Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ દાદા ભગવાન ? ૨૫ આમ ગોળ ફંટાયેલો હોય, લોક રોડે રોડે ફરીને જાય, ત્યારે હું હિસાબ કાઢું કે આમ સીધું એક માઈલ હોય તો ગોળ ફરીએ તો ત્રણ માઈલ થાય, તો અરધો ગોળ હોય તો દોઢ માઈલ થાય, તો હું સીધો પડું આમ. રસ્તો ખોળી કાઢીને, સીધો પડી જઉં. હું આ લોક વિરુદ્ધ ચાલેલો. આ આમના કહેવા પ્રમાણે ચલાય ? લોકસંજ્ઞા નામેય નહીં. લોકોએ જેમાં સુખ માનેલું, મને સુખ એમાં દેખાયેલું નહીં. શોખ, એક સરસ કપડાંતો જ ! ફક્ત છેતરાયેલો એટલો જ કે લૂગડાં ફર્સ્ટ ક્લાસ પહેરું. એક ટેવ કહો કે માયા લાવેલો એટલી કે લૂગડાં સારાં પહેરવાની ટેવ ! બીજું કશું નહીં. ઓરડીઓ જેવી હશે તેવી ચાલશે. પ્રશ્નકર્તા : નાનપણથી ને ? દાદાશ્રી : હા, નાનપણમાં. પ્રશ્નકર્તા : સ્કૂલમાં જતાં જતાં જ પણ સારાં લૂગડાં જોઈએ ? દાદાશ્રી : સ્કૂલમાં જતાં જતાંય બધે, ગમે ત્યારે કપડું સરસમાં સરસ જોઈએ. પ્રશ્નકર્તા : કોલેજમાં જતાંય.... દાદાશ્રી : કોલેજમાં તો હું ગયેલો જ નહીં. એટલે આ આટલું... કપડાં, એટલામાં જ શક્તિ વપરાયેલી. કપડાં સીવડાવવા માટે પાછું દરજીને કહેવું પડે, કે ‘આમ જોજે હં, કોલર આવો હોવો જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ.’ બાકી બીજા કશામાં શક્તિ નહીં વાપરેલી. પૈણવામાંય શક્તિ વાપરી નથી. તાપાસ થયા પણ યોજનાબદ્ધ ! અમને પંદર વર્ષની ઉંમરે કુસંગમાં બીડીઓ પીવાની ટેવ પડી ગઈ. ૨૬ દાદા ભગવાન ? એને સત્સંગ કહો કે કુસંગ કહો, અગર હું કુસંગી ને પેલાને કુસંગી કરાવ્યો હોય ! આપણા લોક શું કહે છે ? ‘મારા છોકરાને કુસંગીઓએ બગાડ્યો.’ અલ્યા, તારા છોકરાનો કુસંગ પેલાને અડ્યો કે પેલાનો કુસંગ આને અડ્યો, એની શી ખાતરી ? બહુ ત્યારે લોકો એમ કહે કે, ‘મારા છોકરાને કુસંગ છે બધો,’ ત્યારે આમાં કુસંગી કોણ ? બધા છએ જણાના બાપ કહે છે કે મારા છોકરાને કુસંગ અડ્યો, તો આમાં કુસંગી કોણ ? જરા કંઈક તપાસ તો કરવી જોઈએ ને ? તેનાં કરતાં આપણે કહીએ કે મારો છોકરો કુસંગના રવાડે ચઢેલો છે. તો વાત જુદી છે ! તે અમે એવું કુસંગને રવાડે ચઢેલા. તે બીડી-સિગરેટ પીએ, હુક્કો પીએ અને જલેબી ને ભજિયાં ખઈએ. તેથી આ ફેઈલ થયા ને ! મેટ્રીકમાં ફેઈલ થયા એનું કારણ શું ? કંઈ મફતમાં ફેઈલ થવાય છે ? અહીં સ્ટેશન ઉપર ભૈયો હતો, ભૈયાની દુકાન હતી, તે આઈસ્ક્રીમ બનાવતો હતો. ત્યાં આગળ હોસ્ટેલમાં ઊતરેલો. બ્રધર અહીં ઘેર રહેતા હતા. તે એ ઘેર રહેલા હોય તો, આપણે ફરવા જવાય નહીં, આનંદ કરાય નહીં. એટલે મેં કહ્યું કે હોસ્ટેલમાં મારાથી વંચાય. તે અહીં પરીક્ષા આપવા આવ્યો હતો. તે દહાડે હોસ્ટેલમાં ચોખ્ખા ઘીની પૂરીઓ, શાક બધું ચોખ્ખું, એટલે નિરાંતે પૂરીઓ ખઈએ ને મસ્તીમાં રહેવાનું અને પછી સાંજે આઈસ્ક્રીમ ખાવાનો અને બે-ત્રણ છોકરાઓ ભેગા થઈને ત્યાં આગળ ગાયનો (ગીતો) ગાય ! એ છોકરાઓય પરીક્ષા આપવાના હોય બધા ને મારા જેવા પાછા મને મળી આવે ને ? સરખે સરખા મળી આવે, ખોળવા જવું ના પડે. તે આપણો હિસાબ આવી ગયો, ફેઈલ થઈ ગયાને ! મારા ફાધરે અને મોટાભાઈએ, બેએ સંતલસ કરેલી કે આ મેટ્રિક થાય ને, તે આપણા કુટુંબમાં એક સૂબા થયેલા છે, એટલે આમને સૂબો બનાવીએ. એ સંતલસ હું સાંભળી ગયેલો. એમને સૂબો બનાવવાની ઈચ્છા હતી. એમની ધારણા તૂટી પડી. મારા મનમાં એમ થયું કે લોકો

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41