Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ દાદા ભગવાન ? ત્યાં સ્થિતિ શું થઈ ? એટલે એય મહીં મશીન ચાલ્યા કરે ! હવે એ ઘડભાંજ કેટલી થાય તે ! મજૂરને પચાસ ઘડભાંજ થાય ને મને લાખ થાય ! તે જરાય કશું ગમે નહીં, ઊભું રહેવાનું ગમે નહીં. કોઈ કહેશે, આવો, બેસો અને ગાદી હોય તોય પણ ગમે નહીં. હવે દોઢ કલાક તો વીસ કલાક જેવા લાગે. એટલે મેં કહ્યું કે, મોટામાં મોટી મૂર્ખાઈ હોય તો આ રાહ જોવી તે છે. કોઈ પણ માણસની કે કોઈ વસ્તુની રાહ જોવી એના જેવી ફૂલિશનેસ નથી આ દુનિયામાં !! એટલે ત્યારથી, બાવીસ વર્ષની ઉંમરથી રાહ જોવાનું બંધ કરી દીધું. અને જ્યારે રાહ જોવાનું થાય ને, તે ઘડીએ બીજું વર્ક સોંપી દીધેલું. રાહ તો જોવી જ પડે, છૂટકો જ નહીં ને ! પણ એને બદલે આપણે જાણ્યું કે આ રાહ જોવાનો ટાઈમ બહુ સરસ છે. નહીં તો ફાંફાં માર માર કરે કે એ આવી કે નહીં, ગાડી આવી કે નથી આવી ! એટલે તે ટાઈમ અને બીજી ગોઠવણી કરી દીધેલી. એટલે પછી અમને નિરાંત ! કશું ગોઠવણી થાય કે ના થાય આપણે ? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : કામ તો બધાં બહુ હોય છે ને ? પ્રશ્નકર્તા : એટલે મનને કામે લગાડી દો. દાદાશ્રી : હા, મનને કામે લગાડી દેવું. પ્રશ્નકર્તા : શું કામે લગાડ્યું? દાદાશ્રી : કોઈ પણ જાતની ગોઠવણી ! એટલે તે દહાડે હું શું કરતો હતો ? કોઈ સંતોનું હોય અગર તો કૃપાળુદેવનું હોય, એ એનું હું બોલું નહીં, એને હું વાંચું. બોલે ત્યારે ગોખેલું કહેવાય. એને હું વાંચું બધું. એ તમને સમજમાં આવે છે ? પ્રશ્નકર્તા : એ વાંચો કેવી રીતે, દાદા ? ચોપડી વગર કેવી રીતે વાંચો ? ३४ દાદા ભગવાન ? દાદાશ્રી : ચોપડી વગર વાંચું. મને તો ‘હે પ્રભુ એ પેલાં લખેલાં દેખાય ને હું વાંચ્યા કરું. નહીં તો મન ગોખે, તો પાછું પેલું સંકલ્પ-વિકલ્પ ચાલુ ! અને પેલું ગોખવાનું તો રહ્યું એટલે મન થયું નવરું. ‘હે પ્રભુ, હે પ્રભુ બોલ્યા કરે અને મન નવરું પડ્યા કરતું હોય, મન બહાર જતું રહેલું હોય. એટલે મેં એડજસ્ટમેન્ટ લીધેલું. તે આમ દેખાય, હે પ્રભુ, હે પ્રભુ, શું કરું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” એ શબ્દ-શબ્દ સાથે જ બધું, અક્ષર, માતર-બતર, બધું સાથે દેખાય ! કૃપાળુદેવે બીજો રસ્તો બતાડ્યો હતો, કે ઊંધું બોલ, છેલ્લેથી ઉપર આવ. ત્યારે લોકોને એનીય પ્રેક્ટિસ પડી ગઈ, ટેવ પડી ગઈ. મનનો સ્વભાવ એવો છે કે તમે જેમાં ઘાલોને, એને ટેવ પડી જાય, ગોખી નાખે. અને આ વાંચવાનું એમાં ગોખાય નહીં, આંખે દેખાવું જોઈએ. એટલે આ અમારી મોટામાં મોટી શોધખોળ, વાંચવાની છે. અને પછી અમે બીજાને શીખવાડીએ. આ બધાને શીખવાડેલું કે વાંચીને બોલો. પ્રશ્નકર્તા : પણ દાદા, આ બાવીસમે વર્ષે આ તાકાત હતી ? દાદાશ્રી : હા. બાવીસમે વર્ષે એ તાકાત હતી. મૂંઝવણમાં ખીલી આંતરસૂઝ ! એટલે આ મૂંઝાયો માટે આ જ્ઞાન નીકળ્યું. દોઢ કલાક જો મૂંઝાયો ના હોત.... પ્રશ્નકર્તા : એક મિનિટ ચૂક્યા ના હોત.... દાદાશ્રી : એ મિનિટ ચૂક્યાને, તેના ફળરૂપે આ જ્ઞાન ઊભું થયું. એટલે ઠોકરો ખઈ ખઈને આ જ્ઞાન ઊભું થયું છે, સૂઝ ઊભી થઈ છે. જ્યારે ઠોકર વાગી કે સૂઝ ઊભી થઈ જાય. અને એ સૂઝ મને હેલ્ડિંગ જ કાયમ રહે. એટલે પછી મેં રાહ જોઈ નથી, બાવીસ વર્ષથી પછી મેં

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41