે નહીં ને આજે આવ્યા છે, તે કશું પૈસા-બૈસા જોઈતા હશે ? એટલે એણે બીજો ભાવ કર્યો. તમને સમજાય છે ને ? મારે કશું જોઈતું નહોતું. પલાની દૃષ્ટિ મને બદલાયેલી લાગી. રોજ દૃષ્ટિ હતી, તે આજે આ દૃષ્ટિ બગડી છે. એટલે હું સમજ્યો, ઘેર જઈને વિશ્લેષણ કર્યું. મને લાગ્યું કે આ જગતનાં મનુષ્યને દૃષ્ટિ બગાડતાં વાર નહીં લાગે. માટે આપણી જોડે રહે છે તેને, આ લોકોને એક એવું નિર્ભય પદ આપો કે એમને પછી દૃષ્ટિ જ બગડે નહીં. એટલે મેં કહ્યું કે, ‘તમારે કોઈએ મારું કામ કરવું જ નહીં. એટલે મારો ભો તમને ના હોવો જોઈએ કે આ કશું લેવા આવ્યા હશે ? ત્યારે કહે, ‘એમ કેમ ?” કહ્યું કે, બે હાથવાળા પાસે કશું માંગતો જ નથી. કારણ કે બે હાથવાળા પોતે જ દુ:ખી છે અને એ કંઈક ખોળે છે. એની પાસે હું આશા રાખતો નથી. પણ મારી પાસે તમે આશા રાખજો. કારણ કે તમે તો ખોળો છો અને તમને છૂટ છે. મારી પાસે તમારું કામ કરાવી જજો, પણ મારું કામ કોઈ કરશો નહીં.’ એમ કહી દીધું. એટલે નિર્ભય બનાવ્યા હતા. ત્યારે એ લોકોએ શું કહ્યું કે, “સુપર હ્યુમન સિવાય આવું કોઈ બોલી શકે નહીં !” એટલે શું કહ્યું કે આ સુપર હ્યુમનનો સ્વભાવ હોય, હ્યુમનનો નેચર નહીં ! નિરંતર વિચારશીલ દશા ! મને આ પ્રશ્ન ૧૯૨૮માં ઊભો થયો હતો. ૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે, “અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની ?” પછી બીજો વિચાર આવ્યો કે, “શું આ વિચારનો ઉપાય છે. આપણી પાસે ? કોઈ સત્તા છે આપણી પાસે ? કોઈ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઈગોઈઝમ છે.” એટલે પછી બીજો વિચાર આવ્યો કે, “શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?” તે દહાડે અમને જ્ઞાન નહોતું. જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું. ૧૯૫૮માં જ્ઞાન થયું, તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ? કંઈ અજ્ઞાન

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41