Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 19
________________ દાદા ભગવાન ૨૭ મને સૂબો બનાવવા માગે છે, તો સરસૂબો, ઉપર મને ટૈડકાવશે. માટે આપણે સૂબો થવું નથી. કારણ કે આ અવતાર એક મહાપરાણે મળ્યો અને ત્યાં પાછો ટૈડકાવનારો મળે ! ત્યારે જો ટૈડકાવનારો મળે તો આ અવતારને શું કરવાનો ? આપણને કશી મોજશોખની ચીજ જોઈતી નથી અને પેલો ટૈડકાવે એ કેમ પોષાય ? જેને મોજશોખની ચીજ જોઈતી હોય તેને ભલે ટૈડકાવવાનું મળે. મારે તો આવું તેવું કશું જોઈતું નથી. એટલે મેં નક્કી કર્યું કે પાનની દુકાન આપણે કરીશું, પણ આવું ટૈડકાવવાનું નહીં ફાવે ! એટલે મેં નક્કી કર્યું કે મેટ્રિકમાં નાપાસ જ થવું. એટલે આ વહેતું જ મૂકેલું. પ્રશ્નકર્તા : યોજનાબદ્ધ ? દાદાશ્રી : હા, યોજનાબદ્ધ ! એટલે ફેઈલ થયેલો તે યોજનાબદ્ધ. એટલે મેટ્રિક ફેઈલ પાછો ! ત્યારે લોકો મને કહે કે, ‘દાદા, તમે કેટલુંક ભણેલા હશો ?” પેલું ‘સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ એવું બધું બોલું, ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટસ..... આવું બધું બોલું, એટલે પેલા જાણે કે દાદા તો ગ્રેજ્યુએટની બહુ આગળ ગયા હશે ! મેં કહ્યું કે, “ભઈ, એ વાત ઊઘાડવા કરવામાં મઝા નથી. ત્યારે કહે કે, પણ કહો તો ખરા, ભણવામાં કેટલું ગયા ? ત્યારે મેં કહ્યું કે, મેટ્રિક ફેઈલ ! મેટ્રિક ફેઈલ થયો એટલે મોટાભાઈ કહે છે, ‘તને કશું આવડતું નથી.’ મેં કહ્યું, ‘બ્રેઈન ખલાસ થઈ ગયું છે.' ત્યારે કહે, “પહેલાં બહુ સારું આવડતું હતુંને ?” મેં કહ્યું, ‘ગમે તે હો, પણ બ્રેઈન ખલાસ થઈ ગયું છે.’ ત્યારે કહે, ‘ધંધામાં પેસી જઈશ ?” મેં કહ્યું, ‘ધંધામાં શું કરું, પણ તમે કહો એટલું કરીશ.’ તે ધંધામાં તો દોઢ વર્ષમાં તો ભાઈ કહે છે કે, ‘ફર્સ્ટ નંબર તું તો લાવ્યો પાછો.’ ધંધામાં રુચિ પડી ગઈ, પૈસા કમાવવાનું જડ્યું ! આ તો સૂબો થવાનો હતો, તેને બદલે પછી બ્રધર કંટાળી ગયા કે હવે ઊંધે રવાડે ચઢ્યો છે, એના કરતાં ધંધામાં ઘાલી દો. એટલે મેં ૨૮ દાદા ભગવાન ? જાણ્યું કે, આપણી દશા ફરી હવે. શિનની દશા હતી તે ઊતરી. ધંધામાં તો આવડે બધું, ફટ ફટ બધું આવડે. અને હેય.... હોટલમાં જવાય, ચાપાણી પીવાય ને બધુંય થાય ને ધંધો કંટ્રાક્ટનો નાગો ! પૈણતી વખતેય મૂર્છા નહીં ! પૈણવામાં નવો ફેંટો હતો ને, તે ઉપર પેલા ખૂંપનો બોજો આવ્યો, તે ફેંટો ખસી ગયો ને આટલે આવ્યું. તે આટલે આવ્યું, પછી આમ જોયું તો હીરાબા કંઈ દેખાયાં નહીં. પોતે પૈણવા આવ્યો તે આમ જુએ જ ને ! કંઈ સામાન-બામાન ના જુએ ? કારણ કે પહેલાં દેખાડતા નહોતા. દેખાડવાનો રિવાજ નહોતો. તે માંહ્યરામાં આવે ત્યાર પછી જ જુએ. ત્યારે મારે પેલો ખૂંપ મોઢે મોટો એટલે જોવાનું બંધ થઈ ગયેલું. એટલે પછી તરત મને વિચાર આવ્યો કે ‘આ પૈણીએ છીએ, પણ બેમાંથી એક જણે રાંડવું તો પડશે જ. બેમાંથી એકને, બેઉને નહીં રાંડવાનું ?” આ વિચાર મને આવેલો ત્યાં આગળ. આમ સ્પર્શી ગયો. કારણ કે પેલું મોઢું જોયું નહીંને ? એટલે આ વિચાર આવ્યો ! ઓહોહો ! ‘એમને' ‘ગેસ્ટ' કહ્યા ?! હું ઓગણીસ વર્ષનો હતો, તે ઓગણીસ વર્ષે બાબાનો જન્મ થયો હતો. તે બધા ફ્રેન્ડસર્કલને પેંડા ખવડાવ્યા હતા અને બાબો મરી ગયો ત્યારેય પેંડા ખવડાવ્યા. એટલે પછી બધા કહે છે કે, ‘બીજો થયો ને ?’ મેં કહ્યું કે, ‘એક વાર પેંડા ખાવ તમે. પછી શું થયું એ હકીકત તમને કહીશ ! હા, નહીં તો શોકના માર્યા પેંડા ના ખાય. એટલે પહેલા મેં કહ્યું નહીં અને પેંડા ખવડાવ્યા. ખઈ રહ્યા પછી મેં કહ્યું કે, ‘પેલા મહેમાન આવ્યા હતા એ ગયા ! ત્યારે કહે કે, “આવું થતું હશે ? આ પેંડા ખવડાવ્યા અમને ! આ તો અમારે ઊલટી થાય એવું થઈ ગયું !' મેં કહ્યું કે, “એવું કશું કરવા જેવું નથી. એ મહેમાન જ હતા. ગેસ્ટ જ હતા. અને ગેસ્ટ આવે તો ‘આવો પધારો’ એમ કહેવાનું અને જાય ત્યારે

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41