________________
દાદા ભગવાન ?
એટલે આ દેખાય છે ને એ ભાદરણના પટેલ છે. અને આ જે બોલે છે ને એ ટેપરેકર્ડ છે, ઓરિજિનલ ટેપરેકર્ડ છે ! અને મહીં દાદા ભગવાન પ્રગટ થયેલા છે, તેની સાથે રહું છું એકતાથી ! અને કોઈ વખત બહાર નીકળીને અંબાલાલ સાથેય એકતાર થાઉં છું. બેઉ બાજુ વ્યવહાર કરવા દેવો પડે. અંબાલાલ સાથેય આવવું પડે. અત્યારે વ્યવહારમાં આવ્યો કહેવાય આ અને નહીં તો મહીં પોતે અભેદ રહે !
ગુરુપૂનમે પૂર્ણદશાએ ખીલે, આતમચંદ્ર ! આપણે ત્યાં ત્રણ દિવસ ઉત્તમ, એક બેસતું વર્ષ, એક આ જન્મ જયંતિ અને આ ગુરુ પૂર્ણિમા. તે દહાડે બીજા જોડે ભાંજગડ ના હોયને, એટલે અમે પેલા પૂર્ણ સ્વરૂપે એકાકાર હોઈએ ! હું (જ્ઞાની પુરુષ' પેલા. સ્વરૂપની અંદર (દાદા ભગવાન જોડે) એકાકાર હોઉં, એટલે ફળ તેનું મળે ! તેથી દર્શન કરવાનું માહાભ્યને !
અગિયારમું આશ્ચર્ય એ અક્રમ વિજ્ઞાત ! ભગવાન મહાવીર સુધી દશ આશ્ચર્ય થયાં ને આ અગિયારમું આશ્ચર્ય છે. જ્ઞાની પુરુષ વેપારી રૂપે વીતરાગ છે, વેપારી ભાવે વીતરાગ છે. એવાં દર્શન થાય એ અજાયબી કહેવાયને ! જુઓને, આ અમારે કોટ ને ટોપી ! આ તે કંઈ હોતું હશે જ્ઞાનીમાં ? એમને પરિગ્રહ શું કરવા છે ? જેને કંઈ જોઈતું નથી, છતાંય એ પરિગ્રહમાં ફસાયા છે. એમને કશું જોઈતું નથી, છતાંય છે છેલ્લી દશામાં ! પણ લોકોના ભાગ્યમાં નહીં હોય, તેથી આ સંસારી વેશે છે. એટલે ત્યાગી વેશ હોય તો તો લાખોકરોડો માણસોનું કામ થઈ જાય. પણ આ લોકોનાં પુણ્ય એવાં કાચાં છે !
મતે જે સુખ લાવ્યું તે સર્વતે લાધો ! પ્રશ્નકર્તા અને આપને ધર્મપ્રચારની પ્રેરણા કોણે આપી ? દાદાશ્રી : ધર્મ પ્રચારની પ્રેરણા બધી કુદરતી છે આ ! મને પોતાને
દાદા ભગવાન ? જે સુખ ઉત્પન્ન થયું, એટલે ભાવના ઉત્પન્ન થઈ કે આ લોકોને સુખ ઉત્પન્ન થાવ આવું. એ જ પ્રેરણા !
મને લોકો કહે છે, “તમે કેવી રીતે જગત કલ્યાણનું નિયાણું પૂરું કરશો ? આ ઉંમર તો થઈ હવે ! સવારમાં ઊઠો છો ત્યાર પછી ચા પીતાં પીતાં દસ તો વાગી જાય છે. અરે ભઈ, અમારે આ સ્થળને નથી કરવાનું - સૂક્ષ્મ થઈ રહ્યું છે બધું. ફક્ત આ સ્થૂળ દેખાવ કરવાનો છે. સ્થૂળના ટેકા દેવા પડશે !
હૃશ્યો ભીંજવે, જ્ઞાતી તણી કરુણા ! પ્રશ્નકર્તા : આપ વીતરાગીને લોકસંપર્કનો શું સંબંધ ?
દાદાશ્રી : વીતરાગી ભાવ. બીજો કોઈ સંબંધ નથી. પણ તે તો આ અત્યારે વીતરાગ છે જ નહીં ને ! તમે જેને પછો છો એ વીતરાગ નથી અત્યારે ! અત્યારે તો અમે ખટપટિયા વીતરાગી છીએ. ખટપટિયા એટલે કેવું કે જગતનું કલ્યાણ થાવ. અને કલ્યાણ માટે ખટપટ કરે. બાકી વીતરાગીને ને જનસંપર્કને કશું લેવા-દેવા જ નથી ! વીતરાગી તો ફક્ત દર્શન આપ્યા કરે. બીજી ખટપટ કે કશું ના કરે, જરાય ખટપટ ના કરે !
પ્રશ્નકર્તા : પણ વીતરાગી જે લોકસંપર્ક કરે છે એ પોતાનાં કર્મ ખપાવવા ?
દાદાશ્રી : પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, બીજાને માટે નહીં. એમને બીજી ભાવના નથી. અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ. જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ, એવી ભાવના અમારી હોય. વીતરાગીને એવું ના હોય. બિલકુલ ભાવના નહીં, સંપૂર્ણ વીતરાગ ! અને અમારે તો આ ભાવના છે એક જાતની. પછી સવારે વહેલા ઊઠીને બેસીએ છીએ ને નિરાંતે ! સ્કૂલ ચાલુ કરી દઈએ છીએ ને ! તે ઠેઠ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હોય છે ને ! એટલે એ