________________
દાદા ભગવાન ?
૩૧
કોઈએ લઈ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરું જ ને? પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે, ‘જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.' આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા. જીવતમાં નિયમ જ એવો...
એટલે હું તો નાનપણથી એક જ શીખેલો કે ભઈ, તું મને મળ્યો છે ને જો તને કંઈ પણ સુખ ના થાય તો મારું મળેલું તને ખોટું છે, એવું હું કહેતો હતો એને ! એ ગમે એટલો નાલાયક હોય, તેનું મારે જોવાનું નથી પણ હું તને ભેગો થયો પણ જો કદી મારા તરફની સુગંધી ના આવી તે કેમ ચાલે ? આ અગરબત્તી નાલાયકોને સુગંધી આપે કે ના આપે ?
પ્રશ્નકર્તા : બધાંયને આપે.
દાદાશ્રી : એવી રીતે મારી સુગંધી જો તને ના આવી તો પછી મારી સુગંધી જ ના કહેવાય. એટલે કંઈક લાભ થવો જ જોઈએ. એવો નિયમ મારો પહેલેથી છે.
અમારે રાત્રે બહારથી આવવાનું થાય તો અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંનેય ઊંઘ તો હોય ને ! એમને બિચારાને પથારી-બથારી તો, રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ?
પ્રશ્નકર્તા : દાદા, આ તમારા પગમાં કણીઓ શાથી પડી ગઇ છે ?
દાદાશ્રી : એ તો અમે આત્મા પ્રાપ્ત કરવા તપ કરેલું. તે કેવું તપ કે બૂટમાં ખીલો ઊંચો આવે તો તેને ઠોકવાનો નહીં, એમ જ ચલાવ્યે રાખવાનું. ત્યાર પછી અમને ખબર પડી કે આ તો અમે અવળે માર્ગે
૩૨
દાદા ભગવાન
છીએ. આ જૈનોનું અમે તપ કરેલું. બૂટની ખીલી બહાર નીકળે ને ચૂક વાગે તે વખતે જો આત્મા હાલી જાય તો એ આત્મા જ પ્રાપ્ત થયો નથી એવું હું માનતો હતો. એટલે એ તપ થવા દઇએ. પણ એ તપનો ડાઘ હજીય નથી ગયો ! તપનો ડાઘ આખી જિંદગી ના જાય. આ અવળો માર્ગ છે એમ અમને સમજાયેલું. તપ તો અંદરનું જોઇએ.
પ્રાપ્ત તપ ભોગવ્યું, અદીઠપણે !
મુંબઈથી વડોદરા કારમાં આવવાનું હતું ને બેસતાં જ કહી દીધું કે, ‘સાત કલાક એકની એક જગ્યાએ બેસી રહેવાનું છે. તપ આવ્યું છે ! અમે તમારી જોડે તો વાતો કરીએ, પણ અમારે મહીં અમારી વાત ચાલુ જ હોય કે ‘આજે તમને પ્રાપ્ત તપ આવ્યું છે. એટલે એક અક્ષરેય બોલવાનો નહીં.’ લોક તો દિલાસો આપવા માગે કે, ‘દાદા, તમને ફાવ્યું કે નહીં ?” તો કહીએ, ‘બહુ સરસ ફાવ્યું.’ પણ કમિશન અમે કોઈને આપીએ નહીં, કારણ ભોગવીએ અમે ! એક અક્ષરેય બોલે એ દાદા બીજા ! એને પ્રાપ્ત તપ કર્યું કહેવાય !
હવે રાહ જોવી, કેટલી ઉપાધિ ?
જ્યારે બાવીસ વર્ષનો હતો, એક જગ્યાએ એક મિનિટ માટે બસ ચૂકી ગયો. હાલોલ રોડ ઉપર હતો, ત્યાં એક ગામ છે, ત્યાં આગળ હતો ને બસ આવી. અને હું આમ આવેલો કલાક પહેલેથી, પણ હોટલમાંથી આવતાં જ જરાક એક મિનિટ થઈ ને બસ ઊપડી ગઈ. એટલે આ વિષાદનું સ્થાન કહેવાય. જો આ પહેલેથી ના આવ્યા હોત અને તે ઘડીએ જો બસ આવી હોત તો આપણે જાણીએ કે ‘લેટ’ થયા ચાલો. તો બહુ વિષાદ ના થાય. આ તો પહેલેથી આવ્યા ને ગાડી ના પકડાઈ ! અને દોઢ કલાક પછી બીજી ગાડી આવે.
રાહ જોવા કરતાં, ઉપયોગ ગોઠવણી !
હવે ત્યાં આગળ પેલું મારે જે દોઢ કલાક રાહ જોવાનું થયું ને,